સલમાને રિપોર્ટરને કહ્યું, વધારે ઉડવાની જરૂર નથી...

Posted By:
Subscribe to Oneindia News

સલમાન ખાન બોલિવૂડના દબંગ ખાન કહેવાય છે, તેઓ જેટલા ખુશ મિજાજી છે, એટલા જ ગુસ્સાવાળા અને મૂડી પણ છે. તેમનો મૂડ ક્યારે બદલાઇ જાય, કોઇ કહી ના શકે. થોડા સમય પહેલા એક રિપોર્ટરને સલમાનના આ મૂડી નેચરનો પરચો મળ્યો હતો. થોડા દવિસો પહેલાં સલમાને પોતાની બ્રાન્ડ બીઇંગ હ્યુમનની ઇ-સાઇકલ લોન્ચ કરી હતી. આ ઇવેન્ટમાં સલમાન ઉપરાંત સોહેલ ખાન, અર્પિતા અને અરબાઝ ખાન પણ હાજર રહ્યા હતા.

ટ્યૂબલાઇટ અંગે સવાલ

ટ્યૂબલાઇટ અંગે સવાલ

ઇવેન્ટ હતી બીઇંગ હ્યુમનની ઇ-સાયકલ લોન્ચની. આ દરમિયાન સલમાનને એક રિપોર્ટરે તેમની આગામી ફિલ્મ ટ્યૂબલાઇટ અંગે એક સવાલ પૂછી લીધો હતો. રિપોર્ટરે સલમાનને ફિલ્મના શૂટિંગ દરમિયાનની તેમની અને સોહેલની પર્સનલ મોમેન્ટ અંગે પૂછ્યું હતું.

ઇરિટેટ થયા સલમાન

ઇરિટેટ થયા સલમાન

આ સવાલનો જવાબ આપતાં સલમાન ખાન થોડા ઇરિટેટ થઇ ગયા હતા. તેમણે કહ્યું કે, આ ફિલ્મમાં અમારી કોઇ પર્સનલ મોમેન્ટ નહોતી. જ્યારે ફિલ્મના સિનનું શૂટિંગ પૂરું થઇ જતું હતું, ખાસ કરીને એક્શન સિનનું, તે પછી હું અને સોહેલ સાથે ખાસો સારો સમય પસાર કરતા હતા. ત્યાર બાદ સલમાને રમૂજી અંદાજમાં આગળ કહ્યું, ભાઇ તમે તો તમારા સવાલથી આહિલને ડરાવી દીધો!

આહિલ અને સલમાન

આહિલ અને સલમાન

આ ઇવેન્ટમાં સલમાનની બહેન અર્પિતા ખાન તેના પુત્ર આહિલ સાથે પહોંચી હતી. સલમાન ખાનને આહિલ ખૂબ પ્રિય છે. આ ઇવેન્ટમાં પણ સલમાન અને આહિલની કેટલીક ક્યૂટ મોમેન્ટ્સ જોવા મળી હતી. સલમાન આમ તો ખુશ હતા, પરંતુ એ જ રિપોર્ટરના અન્ય એક સવાલે તેમને વધુ ભડકાવી દીધા.

બીજા સવાલ પર ભડક્યા સલમાન

બીજા સવાલ પર ભડક્યા સલમાન

સોહેલ-સલમાનની પર્સનલ મોમેન્ટ અંગે પૂછનાર પત્રકારના જ બીજા સવાલ પર સલમાન ખાન ભડકી ગયા હતા. પત્રકારે સલમાનને તેમની ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની અંગે સવાલ કરતાં સલમાન ભડકી ઉઠ્યા હતા. સલમાને અધ-વચ્ચે રિપોર્ટરને સવાલ પૂછતો અટકાવી દીધો હતો.

વધારે ઉડવાની જરૂર નથી..

વધારે ઉડવાની જરૂર નથી..

સલમાને એ રિપોર્ટરને કહ્યું, ભાઇ તમે વધારે ઉડો નહીં, અત્યારે તમે આ ઇવેન્ટ વિશે જ વાત કરો. બીઇંગ હ્યુમનના પ્રમોશનમાં તમે મને ટ્યૂબલાઇટ અંગે સવાલ કરી રહ્યાં છો, હવે તમે ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની પર પહોંચી ગયા. શું તમે મારું કામ મેનેજ કરશો? સલમાને આમ તો આ વાતો હસવામાં કહી હતી, પરંતુ તેઓ થોડા નારાજ ચોક્કસ થઇ ગયા હતા.

સલ્લુની મેનેજમેન્ટ કંપનીમાં કેટરિના

સલ્લુની મેનેજમેન્ટ કંપનીમાં કેટરિના

કહેવાઇ રહ્યું છે કે, કેટરિના કૈફ હાલ જે મેનેજમેન્ટ કંપની સાથે જોડાયેલી છે, એ છોડીને જલ્દી જ સલમાનની નવી લોન્ચ થનાર મેનેજમેન્ટ કંપની સાથે જોડાનાર છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા દિવસોથી સલમાન અને કેટરિનાની મિત્રતા સતત સમાચારોમાં ચમકી રહી છે.

ગર્લફ્રેન્ડ સાથે સલમાન

ગર્લફ્રેન્ડ સાથે સલમાન

આ ઇવેન્ટ બાદ સલમાન સીધા જ પોતાની કથિત ગર્લફ્રેન્ડ લૂલિયાને મળવા પહોંચ્યા હતા. સલમાન અને લૂલિયાને મોડી રાત્રે અર્પિતાના ઘરની બહાર સ્પોટ કરવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા સમયથી સલમાન અને લૂલિયાના અફેરની ખબરો આવી રહી છે. સલમાનના ઘણા ફેમિલી ફંક્શન અને હોલિડે ફોટોમાં લૂલિયા જોવા મળે છે.

English summary
Salman Khan Lost His Cool On Reporter During Being Human Cycle Launch.
Please Wait while comments are loading...