• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

યૂથ ડે સ્પેશિયલ : કોણ છે આજના યુવા વર્ગના ફેવરિટ સ્ટાર્સ ?

|

મુંબઈ, 11 જાન્યુઆરી : સ્વામી વિવેકાનંદનું નામ આજે પણ કદાચ દરેક યુવાના હૃદયમાં હશે, પરંતુ જો આપણે વાત કરીએ સ્વામી વિવેકાનંદ સાથે જોડાયેલ કેટલાંક પાસાઓની, તો ભાગ્યે જ કોઈ આ પાસાઓ અંગે વાકેફ હશે. વનઇન્ડિયા તરફથી અમે એક પહેલ કરી છે. યૂથ ડે સ્પેશિયલ દ્વારા આજના સમાજ સાથે જોડાયેલ અલગ-અલગ પાસાઓ સાથે સાંકળતા તેમના અભિપ્રાય એકત્ર કરી વનઇન્ડિયા આપની સાથે શૅર કરી રહ્યું છે. વિવેકાનંદનું શિક્ષણ તથા તેમના વિચારો આજના યુવાઓ માટે એક પ્રેરણાસ્રોત છે. વિવેકાનંદ હંમેશા યુવાઓને જ આપણાં દેશનો મજબૂત આધાર માનતા હતાં. તેમનો જન્મ દિવસ યૂથ ડે તરીકે ઉજવાય છે. સમાજમાં ફિલ્મો યુવાઓ ઉપર ખૂબ ઉંડી અસર કરે છે.

સામાન્ય રીતે આપ સાંભળતાં હશો કે સલમાન ખાનનો કોઈ ફૅન તેમની સ્ટાઇલમાં કોઈનું ખૂન કરી બેઠો, તો ક્યારેક હૃતિક રોશનનો કોઈ ફ્રન તેમની ધૂમ 2 બાઇકથી પ્રભાવિત થઈ તેમની સ્ટાઇલમાં બાઇક સ્ટંટ કરતાં રોડ એક્સિડંટનો ભોગ બન્યો. આ પ્રકારના સમાચારો મીડિયામાં આવતાં રહે છે. આ સમાચારો આપણે સાંભળીએ છીએ અને થોડાંક દિવસ બાદ ભૂલી જઇએ છીએ, પરંતુ હકીકત તો એ છે કે આ પ્રકારના સમાચારો આપણને જણાવે છે કે આપણા સમાજના યૂથ આપણાં બૉલીવુડના એક્ટરોથી કેટલાં બધા પ્રભાવિત છે. એક્ટર જે કંઈ પડદા ઉપર કરે છે, યુવાવર્ગ તેને જ દોહરાવવાનો પ્રયત્ન કરે છે.

યુવાઓને રૂપેરી પડદે દેખાતું દૃશ્ય સત્ય જ લાગે છે. હકીકતમાં તે પડદાની પાછળની હકીકત કોઈ જ નથી જાણતું. ઘણાં વર્ષ અગાઉ એક ફિલ્મ આવી હતી ગુડ્ડી. તે ફિલ્મમાં જયા બચ્ચને એક એવી છોકરીની ભૂમિકા ભજવી હતી કે જે ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્રની મોટી ફૅન હોય છે. તેને પણ પડદા પર દેખાતાં હીરો ધર્મેન્દ્ર સાથે પ્રેમ થઈ જાય છે અને તે તેમની સાથે જ લગ્ન કરવા માંગે છે, પરંતુ જ્યારે તેની સામે પડદે દેખાતાં હીરો ધર્મેન્દ્રની પડદા પાછળની હકીકત આવે છે કે હકીકતમાં તેઓ માત્ર પડદાં ઉપર જ હીરો છે, પડદાની પાછળ તો તેઓ પણ એક સામાન્ય માણસ જ છે. આ જાણ્યા પછી ગુડ્ડી એટલે કે જયા બચ્ચનની આંખો સામેથી પેલો ગ્લૅમરસનો પડદો હટી જાય છે.

આજના યુવા વર્ગની હાલત પણ મહદઅંશે ગુડ્ડી જેવી જ છે. તેઓ મોટા પડદે એક્ટરોની બૉડી, તેમની રહેણી-કરણી જોઈ એટલા પ્રભાવિત થઈ જાય છે કે તેઓ પણ તેમના જેવા જ બનવાના પ્રયત્નો કરવા લાગે છે, પરંતુ તેઓ જાણતા નથી હોતાં કે તેઓ કોઈ માણસને નહીં, પણ કોઇક પડછાયાને ફૉલો કરવાના પ્રયત્નો કરી રહ્યાં છે અને એવું કરતાં-કરતાં તેઓ એક દિવસ મોટી મુશ્કેલીમાં ફસાઈ જાય છે.

તો બતાવીએ આપને કે આજના યુવા કયા એક્ટર-એક્ટ્રેસના ઘેલાં છે અને કેમ તેમને પસંદ કરે છે.

