રેસ 3 ટીમ સાથે સલમાને કરી જોરદાર પાર્ટી, જુઓ તસવીરો

Posted By:
Subscribe to Oneindia News

સલમાન ખાનને કાળા હરણ મામલે જામીન મળી ચુક્યા છે. 2 દિવસ જેલમાં વિતાવ્યા પછી સલમાન ખાન શનિવારે મુંબઈ પોતાના ઘરે આવી ગયા હતા. જ્યાં ઘણી બોલિવૂડ સેલિબ્રિટી ઘ્વારા તેમની સાથે મુલાકાત કરવામાં આવી. જેમાં રેસ 3 સ્ટારકાસ્ટ પણ શામિલ હતી. એટલું જ નહીં પરંતુ રવિવારે સલમાન ખાને પોતાના રેસ 3 કો-સ્ટાર શાકિબ સલીમની બર્થ ડે પાર્ટી પણ અટેન્ડ કરી હતી.

અહીં સલમાન ખાન સાથે રિતેશ દેશમુખ અને બોબી દેઓલ પણ જોવા મળ્યા હતા. એટલું જ નહીં પરંતુ પાર્ટીમાં સલમાન ખાનની કેટલીક તસવીરો પણ વાયરલ થયી હતી. સલમાન ખાન પાર્ટીમાં ખુબ જ સારા મસ્તીના મૂડમાં દેખાઈ રહ્યા હતા. સલમાન ખાનને ખુશ જોઈને તેમના ફેન્સ પણ ખુશ થશે.

મસ્તીના મૂડમાં

મસ્તીના મૂડમાં

સલમાન ખાન ફેન્સ તેમના જેલ જવાથી નિરાશ થઇ ગયા હતા. જયારે સલમાન ખાનને જામીન મળ્યા ત્યારે ફેન્સ ઘ્વારા તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. શાકિબ સલીમની બર્થ ડે પાર્ટીમાં સલમાન ખાનની ખાસ દોસ્ત લુલિયા વંતૂર પણ હાજર હતી.

પાટીમાં જઈ રહેલા સલમાન ખાન

પાટીમાં જઈ રહેલા સલમાન ખાન

શાકિબ સલીમની બર્થ ડે પાર્ટીમાં જઈ રહેલા સલમાન ખાન, રિતેશ દેશમુખ અને બોબી દેઓલ.

લુલિયા વંતૂર

લુલિયા વંતૂર

પાર્ટી અટેન્ડ કર્યા પછી સલમાન ખાન પોતાની ખાસ મિત્ર લુલિયા વંતૂર સાથે એક કારમાં નીકળ્યા.

રેસ 3

રેસ 3

આપને જણાવી દઈએ કે રેસ 3 ફિલ્મની શૂટિંગ લગભગ પુરી થઇ ચુકી છે. ખાલી 5 દિવસનું શૂટિંગ બાકી રહ્યું છે. જેને એપ્રિલના અંત સુધીમાં પૂરું કરી દેવામાં આવશે.

બિલકુલ અલગ ટીમ

બિલકુલ અલગ ટીમ

રેસ 3 પહેલી બે રેસ ફિલ્મોથી બિલકુલ અલગ છે. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે જેકલીન ફર્નાન્ડિઝ, ડેઝી શાહ, બોબી દેઓલ, અનિલ કપૂર અને શાકિબ સલીમ જોવા મળશે.

ટ્રેલરની રાહ

ટ્રેલરની રાહ

રિપોર્ટ અનુસાર એપ્રિલ મહિનામાં ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવશે/ આપને જણાવી દઈએ કે રેસ 3 ઈદ પર એટલે કે 15 જૂને રિલીઝ થઇ રહી છે.

English summary
Salman Khan has a blast in Saqib Saleem’s birthday party along with actors Riteish Deshmukh and Bobby Deol and other Race 3 cast.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.