જય હો : પહેલા જ દિવસે 20 કરોડની કમાણી
મુંબઈ, 25 જાન્યુઆરી : શુક્રવારે રૂપેરી પડદે રિલીઝ થયેલી સલમાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ જય હોને શાનદાર ઓપનિંગ મળી છે. ઉત્તરપ્રદેશ, દિલ્હી અને બિહારમાં તો ફિલ્મે પહેલા જ દિવસે જોરદાર કમાણી કરી છે. પહેલા દિવસના કલેક્શનની વાત કરીએ, તો 110 કરોડના ખર્ચે નિર્મિત જય હો ફિલ્મે પહેલા જ દિવસે 20 કરોડની કમાણી કરી લીધી છે અને ફિલ્મ સમીક્ષકોની દૃષ્ટિએ સલમાન ખાનની આ ફિલ્મ વીકેન્ડે જોરદાર કમાણી કરશે તથા 200 કરોડના આંકડાને સરળતાથી આંબી જશે.

નોંધનીય છે કે જય હો ફિલ્મનું નિર્માણ-દિગ્દર્શન સોહેલ ખાને કર્યું છે. જય હોમાં સલમાન ખાન ઉપરાંત ડૅઝી શાહ, તબ્બુ, સના ખાન, ડૅની, સુનીલ શેટ્ટી પણ મહત્વની ભૂમિકાઓમાં છે. જય હો વર્ષ 2006માં આવેલી ચિરંજીવી અભિનીત તેલુગુ ફિલ્મ સ્ટાલિનની રીમેક છે. ફિલ્મમાં સામાન્ય પ્રજા માટે એક મૅસેજ છે કે જેમાં ભ્રષ્ટ વહિવટીતંત્ર બતાવાયું છે.












Click it and Unblock the Notifications