આ છે ફેવરિટ સ્ટાર્સ

આ છે ફેવરિટ સ્ટાર્સ

જ્યારે વાત આવે છે બેસ્ટ એક્ટરની, તો યુવાઓનો એક અવાજ સૌથી બુલંદ હોય છે સલમાન ખાન. આ નામ તમામ યુવાઓની યાદીમાં સૌથી ઉપર છે. દરેકની પ્રથમ પસંદગી છે સલમાન ખાન. જ્યારે યુવતીઓને પૂછવામાં આવ્યું કે સલમાન ખાન તેમને કેમ એટલાં ગમે છે, તો તેમણે જણાવ્યું કે કારણ કે સલમાન ખાન હજી સુધી સિંલ છે. કેટલાંકે જણાવ્યું કે સલમાન ખાનની બૉડી ફૅબ્યુલસ છે. આમ સલમાનનું સિંગલ સ્ટેટસ હજુય યુવાઓમાં તેમની લોકપ્રિયતાનું માપદંડ છે.

આ છે ફેવરિટ સ્ટાર્સ

આ છે ફેવરિટ સ્ટાર્સ

બૉલીવુડમાં જેટલાં ફૅન્સ સલમાન ખાનના છે, લગભગ તેટલાં જ શાહરુખ ખાનના પણ હશે. જોકે શાહરુખના ફૅન્સમાં હવે ધીમે-ધીમે યૂથની સંખ્યા ઘટવા લાગી છે, કારણ કે છેલ્લા કેટલાંક સમયથી શાહરુખની ફિલ્મો બૉક્સ ઑફિસે કંઈ ખાસ કમાલ નથી કરી શકી. સાથે જ શાહરુખે ફિલ્મો પણ ઓછી કરી નાંખી છે. શાહરુખની ફૅન્સ ફૉલોઇંગ્સ મુખ્યત્વે છોકરીઓમાં મળે છે, કારણ કે શાહરુખ જેવો રોમાંસ કરનાર છોકરો જ દરેક છોકરનું સ્વપ્ન હોય છે.

આ છે ફેવરિટ સ્ટાર્સ

આ છે ફેવરિટ સ્ટાર્સ

પોતાના સિક્સ પૅક દ્વારા યુવતીઓને પોતાનું ઘેલું લગાડનાર એક્ટર હૃતિક રોશને પોતાની પ્રથમ જ ફિલ્મ દ્વારા યૂથમાં પોતાની ફૅન ફૉલોઇંગ બનાવી લીધી હતી. આજે પણ હૃતિક જે ફિલ્મમાં આવે, તેમને જોવા લોકો આતુર હોય છે, કારણ કે તેમની બૉડી આજે પણ એવી જ છે કે જે વર્ષો અગાઉ હતી. આજે પણ છોકરીઓ તેમને જોવા આતુર રહે છે.

આ છે ફેવરિટ સ્ટાર્સ

આ છે ફેવરિટ સ્ટાર્સ

જ્હૉન અબ્રાહ્મ ભલે આજકાલ ફિલ્મો ઉપર ઓછું અને પોતાની અંગત લાઇફ ઉપર વધુ ધ્યાન આપતાં હોય, પરંતુ પોતાની પરફેક્ટ બૉડીના કારણે આજે પણ જ્હૉને પોતાની ફૅન ફૉલોઇંગ જાળવી રાખી છે.

આ છે ફેવરિટ સ્ટાર્સ

આ છે ફેવરિટ સ્ટાર્સ

રણબીર કપૂર યુવા એક્ટરોમાં એકમાત્ર એવા એક્ટર છે કે જેમને જોવા યુવા વર્ગ આતુર રહેછે. પોતાની તાજેતરમાં આવેલી ફિલ્મ બર્ફીમાં રણબીરની એક્ટિંગ જોઈ સૌ આશ્ચર્ય પામ્યાં અને તેમની ફૅન ફૉલોઇંગ વધી ગઈ. રણબીર પોતાની બૉડી નહીં, પણ પોતાની શ્રેષ્ઠ એક્ટિંગના કારણે લોકોને પોતાનું ઘેલું લગાડે છે. આજકાલનો યુવા વર્ગ રણબીરમાં પોતાને શોધે છે.

આ છે ફેવરિટ સ્ટાર્સ

આ છે ફેવરિટ સ્ટાર્સ

શાહરુખ-સલમાન સાથે જ આમિર ખાને પણ આજેય યુવા વર્ગમાં પોતાની ફૅન ફૉલોઇંગ જાળવી રાખી છે. આમિરનેપસંદ કરવાનું મુખ્ય કારણ છે આમિરની ફિલ્મોમાં કંઈક અલગ વાર્તા અને અલગ સંદેશ હોય છે. બાકીના કલાકારોની જેમ તેઓ ધડ-માથા વગરની ફિલ્મો નથી કરતાં-બનાવતાં.

