ટ્યૂબલાઇટના ટ્રેલરની આ Mistake તમે નોટિસ કરી?

Posted By:
Subscribe to Oneindia News

સલમાન ખાનની ફિલ્મ ટ્યૂબલાઇટ આજ-કાલ ખૂબ ચર્ચામાં છે.આ ફિલ્મનું પોસ્ટર અને ટીઝર રિલીઝ થયું ત્યારે ફેન્સના ઉત્સાહનો પાર નહોતો. ગુરૂવારે ફાઇનલી આ ફિલ્મનું પ્રથમ ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. રાત્રે 8 વાગીને 59 મિનિટે સ્ટારની તમામ ચેનલો પર આ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ લખાય છે ત્યાં સુધીમાં ટ્રેલરને 2,15,93,258 વ્યૂ મળી ચૂક્યાં છે, પરંતુ ઘણા લોકો ટ્રેલરથી અસંતુષ્ટ છે.

ટ્રેલરની સૌથી મોટી ખામી

ટ્રેલરની સૌથી મોટી ખામી

ટ્રેલર ભાઇજાનના ફેન્સને ખૂબ પસંદ આવ્યું હશે, એમાં કોઇ શંકા નથી. પરંતુ તટસ્થ રીતે ટ્રેલર જોતાં ખ્યાલ આવે છે કે, બજરંગી ભાઇજાન અને ટ્યૂબલાઇટ વચ્ચે ઘણી સમાનતા છે. સલમાનના કેરેક્ટરનું ભોળપણ, નિર્દોષતા અને બાળકો સાથેની કેમેસ્ટ્રિ સિવાય પણ બંન્ને ફિલ્મો વચ્ચે ઘણી સમાનતા હોય એમ લાગી રહ્યું છે. સલમાન ખાન અને કબીર ખાને ધ્યાન રાખ્યું હોત તો તેઓ ટ્રેલરમાં આ સમાનતાઓ છુપાવી શક્યા હોત.

બજરંગી ભાઇજાન Vs. ટ્યૂબલાઇટ

બજરંગી ભાઇજાન Vs. ટ્યૂબલાઇટ

બજરંગીમાં સલમાન મુન્નીને મુકવા પાકિસ્તાન જાય છે, અહીં સલમાન પોતાના ભાઇને શોધવા ચીન જઇ રહ્યાં છે. બજરંગીમાં કરીના કપૂર સિવાય કોઇને સલમાન પર વિશ્વાસ નથી, આ ફિલ્મમાં સોહેલ સિવાય કોઇને સલમાન પર વિશ્વાસ નહીં હોય એમ લાગી રહ્યું છે. બજરંગીમાં ક્યૂટનેસ ફેક્ટર હતું 10 વર્ષની મુન્ની, તો આ ફિલ્મમાં છે 6 વર્ષના માર્ટિન. સલમાના કોશ્ચ્યૂમ પણ ખાસા સિમિલર લાગી રહ્યાં છે. આશા રાખીએ કે, આ સિવાય આ બંન્ને ફિલ્મોમાં બીજી કોઇ સમાનતા નહીં હોય.

ફિલ્મના પ્લસ-માઇનસ પોઇન્ટ્સ

ફિલ્મના પ્લસ-માઇનસ પોઇન્ટ્સ

લોકો અનુસાર ફિલ્મનું ટ્રેલર થોડું અધૂરું છે, જાણે ફિલ્મના કોઇ એક નાનકડા અધૂરા પ્રકરણને ટ્રેલર તરીકે રજુ કરવામાં આવ્યું હોય. સોહેલ ખાનનો વોર સિન ફેક લાગે છે. દર્શકો અનુસાર આ ફિલ્મનું ટિઝર વધુ સુંદર હતું, 2 મિનિટના ટ્રેલરમાં ફિલ્મની વાર્તા કે ટ્વીસ્ટ કશાનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. ટ્રેલરની માત્ર બે મુખ્ય ખૂબી છે, સલમાન ખાનના પાત્રની નિર્દોષતા અને શાહરૂખની ઝલક. જેને કારણે ફિલ્મ જોવાની ઉત્સુકતા જળવાઇ રહે છે.

ટ્યૂબલાઇટનું ટ્રેલર

અહીં જુઓ ટ્યૂબલાઇટનું ટ્રેલર અને જાતે નક્કી કરો કે આ ટ્રેલર કેવું છે. સલમાન ખાન અને કબીર ખાન પાસે લોકોને એટલી શ્રેષ્ઠ ફિલ્મની આશા છે કે, લોકોને તો મ્યૂઝિકથી પણ અસંતોષ છે. જો કે, ટ્રેલર લોન્ચમાં પ્રીતમે કહ્યું હતું તેમ, સલમાન માટે કોઇ પણ ગીત આપો એ સુપરહિટ જ જાય!

English summary
Salman Khans Tubelight trailer again gives Bajrangi Bhaijaan vibes.
Please Wait while comments are loading...