Guess : આ 10 Guests અર્પિતાના લગ્નને Special બનાવી શકે...
મુંબઈ, 8 નેવમ્બર : અર્પિતા ખાન લગ્ન કરવા જઈ રહ્યા છે, પરંતુ કામ વધી ગયું છે મીડિયાનું. કારણ સૌને ખબર છે. અર્પિતા ખાન સામાન્ય હસ્તી નથી. તેઓ બૉલીવુડ દબંગ સલમાન ખાનના બહેન છે. તેથી મીડિયા પણ એ જ લોકોને પિરસશે કે જેમાં તેમને રસ હોય.
ખેર, જ્યારથી સલમાન ખાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી તેમને અર્પિતાના લગ્ન માટે આમંત્રાય છે, ત્યારથી શેરીએ-શેરીએ એક જ ચર્ચા છે કે સલમાન ખાન કોને બોલાવશે અને કોને છોડી દેશે? કેવું હશે તેમનું ગેસ્ટ લિસ્ટ અને કોણ-કોણ બનશે અર્પિતા-આયુષના લગ્નનો સાક્ષી.
અમે આપને બતાવવા જઈ રહ્યા છે એવા મહેમાનોનું લિસ્ટ કે જેઓ અર્પિતાના લગ્નમાં હાજર રહે તો ચર્ચાસ્પદ બની જાય :

અર્જુન કપૂર
આખો સિલસિલો અહીંથી જ શરૂ થયો. અર્જુન કપૂરે મીડિયા સામે સ્વીકાર્યું કે તેઓ સલમાનના બહેન અર્પિતા ખાનને ડેટ કરી રહ્યા છે, પરંતુ મીડિયાની ઉલટતપાસમાં જાહેર થયું કે અર્પિતા તો આયુષને ડેટ કરી રહ્યાં છે. જોકે બૉલીવુડમાં બધુ જ ચાલે છે, આમ છતાં અર્જુન કપૂર માટે એક્સ ગર્લફ્રેન્ડના લગ્નમાં હાજરી આપવી મુશ્કેલ બાબત હશે. ખેર, આમંત્રણ મળશે, તો અર્જુન ચોક્કસ હાજર રહેશે.

શાહરુખ ખાન
શાહરુખ-સલમાનના નામો આવતા જ બંનેની જૂની મૈત્રી, પછી દુશ્મની અને પછી મેળાપ બધુ યાદ આવી જાય છે. કૅટરીના કૈફની બર્થ ડે પાર્ટી દરમિયાન સલમાન-શાહરુખ વચ્ચે દુશ્મનીના બી વવાયા, તો બાબા સિદ્દીકીએ બંનેને એક જ પાર્ટીમાં હાજર રાખી નવી ચર્ચાઓને જન્મ આપ્યો. હવે જો સલમાન ખાનના ગેસ્ટ લિસ્ટમાં શાહરુખનું નામ હોય, તો અર્પિતાના લગ્ન ખાસ બની જાય.

મહેશ ભટ્ટ
સલમાન ખાન મહેશ ભટ્ટ સામે ત્યારથી નારાજ છે કે જ્યારે મહેશ ભટ્ટે સૈફઈ મહોત્સવમાં ભાગ લેવા બદલ આલિયા તરફથી સૌની માફી માંગી. સલમાન પણ આ મહોત્સવમાં ગયા હતાં. મુજફ્ફરનગર રમખાણોના દર્દ વચે યોજાયેલ સૈફઈ મહોત્સવની ખૂબ ટીકાઓ થતાં મહેશ ભટ્ટે માફી માંગી હતી, પરંતુ સલમાને કહ્યુ હતું કે શો હાઉસફુલ રહેવાનો એ જ મતલબ હતો કે લોકો મનોરંજન ઇચ્છતા હતાં. હવે જોવાનું રહેશે કે જૂની નારાજગી ભુલાવી સલમાન મહેશ ભટ્ટને બોલાવે છે કે કેમ?

સોનાક્ષી સિન્હા
સોનાક્ષી સિન્હાએ સલમાન ખાનની ફિલ્મની ઑફર ઠુકરાવી તેમની નારાજગી વહોરી હતી. ખેર, પછી તો સોનાક્ષીએ સલમાન સાથે ઈદની પણ ઉજવણી કરી હતી. જોકે સલમાને સોનાક્ષીનું પત્તુ કાપી પ્રેમ રતન ધન પાયોમાં સોનમ સાથે ફ્રેશ જોડી બનાવી. બીજી બાજુ સોનાક્ષી હંમેશા પોતાની સફળતાનો શ્રેય સલમાનને આપે છે, પરંતુ સલમાને સોનાક્ષીને માફ કર્યા છે? ગેસ્ટ લિસ્ટ જ જવાબ આપશે.