આ છે ફેવરિટ સ્ટાર્સ

આ છે ફેવરિટ સ્ટાર્સ

કૅટરીના કૈફને પસંદ કરનારાઓમાં ઘણાં યુવાનો છે. કૅટનું સૌંદર્ય જ તેમની ફૅન ફૉલોઇંગનું કારણ છે. આજના યુવાનોમાં મોટાભાગે યુવાન છોકરાઓ કૅટરીનાના ફૅન છે. કૅટ પોતાની સૌથી વધુ ફૅન ફૉલોઇંગના કારણે આજની ટૉપ અભિનેત્રીઓમાં ગણાય છે. તેમની એક્ટિંગ ક્યારેય લોકોને અપ ટુ ધ માર્ક નથી દેખાઈ, પરંતુ તેમના સૌંદર્યે કાયમ તેમને લોકોની નજરોમાં જાળવી રાખ્યાં.

આ છે ફેવરિટ સ્ટાર્સ

આ છે ફેવરિટ સ્ટાર્સ

કૅટ બાદ કરીના કપૂર પણ યુવાનોમાં લોકપ્રિય છે. કરીનનામાં સૌંદર્ય સાથે અભિનય કૌશલ્ય પણ છે. જોકે કેટલાંક યુવાઓ તેમના લગ્ન થતાં નારાજ છે અને તેમનું કહેવું છે કે સૈફ સાથે કરીનાની જોડી જામતી નથી, પરંતુ આમ છતાં કરીનાને પસંદ કરવાનું કારણ છે તેમની એક્ટિંગ અને તેમની બિંદાસ્ત વાતો.

આ છે ફેવરિટ સ્ટાર્સ

આ છે ફેવરિટ સ્ટાર્સ

સોનમ કપૂર ભલે પોતાની એક્ટિંગના બળે ચર્ચામાં ન રહેતા હોય, પરંતુ પોતાના વિવાદોના પગલે જરૂર તેઓ ચર્ચામાં રહે છે. સોનમનું ફૅશન સેંસ તથા તેમની બીજી અભિનેત્રીઓ ઉપર ટિપ્પણીઓ કરવાની ટેવ પણ તેમને ચર્ચામાં રાખે છે. છોકરીઓ તેમના ફૅશન સેંસને લઈને તેમની ફૅન છે અને છોકરાઓ તેમના સૌંદર્યના કારણે.

આ છે ફેવરિટ સ્ટાર્સ

આ છે ફેવરિટ સ્ટાર્સ

જો વાત કરવામાં આવે બૉલીવુડના સૌથી ટૅલેંટેડ એક્ટ્રેસની, તો યુવાનોનો જવાબ હતો પ્રિયંકા ચોપરા. પ્રિયંકાએ કાયમ પોતાના શ્રેષ્ઠ અભિનય કૌશલ્ય દ્વારા લોકોને ઇમ્પ્રેસ કર્યા છે. તાજેતરમાં તેમની બર્ફી ફિલ્મ ઑસ્કાર માટે નૉમિનેટ પણ કરાઈ. પ્રિયંકા એક સામાન્ય દેખાતાં અભિનેત્રી છે, પરંતુ તેમની એક્ટિંગ સાચે જ કમાલની છે.

આ છે ફેવરિટ સ્ટાર્સ

આ છે ફેવરિટ સ્ટાર્સ

અજય દેવગણ સાથે લગ્ન બાદ ભલે કાજોલે બૉલીવુડમાં દેખાવાનું ઓછું કર્યું હોય, પરંતુ આજે પણ યૂથ તેમને મોટા બડદે જોવા માટે આતુર રહે છે. કાજોલ અને શાહરુખની જોડીએ બૉક્સ ઑફિસે જે ઇતિહાસ સર્જ્યા છે, તે આજે પણ યુવાનોના દિલમાં વસે છે. આજના યુવાનો કાજોલ તથા શાહરુખની જોડીને પોતાની ડ્રીમ જોડી ગણે છે.

આ છે ફેવરિટ સ્ટાર્સ

આ છે ફેવરિટ સ્ટાર્સ

ઐશ્વર્યા રાય આજકાલ બૉલીવુડમાંથી ગાયબ જેવા થઈ ગયાં છે, પરંતુ હકીકત તો એ છે કે પોતાના સૌંદર્યના કારણે તેઓ આજે પણ યૂથની મનગમતી અભિનેત્રીઓમાંના એક છે. એક બાળકીના માતા હોવા છતાં આજે પણ ઐશ આગળ બાકીની તમામ અભિનેત્રીઓ પાણી ભરે છે.

English summary
National Youth day celebrated in India on 12 January. On this youth day we interacted with some youngsters of India and asked about their favorite actor actresses. Mostly people like Salman Kahn, Shahrukh khan and Aamir khan and their Favorite actresses are Katrina, Kareen and Priyanka Chopra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more