સૈફે કહ્યું - મુંબઈમાં જ આપીશ ઇંટરવ્યૂ, દિલ્હી નહીં આવું!

મુંબઈ, 28 નવેમ્બર : સૈફ અલી ખાન તાજેતરમાં જ દિલ્હી મીડિયા સામે નારાજ થઈ ગયાં અને નારાજગીમાં જ તેમણે જણાવ્યું કે તેઓ હવે ક્યારેય દિલ્હી આવી ઇંટરવ્યૂ નહીં આપે. મુંબઈમાં જ ઇંટરવ્યૂ આપશે, કારણ કે દિલ્હી આવવુ બહુ મુશ્કેલીભર્યું રહે છે. સૈફની આ નારાજગીનું કારણ હતું કે તેઓ દિલ્હીમાં ચૂંટણી પંચ દ્વારા યોજાયેલ એક ઈવેંટમાં પોતાના સાથી કલાકારો સાથે ચાર કલાક મોડા પહોંચ્યાં. સૈફ મોડા પહોંચતા મીડિયાએ તેમની પાસે માફી માંગવાની માંગ કરી, પણ પહેલા તો સૈફ ઇગ્નોર કર્યું. પછી સૈફે જણાવ્યું કે ભૂલ તેમની નથી અને માફી જો માંગવી જ હોય, તો ચૂંટણી અધિકારીઓએ માંગવી જોઇએ. સૈફની આ વાતથી મીડિયાને ખોટુ લાગી ગયું.

saif
મળતી માહિતી મુજબ સૈફ અલી ખાન જ્યારે દિલ્હી પહોંચ્યા, તો તેમને બહુ મોડુ થઈ ચુક્યુ હતું. મીડિયામાંથી કોઇકે તેમને ક્હ્યું કે તેઓ મોડા આવ્યાં છે, તેમણે માફી માંગવી જોઇએ. તેથી સૈફે જણાવ્યું - હું માફી નહીં માંગુ, કારણ કે ભૂલ મારી નથી. હું ટ્રાફિકમાં ફસાયો હતો. મને આ અવ્યવસ્થા માટે જવાબદાર ન ઠેરવી શકાય. મારૂ માનવું છે કે સ્ટાર્સે દિલ્હી નહીં આવવુ જોઇએ. દિલ્હીનો આ મારો છેલ્લો પ્રવાસ છે. હવેથી હું માત્ર મુંબઈમાં જ ઇંટરવ્યૂ આપીશ.

ઉપરાંત સૈફે એમ પણ કહ્યું કે જો કોઇએ માફી માંગવી હોય, તો ચૂંટણી અધિકારીઓએ માંગવી જોઇએ, કારણ કે તેમણે યોગ્ય સમયે માહિતી આપી નહોતી, પરંતુ સૈફના આ વ્યવહારને ખોટું પણ ન ગણી શકાય, કારણ કે શક્ય છે કે સૈફની ભૂલ ન પણ હોય. તેથી તેમણે માફી નહીં માંગી. સૈફનો અનુભવ વનઇન્ડિયાને છે. સૈફનું ઇંટરવ્યૂ જ્યારે વનઇન્ડિયાએ લીધું, ત્યારે તેઓ મોડા પહોંચ્યા હતાં. તે વેખતે તેમણે કહ્યુ હતું કે મોડા પહોંચવા બદલ તેઓ માફી માંગે છે. સૈફ અલી ખાન આજકાલ બુલેટ રાજા ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે કે જેમાં તેમની સાથે સોનાક્ષી સિન્હા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X