સલમાન ખાને આહિલ સાથે બર્થડે કેક કાપી મનાવ્યો 54મો જન્મદિવસ, જુઓ પાર્ટીના ફોટા
આજે સલમાન ખાનનો 54મો જન્મદિવસ છે જેની ઉજવણી કાલે રાતથી જ સોહેલ ખાનના ઘરે શરૂ થઈ ગઈ હતી. આ પાર્ટીમાં બોલિવુડના લગભગ બધા મોટા સ્ટાર્સ આવ્યા. જુઓ ફોટા...
આજે સલમાન ખાનનો 54મો જન્મદિવસ છે જેની ઉજવણી કાલે રાતથી જ સોહેલ ખાનના ઘરે શરૂ થઈ ગઈ હતી. આ પાર્ટીમાં બોલિવુડના લગભગ બધા મોટા સ્ટાર્સ આવ્યા. આમ તો સલમાન ખાન દર વર્ષે પોતાનો જન્મદિવસ પોતાના પનવેલવાલા ગેસ્ટહાઉસમાં મનાવે છે પરંતુ આ વર્ષે પ્લાન બદલી દેવામાં આવ્યો. વાસ્તવમાં સલમાન ખાનની બહેન અર્પિતા, આજે જ સી સેક્શન ડિલીવરી સાથે પોતાના બાળકને જન્મ આપશે કારણકે તે ઈચ્છે છે કે તેનુ બાળક પોતાના સલમાન મામૂની સાથે પોતાનો બર્થડે શેર કરે. એટલા માટે પાર્ટી કાલે રાતે જ સોહેલના ઘરે રાખવામાં આવી. સલમાન ખાને ભાણિયા આહિલ સાથે પોતાની બર્થડે કેક કાપી.

વીડિયો વાયરલ
કેક કાપતી વખતે સલમાન ખાનનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જ્યાં સલમાન ખાનના બધા નજીકના દોસ્ત અને પરિવાર તેમના માટે તાળીઓ વગાડતા દેખાઈ રહ્યા છે જેમાં સૌથી આગળ દેખાઈ રહી છે સલમાન ખાનની ખાસ દોસ્ત યુલિયા વંતૂર. જો કે ઘણા સમયથી સલમાન અને યુલિયા એક સાથે ઓછા દેખાય છે. જુઓ આ પાર્ટીના ફોટા -
|
બોલિવુડ સ્ટાર્સ
બોલિવુડ સ્ટાર્સથી ભરેલી પાર્ટીના ફોટા જુઓ.

આવતા જ માન્યો આભાર
સલમાન ખાને પાર્ટીમાં આવતા જ પહેલા મીડિયાનો આભાર માન્યો અને આરામથી પોતાના ફોટા પડાવ્યા.

હુડ હુડ દબંગ
સલમાન ખાનની દબંગ 3 સ્ટાર સોનાક્ષી સિન્હા અને તેના જીજાજી આયુષ શર્માએ પણ તેમની સાથે જ પાર્ટીમાં એન્ટ્રી લીધી.

કાપી કેક
સલમાન ખાને મીડિયા સાથે પણ કેક કાપી. આ પ્રસંગે તેમની સાથે દબંગ 3ના સ્ટાર કિચ્ચા સુદીપ પણ દેખાયા.

રજ્જોએ કર્યુ મોઢુ મીઠુ
કેક કાપતા જ સલમાન ખાને પોતાની દબંગ 3ની સ્ટાર સોનાક્ષી સિન્હા એટલે કે ચુલબુલ પાંડેની મિસીઝનુ મોઢુ પણ મીઠુ કરાવ્યુ.

ઉફ્ફ કેટરીના
આ પાર્ટીમાં કેટરીના કૈફ એકદમ ખીલેલા ફૂલની જેમ પહોંચી. તેને જોઈને કોઈની નજર તેનાથી હટી નહિ.

ખાસ દોસ્ત પાર્ટીમાં પહોંચી
સલમાન ખાનને સૌથી સારી દોસ્ત સંગીતા બિજલાણી અને સલમાન ખાનની ખાસ દોસ્ત યુલિયા વંતૂર.

પપ્પા વિના કેવી પાર્ટી
પપ્પા સલીમ ખાન પણ આ જન્મદિવસની ઉજવણીમાં ભાગ લેવા પહોંચ્યા.

આખો પરિવાર
સલમાન ખાનનો આખો પરિવાર તેમના 54માં જન્મદિવસ પર તેમની સાથે પાર્ટી કરવા હાજર હતો.

દોસ્તોએ વધારી રોનક
પાર્ટીમાં પહોંચી રવીના ટંડન અને વિદ્યા બાલન.

નવા સ્ટાર્સ
ડેઈઝી શાહ અને ઝકીર ઈકબાલ. સલમાને ડેઈઝીને જય હોથી અને ઝહીરને નોટબુકથ લૉન્ચ કર્યો હતો.












Click it and Unblock the Notifications
