સલમાનના બોડીગાર્ડ શેરાએ મારપીટનો કર્યો ઇનકાર

Subscribe to Oneindia News

સલમાન ખાનના બોડીગાર્ડ શેરા પર કાલે એક શખ્શ સાથે મારપીટ કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલિસે તેની ધરપકડ કરી હતી. આજે ફાઇનલી આ મામલે શેરાએ પોતાનું મૌન તોડ્યુ છે. શેરાએ આ દરમિયાન ખરેખર શું બન્યુ હતુ તે જણાવ્યું. શેરાએ કહ્યુ કે મંગળવારે રાતે આવુ કંઇ પણ થયુ જ નહોતુ.

shera


તેણે વધુમાં જણાવ્યુ કે એ વખતે હું મારા દોસ્તને મળવા કોકિલાબેન હોસ્પિટલ જઇ રહ્યો હતો. ત્યારબાદ તેની ફોન પર વાતચીત ચાલી રહી હતી પરંતુ કોઇ સાથે મારપીટ થઇ નહોતી. પોલિસ સવારે મારા ઘરે આવી અને મને તેમની સાથે પોલિસ સ્ટેશન લઇ ગઇ. મારી સામે કેસ કેમ થયો તેની મને કોઇ જાણકારી નથી. ઉલ્લેખનીય છે કે શેરા પર પીડિતોને થપ્પડ મારવા અને હાડકુ તોડી નાખવાનો આરોપ છે. આ ઉપરાંત બંદૂક કાઢીને પીડિતને ધમકાવવાનો પણ આરોપ છે. આ કેસ મુંબઇના ડીએનએ નગર પોલિસ સ્ટેશનમાં ફાઇલ કરવામાં આવ્યો છે. આઇપીસીની ધારા 323 અને 326 હેઠળ કેસ ફાઇલ કરાયો છે. પરંતુ શેરાનુ કહેવુ છે કે આવી કોઇ ઘટના બની જ નથી.

English summary
Salman Khan’s bodyguard Shera finally speaks up on assault charges
Please Wait while comments are loading...