સલમાન ખાન માટે ખરાબ સમાચાર, બીઇંગ હ્યુમન બ્લેકલિસ્ટેડ

Posted By:
Subscribe to Oneindia News

ફિલ્મો પછી સલમાન ખાન ના દિલની નજીક કઈ હોય તો તે એનજીઓ બીઇંગ હ્યુમન છે. સલમાન ખાન બીઇંગ હ્યુમન ઘ્વારા ઘણી ચેરિટી કરે છે. એટલું જ નહીં પરંતુ પોતાની કમાણીનો 90 ટકા હિસ્સો તેઓ બીઇંગ હ્યુમન ચેરિટીમાં આપે છે. સલમાન ખાન જાતે પણ આ વાતનો સ્વીકાર કરી ચુક્યા છે.

પરંતુ હવે સલમાન ખાન માટે એક ખરાબ સમાચાર આવી રહ્યા છે જેના વિશે ચોક્કસ સલમાન ખાન ચિંતિત છે. સલમાન ખાન એનજીઓ બીઇંગ હ્યુમન બીએમસી ઘ્વારા બ્લેકલિસ્ટેડ કરી દેવામાં આવ્યું છે. ખરેખર માં બીઇંગ હ્યુમન તેમના ઘ્વારા કરવામાં આવેલા વચનોને પુરા કરવામાં અસફળ રહી છે એટલા માટે તેને બ્લેકલિસ્ટેડ કરવામાં આવી રહ્યું છે.

બીઇંગ હ્યુમન ઘ્વારા 12 ડાયાલીસીસ સેન્ટર ખોલવાનું વચન

બીઇંગ હ્યુમન ઘ્વારા 12 ડાયાલીસીસ સેન્ટર ખોલવાનું વચન

સલમાન ખાન એનજીઓ બીઇંગ હ્યુમન ઘ્વારા 12 ડાયાલીસીસ સેન્ટર ખોલવાનું વચન આપવામાં આવ્યું હતું જેમાં ઉપચારની કિંમત 350 રૂપિયા રાખવામાં આવી હતી. પરંતુ બધી જ પ્રક્રિયા પુરી કર્યા પછી પણ એનજીઓ પોતાનું વચન પૂરું કરી શક્યું નહીં. બીએમસી ઘ્વારા જણાવવામાં આવ્યું કે બીઇંગ હ્યુમન ને બ્લેકલિસ્ટેડ કરવા માટે પહેલા પણ ચેતવણી આપવામાં આવી ચુકી છે.

સલમાન ખાન એનજીઓ બીઇંગ હ્યુમન

સલમાન ખાન એનજીઓ બીઇંગ હ્યુમન

સલમાન ખાન એનજીઓ બીઇંગ હ્યુમન ઘ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું કે સિવિક બોડી પોતાની કેટલીક પ્રક્રિયા પુરી કરવામાં અસફળ રહી છે. એટલા માટે ડાયાલીસીસ સેન્ટર ખુલી શક્યું નહીં. હજુ સુધી સલમાન ખાન ઘ્વારા આ મુદ્દે કઈ પણ જણાવવામાં આવ્યું નથી.

સલમાન ખાન માટે આ ખબર ખુબ જ શોકિંગ

સલમાન ખાન માટે આ ખબર ખુબ જ શોકિંગ

આ વાતમાં કોઈ જ શંકા નથી કે સલમાન ખાન માટે આ ખબર ખુબ જ શોકિંગ છે કારણકે સલમાન ખાનનું એનજીઓ ખાલી ફેમસ જ નહીં પરંતુ સમાજસેવા ના ઘણા કામ માટે જાણીતું પણ છે. બીઇંગ હ્યુમન આગળ કેવા પગલાં ભરે છે તેના વિશે તો સમય જ બતાવશે.

સલમાન ખાનની ફિલ્મો

સલમાન ખાનની ફિલ્મો

જો સલમાન ખાનની ફિલ્મો વિશે વાત કરવામાં આવે તો તેઓ હાલમાં તેમની ફિલ્મ રેસ 3 શૂટિંગમાં વ્યસ્ત છે. તેના સિવાય સલમાન ખાન આ વર્ષે ત્રણ ફિલ્મોમાં કેમીયો કરતા જોવા મળશે જેમાં શાહરુખ ખાનની ફિલ્મ ઝીરો, યમલ પગલા દિવાના અને વેલકમ ટુ ન્યુયોર્ક જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

English summary
Salman Khan NGO Being human might get blacklisted know details.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.