
સૈફ-રીતેશ-રામે ફ્રૉક પહેર્યું, તો બિપાશા-તમન્ના-એશા બિકિનીમાં
મુંબઈ, 30 એપ્રિલ : પુરુષોનું મહિલાઓ જેવુ રૂપ ધારણ કરવું હિન્દી ફિલ્મોને હાસ્યથી ભરવાનો એક તપાસેલો ફૉર્મ્યૂલા છે અને હવે સૈફ અલી ખાન, રીતેશ દેશમુખ તથા રામ કપૂર હાસ્ય ફિલ્મ હમશકલ્સમાં આવું જ કરતાં દેખાશે.
સાજિદ ખાન દિગ્દર્શિત હમશકલ્સ હાસ્યથી ભરપૂર ફિલ્મ છે અને સાજિદ ખાને ફિલ્મમાં હાસ્ય લાવવા માટે પોતાના અભિનેતાઓને સુંદર અભિનેત્રીઓમાં તબ્દીલ કર્યાં છે. પ્રોડક્શન ટીમ સાથે જોડાયેલ એક નજીકના સૂત્રે જણાવ્યું - અમે રીતેશને અપના સપના મની મની ફિલ્મમાં મહિલાની ભૂમિકામાં જોઈ ચુક્યાં છે અને હવે તેઓ સૈફ તથા રામ સાથે હમશકલ્સ ફિલ્મમાં ફરીથી આવું જ કરશે.
સૂત્રે જણાવ્યું - શરૂમાં સૈફ અને રામ પોતાને એક મહિલા તરીકે રજૂ કરવા અંગે અનિચ્છુક હતાં, પરંતુ અંતે સાજિદની વાત માની રાજી થઈ ગયાં. વાસુ ભાગનાની નિર્મિત હમશકલ્સ ફિલ્મમાં બિપાશા બાસુ, તમન્ના ભાટિયા અને એશા ગુપ્તા પણ છે. હમશકલ્સ ફિલ્મ આગામી 20મી જૂને રિલીઝ થવાની છે.
ચાલો જોઇએ હમશકલ્સ તથા અગાઉ સ્ત્રી વેશ ધારણ કરનાર અભિનેતાઓ :

સૈફ-રીતેશ-રામનું મહિલા રૂપ
પુરુષોનું મહિલાઓ જેવુ રૂપ ધારણ કરવું હિન્દી ફિલ્મોને હાસ્યથી ભરવાનો એક તપાસેલો ફૉર્મ્યૂલા છે અને હવે સૈફ અલી ખાન, રીતેશ દેશમુખ તથા રામ કપૂર હાસ્ય ફિલ્મ હમશકલ્સમાં આવું જ કરતાં દેખાશે.

બિકિની બાળાઓ
કૉમેડી ફિલ્મ હમશકલ્સની વધુ એક ખાસ બાબત એ છે કે ફિલ્મમાં બિપાશા બાસુ, તમન્ના ભાટિયા અને એશા ગુપ્તા પણ બિકિનીમાં દેખાવાની છે. ચાલો હવે જોઇએ બૉલીવુડ અભિનેતાઓનું મહિલા રૂપ.

અમિતાભ બચ્ચન
લાવારિસ ફિલ્મમાં અમિતાભ બચ્ચનનું પેલું ગીત કોણ ભુલી શકે? મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ... અમિતાભે વિવિધ કદ-પ્રકારના ફીમેલ ગેટઅપ સાથે જે રીતે આ ગીત રજુ કર્યું, તે આજેય લોકોને યાદ છે.

આશિષ ચૌધરી
ફિલ્મ ડબલ ધમાલમાં આશિષ ચૌધરીએ ફીમેલ ગેટઅપમાં ખૂબ ધમાલ મચાવી હતી.

ગોવિંદા
આંટી નંબર 1 ફિલ્મમાં ગોવિંદાએ આંટીનો વેશ ધારણ કરી દર્શકોનું ખૂબ મનોરંજન કર્યુ હતું.

ઋષિ કપૂર
રફૂચક્કર ફિલ્મમાં ઋષિ કપૂર જે ફીમેલ ગેટઅપ ધારણ કર્યું. તે જોઇને એક વાર તો સાચે જ લાગતુ હતું કે ઋષિ કપૂર કોઈ હીરો નહીં, પણ હીરોઇન છે.

રીતેશ દેશમુખ
રીતેશ દેશમુખ પણ પોતે ચૉકલેટી હીરો તરીકે દેખાય છે અને તેમાંય તેઓ ફીમેલ ગેટઅપ ધારણ કરે તો કમાલ જ થઈ જાય ને?

શાહિદ કપૂર
ફિલ્મ મિલેંગે મિલેંગેમાં શાહિદ કપૂર પણ આ નુસ્ખો અજમાવી ચુક્યાં છે.

શશિ કપૂર
શશિ કપૂરે ફિલ્મ હસીના માન જાયેગીમાં સ્ત્રીવેશ ધારણ કરી લોકોને ખૂબ હસાવ્યા હતાં.

શ્રેયસ તળપદે
શ્રેયસ તળપદે ફિલ્મ પેઇંગ ગેસ્ટમાં સાચે જ સ્ત્રી જેવા જ લાગે છે.