ઐશ-અભિ
ક્યારેક સલમાન ખાન અને ઐશ્વર્યા રાય વચ્ચે રોમાંસ બૉલીવુડમાં સૌથી ચર્ચિત વિષય હતો, પરંતુ તે વાતને ખાસો સમય વીતી ગયો. ઐશે અભિષેક સાથે ઘર માંડી લીધું. આમ છતાં સલમાન-ઐશ એક-બીજા સાથે વાત નથી કરતાં. સલમાન-ઐશ-અભિ ત્રણેય એક સાથે ક્યારેય એક સ્ટેજ પર નથી દેખાયાં. શું સલમાન અર્પિતાના લગ્નમાં ઐશ-અભિને બોલાવશે?

કૅટરીના-રણબીર
કૅટરીના કૈફને ઇન્વિટેશન મળી ચુક્યુ છે અને તેઓ હાજર પણ રહેવાના છે. કૅટ પણ એટલે જ ખાસ મહેમાન છે, કારણ કે તેમનું સલમાન સાથે લાંબુ અફૅર રહ્યુ હતું. કૅટ હાલ રણબીર સાથે ઘર માંડવાની તૈયારી કરી રહ્યાં છે. બીજી બાજુ રણબીર કપૂર જો કૅટ સાથે આ લગ્નમાં હાજર રહે, તો ઇવેંટ સ્પેશિયલ ચોક્કસ બની જશે.

વિવેક ઓબેરૉય
સલમાન સાથે બ્રેક-અપ બાદ ઐશ્વર્યા રાયે વિવેક ઓબેરૉયનો હાથ પકડ્યો અને એટલે જ તેઓ સલમાનના દુશ્મન બની ગયાં. ઐશ મુદ્દે સલમાન સાથે બાથ ભીડનાર વિવેકે જોકે બાદમાં જાહેરમાં તેમની માફી માંગી લીધી હતી, પરંતુ આજ સુધી સલમાન-વિવેક વચ્ચે અબોલા છે. જોકે વિવેકે એક ઇંટરવ્યૂમાં કહ્યુ હતું કે સોહેલ તેમના બેસ્ટ ફ્રેંડ હતાં. હવે ફ્રેંડની બહેનના લગ્નનું નિમંત્રણ તો બનતા હૈ.

જ્હૉન અબ્રાહમ
જ્હૉન અબ્રાહમ અને સલમાનનો ઝગડો કોઈને સમજાયો નથી. બાબુલમાં બંને સાથે દેખાયાં, પછી બંને વચ્ચે અબોલા થઈ ગયાં. બંનેએ રૉકસ્ટાર ટૂર સાથે કર્યો હતો કે જેમાં બિપાશા બાસુ પણ હતાં. જોકે બંનેનો ઝગડો તે વખતે ખતમ ગણી લેવાયો કે જ્યારે બિગ બૉસમાં એક વખત જ્હૉન પહોંચ્યાં. ખેર, થોડાક દિવસ પહેલા જ એક ફિલ્મ નિર્માણ અંગે બંને વચ્ચે ખટરાગ થયો હતો. હવે જોઇએ કે સલમાનના ગેસ્ટ લિસ્ટમાં જ્હૉનનું નામ રહે છે કે કેમ?

બિપાશા બાસુ
બિપાશા બાસુ નો એંટ્રી ફિલ્મના સમયથી જ સલમાનના મિત્ર છે. જોકે જ્હૉન-સલમાન ઝગડાંમાં તેઓ ફસાઈ ગયાં. જ્યારે જ્હૉન બિપાશાના જીવનમાંથી આઉટ થયાં, તો બિપાશાએ ફરીથી સલમાન સાથે સંબંધ જોડવાની કોશિશ કરી. મીડિયાએ તો બંનેના સગપણ સુધીની ચર્ચાઓ છેડી દીધી, પરંતુ તે બધુ થયું હતું બિપાશા તરફથી. હવે સલમાન તે પ્રકરણ ભુલ્યા કે નહીં? ગેસ્ટ લિસ્ટ જ જવાબ આપશે.

મીડિયા
સલમાન ખાને થોડાક દિવસ અગાઉ આખા મીડિયા સાથે પંગો લઈ લીધો હતો અને મીડિયાએ તેમને બૅન પણ કરી દીધા હતાં. જોકે તેઓ સલમાન છે, તેથી વાત લાંબી ન ખેંચાઈ ને ઉકેલાઈ ગઈ, પરંતુ સલમાન કોઈ વાત સરળતાથી ભૂલતા નથી. હવે જોવાનું રહેશે કે અર્પિતાના લગ્નમાં સલમાન મીડિયાને બોલાવે છે કે નહીં?