પૂર્વ પતિ સાથે જોડાયેલ ટેટૂ માટે સામંથાને છે ખૂબ જ અફસોસ, હવે થઈ રહ્યો છે પસ્તાવો, ફેન્સને આપી આ સલાહ
મુંબઈઃ ફિલ્મ અભિનેત્રી સામંથા રુથ પ્રભુએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફેન્સના સવાલોના જવાબ આપ્યા. સામંથાએ ઈન્સ્ટાગ્રામ પર લાઈવ સેશન દરમિયાન ઘણા સવાલોના જવાબ આપ્યા. આ દરમિયાન તેણે કોઈ પણ સ્થિતિમાં પોતાને મજબૂત રાખવાનો રાઝ પણ જણાવ્યો. તેમણે જણાવ્યુ કે કેવી રીતે લોકો સતત નીચુ બતાવવાની કોશિશ કરતા રહે છે અને તેને પાછળ ધકેલવાની કોશિશ કરતા રહે છે પરંતુ તેમછતાં તે નબળી નથી પડતી. સામંથાએ જણાવ્યુ કે હકુના મટાટા એટલે કે ચિંતા ના કરોવાળુ વલણ તેને હંમેશા તાકાત આપે છે અને સકારાત્મક રાખે છે.

ટેટૂ ક્યારેય ના બનાવશો
ઈન્સ્ટાગ્રામ પર સેશન દરમિયાન સામંથાએ પોતાના ફેન્સના એ સવાલનો પણ જવાબ આપ્યો જેમાં ફેને સામંથાના શરીર પર ટેટૂને લઈને સવાલ કર્યો હતો. સામંથાએ લોકોને સલાહ આપી કે તે ક્યારેય ટેટૂ ના બનાવડાવે. તમને જણાવી દઈએ કે સામંથાએ પોતાના શરીર પર ત્રણ ટેટૂ બનાવડાવ્યા છે પરંતુ હવે સામંથાએ લોકોને સલાહ આપી છે કે તે ક્યારેય ટેટૂ ના બનાવે. સામંથાએ કહ્યુ કે મે જે ટેટૂ બનાવ્યા તે હવે મને બિલકુલ ગમતા નથી, મારા યુવા દોસ્તોને મારી એ જ સલાહ છે કે તે ટેટૂ ના બનાવે. ક્યારેય કોઈ ટેટૂ ના બનાવે.

પૂર્વ પતિ સાથે જોડાયેલા ત્રણ ટેટૂ બનાવ્યા છે
તમને જણાવી દઈએ કે સામંથાએ પોતાના શરીર પર ત્રણ ટેટૂ બનાવડાવ્યા છે અને એ ત્રણે ટેટૂ તેના પૂર્વ પતિ નાગા ચૈતન્ય સાથે જોડાયેલા છે. સામંથાનુ પહેલુ ટેટૂ YMC છે કે જે સામંથા અને નાગાની પહેલી ફિલ્મ સાથે જોડાયેલુ છે, બંનેએ એક સાથે પહેલી ફિલ્મ યે માયા ચેસાવે કરી હતી. બીજુ ટેટૂ Chayનુ છે કે જે સામંથાએ પોતાની કમર ઉપર બનાવડાવ્યુ છે, ત્રીજુ ટેટૂ નાગા ચૈતન્ય અને સામંથાએ પોતાના હાથ પર બનાવ્યુ છે. તમને જણાવી દઈએ કે સામંથા અને નાગા ચૈતન્યએ ચાર વર્ષના લગ્ન બાદ ગયા વર્ષે અલગ થવાનુ એલાન કર્યુ હતુ.

સામંથાની પહેલી કમાણી
સામંથાએ ઈન્સ્ટાગ્રામની એક અન્ય સ્ટોરીમાં જણાવ્યુ કે તેની પહેલી કમાણી કેટલી હતી. તેણે જણાવ્યુ કે, 'તેની પહેલી કમાણી માત્ર 500 રૂપિયા હતી કે જ તેને હોટલમાં હૉસ્ટેસ તરીકે મળી હતી. મે આઠ કલાક સુધી હોટલમાં એક દિવસ માટે કામ કર્યુ હતુ, એ વખતે હું ક્લાસ 10માં કે 11માં હતી.' નોંધનીય છે કે સામંથા હાલમાં જ રિલીઝ થયેલી સુપરહિટ ફિલ્મ પુષ્પામાં એક આઈટમ નંબરમાં જોવા મળી હતી કે જે ખૂબ લોકપ્રિય થયુ હતુ.

આવનારી ફિલ્મ
સામંથા ટૂંક સમયમાં ફિલ્મ યશોદામાં જોવા મળશે જેને હરિ અને હરીશે ડાયરેક્ટ કરી છે. ફિલ્મ 12 ઓગસ્ટે રિલીઝ થશે. આ ઉપરાંત સામંથા શાકુંતલમમાં પણ જોવા મળશે. ફિલ્મમાં સામંથા ક્વીનના રોલમાં છે જેમાં દેવ મોહને રાજી દુષ્યંતની ભૂમિકા નિભાવી છે. જ્યારે અલ્લુ અર્જૂની છ વર્ષની દીકરી અલ્લૂ અર્હા પણ ફિલ્મમાં જોવા મળશે. અરેંજમેન્ટ ઑફ લવ નામની પણ ફિલ્મમાં સામંથા કરી કરી રહી છે. આ ઉપરાંત એક્ટર વિજય સાથે તેની ફિલ્મ કાઠુનાકુલા રેંડુ કાઠલ પણ રિલીઝ થવાની છે.