સલમાન ખાન કરશે કેટરિના ની બહેન સાથે ડાન્સ, 20 વર્ષ જૂનું સોન્ગ

Posted By:
Subscribe to Oneindia News

કેટરિના કૈફ પોતાની બહેન ને બોલિવૂડમાં લોન્ચ કરશે અને તેના માટે સલમાન ખાન મદદ કરશે. સલમાન ખાન ની મદદ ઘ્વારા કેટરિના કૈફ પોતાની બહેન માટે બોલિવૂડમાં જગ્યા બનાવી રહી છે. જેના કારણે ઇઝાબેલ કૈફ ચર્ચામાં છે. હાલમાં ઇઝાબેલ અને સલમાન ખાન ન લઈને એક રસપ્રદ ખબર આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે બંને ખુબ જ જલ્દી સ્ક્રીન પણ નજર આવશે.

સલમાન ખાને પણ ઇઝાબેલ કૈફ ની મદદ કરવાનું નક્કી કર્યું છે. હાલમાં જ ખબર આવી હતી કે ઇઝાબેલ કૈફ બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. જેમાં તેની સાથે સુરજ પંચોલી જોવા મળશે. ફિલ્મને હિટ કરાવવા માટે સલમાન ખાન ફિલ્મમાં એક નાનો રોલ પણ કરી રહ્યા છે. જ્યારથી ઇઝાબેલ કૈફ અને સુરજ પંચોલી ની ફિલ્મ ટાઈમ ટુ ડાન્સ વિશે જાહેરાત કરવામાં આવી છે ત્યારથી ફિલ્મ ચર્ચામાં છે.

જણાવવામાં આવી રહ્યું છે કે ઇઝાબેલ કૈફ પોતાની ડેબ્યુ ફિલ્મમાં સલમાન ખાન સાથે ડાન્સ કરતી જોવા મળશે. આ ફિલ્મમાં સલમાન ખાન પોતાના 20 વર્ષ જુના સુપરહિટ સોન્ગ પર ઇઝાબેલ કૈફ સાથે ડાન્સ કરતા જોવા મળશે. આગળ જુઓ આખરે કયા હિટ સોન્ગ પર તેઓ ડાન્સ કરવા જઈ રહ્યા છે.

ફિલ્મ

ફિલ્મ

ઇઝાબેલ કૈફ પોતાની ડેબ્યુ ફિલ્મ ટાઈમ ટુ ડાન્સ માં સુરજ પંચોલી સાથે જોવા મળશે.

સલમાન કરશે ડાન્સ

સલમાન કરશે ડાન્સ

આ ફિલ્મમાં ઇઝાબેલ કૈફ સલમાન ખાન સાથે 20 વર્ષ જુના "પ્યાર કિયા તો ડરના ક્યાં" ફિલ્મના "ઓ ઓ જાને જાના" ગીત પણ ડાન્સ કરતા જોવા મળશે.

સલમાને પ્રોડ્યૂસ કરી હતી ફિલ્મ

સલમાને પ્રોડ્યૂસ કરી હતી ફિલ્મ

ઇઝાબેલ કૈફ ઘ્વારા પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કેનેડિયન ફિલ્મ ઘ્વારા કરવામાં આવી હતી. ઇઝાબેલ કૈફે વર્ષ 2014 દરમિયાન કેનેડિયન ફિલ્મ ડો. કેબી સાથે ડેબ્યુ કર્યો હતો.

14 વર્ષની ઉંમરથી મોડેલિંગ

14 વર્ષની ઉંમરથી મોડેલિંગ

31 વર્ષની ઇઝાબેલ કૈફ 14 વર્ષની ઉમર થી મોડેલિંગ કરી રહી છે અને ઘણા ફોટોશૂટનો હિસ્સો રહી ચુકી છે.

એક્ટિંગ કોર્સ કર્યો છે

એક્ટિંગ કોર્સ કર્યો છે

ઇઝાબેલ કૈફ ઘ્વારા ન્યુયોર્કમાં એક્ટિંગ કોર્સ કર્યો છે. તેઓ ફિલ્મોમાં પોતાની ઓળખ બનાવી ચુકી છે. પરંતુ હજુ સુધી બોલિવૂડમાં પોતાનો હાથ અજમાવી શકી નથી.

સોશ્યિલ મીડિયા પર બોલ્ડ ઇઝાબેલ કૈફ

સોશ્યિલ મીડિયા પર બોલ્ડ ઇઝાબેલ કૈફ

સોશ્યિલ મીડિયા પર ઇઝાબેલ કૈફ બોલ્ડ તસવીરો પણ શેર કરી રહે છે. તેની તસવીરો ફેન્સને ખુબ જ પસંદ પણ આવી રહી છે.

કેટરિના જેવી દેખાય છે ઇઝાબેલ કૈફ

કેટરિના જેવી દેખાય છે ઇઝાબેલ કૈફ

ઇઝાબેલ કૈફ ઘણા અંશે કેટરિના કૈફ જેવી દેખાય છે. સૌથી ખાસ વાત છે કે કેટરિના કૈફ જાતે જ પોતાની બહેનને લોન્ચ કરવા માટે મદદ કરી રહી છે.

English summary
Salman khan will dance with katrina kaif sister isabel her debut film.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.