બ્રાજીલની ખૂબસૂરત મોડલ બ્રૂના અબ્દુલ્લાને હિન્દી શિખવી રહ્યો છે સલમાન
નવી દિલ્હી, 15 જુલાઇ: બ્રાજીલની જાણીતી મોડલ બ્રૂના અબ્દુલ્લા ફરી એકવાર ચર્ચામાં આવી ગઇ છે. ડીએનએના જણાવ્યા અનુસાર સલમાન ખાન મેંટલ ફિલ્મમાં બ્રૂના અબ્દુલ્લાના રોલ માટે હિન્દી શીખવામાં મદદ કરી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બ્રૂના અબ્દુલ્લા આ ફિલ્મમાં નાનું પાત્ર ભજવી રહી છે. ફિલ્મની ઓફર તેમને સોહેલ ખાન પ્રોડક્શંસ દ્વારા આપવામાં આવી હતી.
સમાચારોનું માનીએ તો બ્રૂના અબ્દુલ્લાને આ રોલ મળતાં જ તેમને હા કરી દીધી હતી કારણ કે સલમાન ખાનની સાથે કામ કરવાની તક ગુમાવવા માંગતી નથી. સલમાન ખાન હિન્દી શીખવાડવાના મુદ્દે બ્રૂના અબ્દુલ્લાની હિન્દી ટીચર ઉજ્જવલાથી વધુ ઉપયોગી સાબિત થઇ રહ્યાં છે.

બ્રૂના અબ્દુલ્લા સૌથી પહેલાં ફિલ્મ દેશી બોયસમાં ગીત 'સૂબહ હોને ન દે...'માં જોવા મળી હતી. બ્રૂના અબ્દુલ્લા ચર્ચામાં ત્યારે આવી જ્યારે સલમાન ખાનની સાથે તેમની નિકટતાની ચર્ચા શરૂ થઇ. પરંતુ સલમાન ખાન અને તેમનો સાથ લાંબા સમય સુધી ચાલ્યો નથી.












Click it and Unblock the Notifications
