દુકાળગ્રસ્ત મરાઠવાડની વહારે આવ્યાં દરિયાદિલ સલમાન

મુંબઈ, 3 મે : બૉલીવુડમાં પોતાની દરિયાદિલી માટે જાણીતાં અભિનેતા સલમાન ખાને મહારાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત મરાઠવાડા વિસ્તારની મદદે આવવાનો નિર્ણય કર્યો છે. સલમાન પોતાના એનજીએ બીઇંગ હ્યૂમન ફાઉન્ડેશન દ્વારા મદદ કરશે.

ઔરંગાબાદ સંભાગીય કમિશ્નરને મળેલ એક મેલ મુજબ બીઇંગ હ્યૂમન 6ઠીથી 31મી મે સુધી મરાઠવાડાના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પાણીના 2500 ટૅંકો ઉપલબ્ધ કરાવશે. કહે છે કે આ ટૅંકોની જળ સંચયન ક્ષમતા 2000 લીટર છે.

બીડ આવાસીય જિલ્લા કમિશ્નર બી એમ કામ્બલેએ જણાવ્યું છે - અમે જળ વિતરણ માટે સંભાગીય કમિશ્નરને માહિતગાર કર્યાં છે. સંભાગીય કમિશ્નર પાસેથી અમને ગઈકાલે આ અંગે ઈ-મેલ મળ્યુ હતું. ઈ-મેલ મુજબ સલમાન ખાનની એનજીઓ બીડ જિલ્લાને 750 જળ ટૅંક ઉપલબ્ધ કરાવશે. ઉપરાંત ઔરંગાબાદ તથા નાંદેડને અઢી-અઢી સો તેમજ ઉસ્માનાબાદ તેમજ જાલનાને 5-5 સો ટૅંકો દ્વારા જળ વિતરણ કરાશે. અગાઉ પણ સલમાન ખાન પોતાની એનજીઓ દ્વારા અનેક જરૂરિયાતમંદોની મદદ કરી ચુક્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X