સલમાન ખાનના બોડીગાર્ડ શેરાને મળી રાહત, લાગ્યો હતો મારપીટનો આરોપ

Subscribe to Oneindia News

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાને છેવટે રાહત મળી ગઇ છે. શેરા પર થોડા દિવસ પહેલા મારપીટનો કેસ ફાઇલ કરવામાં આવ્યો હતો. જે ખોટો સાબિત થયો છે. તમને જણાવી દઇએ કે એક શખ્શે શેરા પર ગયા મંગળવારે મારપીટનો આરોપ લગાવ્યો હતો.

shera


તેનું કહેવુ હતુ કે શેરાએ તેની સાથે મારપીટ કરી હતી અને પિસ્તોલ બતાવીને ધમાકી પણ આપી હતી. પરંતુ જ્યારે પોલિસે તપાસ કરી તો આ બધા આરોપ ખોટા સાબિત થયા અને શેરાને રાહત મળી ગઇ. તમને જણાવી દઇએ કે શેરા પર જ્યારે આ આરોપ લાગ્યા હતા ત્યારે શેરાએ પોતાની સફાઇમાં કહ્યુ હતુ કે આવી કોઇ ઘટના તે સમયે બની જ નહોતી.

શેરાએ જણાવ્યુ હતુ કે માત્ર વાત થઇ હતી, મારામારી જેવી કોઇ ઘટના ત્યારે બની નહોતી. ઉલ્લેખનીય છે કે ડીએન નગર પોલિસ સ્ટેશનમાં શેરા સામે આઇપીસીની ધારા 326, 503 અને 504 હેઠળ કેસ ફાઇલ કરવામાં આવ્યો હતો.

English summary
Salman Khan's bodyguard gets clean chit in assault case.
Please Wait while comments are loading...