સો કરોડી જય હો માટે સિદ્ધિ વિનાયક મંદિરે પહોંચ્યાં સલમાન!

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 10 ફેબ્રુઆરી : બૉલીવુડ અભિનેતા દબંગ સલમાન ખાન તાજેતરમાં જ મુંબઈના પ્રખ્યાત સિદ્ધિ વિનાયક મંદિરે પહોંચી ગયાં. તેમની સાથે જય હો ફિલ્મની સ્ટાર કાસ્ટપણ હતી. સલમાન ખાને જય હો ફિલ્મ સો કરોડ ક્લબમાં જોડાવા બદલ ભગવાનનો આભાર વ્યક્ત કરવાં સિદ્ધિ વિનાયક મંદિરની મુલાકાત લીધી.

મળતી માહિતી મુજબ જય હો ફિલ્મ ભલે સલમાન અને તેમના સ્ટારડમને જોતાં નબળી રહી હોય, પણ સલમાન ખાન એ બાબતથી રાહત અનુભવે છે કે વર્ષ 2014ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ અત્યાર સુધી જય હો જ રહી છી. સલમાન ખાને સિદ્ધિ વિનાયકના નામનો દુપટ્ટો પહેરેલુ હતું. તેમના હાથે તેમની લકી ચાર્મ બ્રેસલેટ પણ હતું. જય હો ફિલ્મના અભિનેત્રી ડૅઝી શાહ તથા સલમાનના બહેન અર્પિતાએ પણ સિદ્ધિ વિનાયક સામે માથુ ટેકવ્યું.

સલમાન ખાન એમ પણ પોતાની ગણપતિ ભક્તિ માટે જાણીતા છે. તેઓ દર વર્ષે ગણેશ ચતુર્થી પ્રસંગે પોતાના ઘરે ગણેશ પ્રતિમાની સ્થાપના પણ કરે છે. જય હો ફિલ્મની સફળતા બાદ સલમાન ખાન સિદ્ધિ વિનાયક મંદિરે માથુ ટેકવવા પહોંચ્યાં. સૌહેલ ખાન દિગ્દર્શિત જય હો ફિલ્મ ડોમેસ્ટિક બૉક્સ ઑફિસે 100 કરોડનો વ્યવસાય કરી ચુકી છે. તેલુગુ ફિલ્મ સ્ટાલિનની રીમેક જય હોમાં તબ્બુ, સના ખાન, ડૅની, સુનીલ શેટ્ટી પણ છે.

ચાલો તસવીરોમાં જોઇએ સલમાન ખાનની સિદ્ધિ વિનાયક મંદિરની મુલાકાત :

સલમાન@સિદ્ધિ વિનાયક

સલમાન@સિદ્ધિ વિનાયક

બૉલીવુડ અભિનેતા દબંગ સલમાન ખાન તાજેતરમાં જ મુંબઈના પ્રખ્યાત સિદ્ધિ વિનાયક મંદિરે પહોંચી ગયાં. તેમની સાથે જય હો ફિલ્મની સ્ટાર કાસ્ટપણ હતી. આ ઉપરાંત નેસ વાડિયા તથા સિદ્ધિ વિનાયકમંદિરના પ્રમુખ સુભાષ માયેકર પણ હાજર રહ્યા હતાં.

આભાર વ્યક્ત કર્યો

આભાર વ્યક્ત કર્યો

સલમાન ખાને જય હો ફિલ્મ સો કરોડ ક્લબમાં જોડાતા ભગવાન પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.

જય હોને નબળી સફળતા

જય હોને નબળી સફળતા

સલમાન ખાન અને તેમના સ્ટારડમને જોતા જય હોને મળેલી સફળતા નબળી કહેવાય, પણ આમ છતાં ફિલ્મે સો કરોડ રુપિયા કમાવી લીધાં છે.

2014ની સૌથી સફળ ફિલ્મ

2014ની સૌથી સફળ ફિલ્મ

જય હો ભલે અપેક્ષિત સફળતા ન મેળવી શકી હોય, પણ હાલના તબક્કે તો 2014ની સૌથી સફળ અને વધુ કમાણી કરનાર ફિલ્મ જય હો જ છે.

આશીર્વાદ

આશીર્વાદ

સિદ્ધિ વિનાયક મંદિરના પુજારીએ સલમાનને ટીકો કરી આશીર્વાદ આપ્યા હતાં.

ગણેશ ભક્ત સલમાન

ગણેશ ભક્ત સલમાન

સલમાન ખાન એમ પણ પોતાની ગણપતિ ભક્તિ માટે જાણીતા છે. તેઓ દર વર્ષે ગણેશ ચતુર્થી પ્રસંગે પોતાના ઘરે ગણેશ પ્રતિમાની સ્થાપના પણ કરે છે. જય હો ફિલ્મની સફળતા બાદ સલમાન ખાન સિદ્ધિ વિનાયક મંદિરે માથુ ટેકવવા પહોંચ્યાં.

English summary
Salman Khan visits Siddhivinayak Temple with 'Jao Ho' co-star Daisy Shah.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.