Pics : હેલમેટ વગર બાઇક ચલાવી રહ્યાં છે, સલમાન ફરી ફસાશે?
મુંબઈ, 16 ઑક્ટોબર : સલમાન ખાન અને વિવાદ એક-બીજાની આગળ-પાછળ રહે છે. હવે સલમાન ખાન હેલમેટ વગર બાઇક ચલાવી રહ્યાં છે. શું લાગે છે? વધુ એક કેસ થશે તેમની વિરુદ્ધ? હિટ એન્ડ રન અને કાળિયાર પ્રકરણમાં પહેલાથી જ ફસાયેલા સલમાન ખાન હવે ટ્રૅફિક પોલીસના શકંજામાં આવશે?
નહીં ભાઈ નહીં... એવું કંઈ નથી. સલમાન ખાન આજકાલ મુંબઈમાં હેલમેટ વગર બાઇક ચલાવી રહ્યાં છે, પરંતુ ચિંતાની કોઈ વાત નથી. મુંબઈ ટ્રૅફિક પોલીસ તેમને કંઈ નહીં કરે, કારણ કે તેઓ પોતાની આવનાર ફિલ્મ જય હો માટેનું શૂટિંગ કરી રહ્યાં છે. તાજેતરમાં જ જય હો ફિલ્મનું શૂટિંગ શરૂ થયું છે. મહેબુબ સ્ટુડિયો ખાતે શરૂ થયેલા શૂટિંગ દરમિયાન સલમાન ખાનની અમિતાભ બચ્ચન સાથે મુલાકાત પણ થઈ હતી કે જેઓ પોતાની આવનાર ફિલ્મ ભૂતનાથ 2 માટેના શૂટિંગ અર્થે પહોંચ્યા હતાં.
નોંધનીય છે કે જય હો એટલે મેંટલ. સોહેલ ખાનની મેંટલ ફિલ્મનું નામ હવે જય હો થઈ ગયું છે. ફિલ્મમાં સલમાન ખાન ઉપરાંત ડૅઝી શાહ, સના ખાન, ડૅની તથા તબ્બુ જેવા કલાકારો છે.
આવો તસવીરોમાં જોઇએ સલમાન ખાન અને જય હો ફિલ્મના સેટની તસવીરો :

સોહેલ ખાન દિગ્દર્શક
જય હો ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક સોહેલ ખાન છે. ફિલ્મમાં સલમાન ખાન ઉપરાંત ડેઝી શાહ, તબ્બુ, અશ્મિત પટેલ તથા બિગ બૉસથી પ્રસિદ્ધ થયેલ તેમજ તાજેતરમાં અપહરણ કેસમાં ચર્ચિત થયેલ સના ખાન પણ છે.

આવતા વર્ષે રિલીઝ
ફિલ્મમાં મુખ્ય વિલન ડૅની છે કે જેઓ લાંબા સમય બાદ બૉલીવુડમાં ફિલ્મમાં કામ કરી રહ્યાં છે. મેંટલ ફિલ્મ 24મી જાન્યુઆરી, 2014ના રોજ રિલીઝ થવાની શક્યતા છે.

મુંઝવણમાં મેંટલ
જય હો ફિલ્મનું નામ અગાઉ મેંટલ હતું, પરંતુ સલમાન ખાન આ નામ સાથે મુંઝવણ અનુભવતા હતાં. તેથી સોહેલ ખાને હવે મેંટલ ફિલ્મનું નામ બદલી જય હો કરી નાંખ્યું છે.

બસ્સો ડાન્સરો સાથે ડાન્સ
સલમાન ખાન જય હો ફિલ્મમાં 200 ડાન્સરો સાથે ડાન્સ કરતાં દેખાશે.

તેલુગુની રીમેક
જય હો તેલુગુ ફિલ્મ સ્ટાલિનની રીમેક છે. તેનું શૂટિંગ હૈદરાબાદ ખાતેની રામોજી ફિલ્મ સિટીમાં પણ થયુ હતું. હાલ તેનું શૂટિંગ મુંબઈના મહેબુબ સ્ટુડિયો ખાતે થઈ રહ્યું છે.












Click it and Unblock the Notifications
