For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : તો સલમાન, સૈફ, શાઇની, મોનિકાનું શું?

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 23 માર્ચ : સંજય દત્તને માફી અપાવવના શરૂ થયેલા પ્રયત્નો વચ્ચે અનેક સવાલો પણ ઊભા થઈ ગયાં છે. સૌપ્રથમ તો સંજય દત્તને જો માફી અપાય, તો પછી સંજયની પાછળ અનેક ફિલ્મી સિતારાઓ છે કે જેઓ સંજયની જેમ જ પોતાના માટે પણ માફીની માંગણી કરી શકે છે. તેમાં પણ પહેલા ક્રમે સલમાન ખાન આવે છે કે જેમની સામે હાલ કાળિયાર શિકાર પ્રકરણનો કેસ ચાલી રહ્યો છે અને ભલે આજે તેમની સામે આરોપો ન ઘડી શકાયા હોય, પણ ક્યારેક તો ઘડાશે અને ક્યારેક તો તેમને સજા થવાની જ છે. જો આજે સંજય દત્તને માફી આપી દેવાય, તો આવતીકાલે સલમાન ખાન માટે પણ આવી જ માંગણીઓ ઊભી થવાનો સંભવ છે.

એક બાજુ ભારતીય પ્રેસ કાઉંસિલના પ્રમુખ માર્કંડે કાટજુના સુચનનું સ્વાગત કરનારાઓની કમી નથી, તો તેમના આ સુચનનો વિરોધ કરનારાઓ તથા આવું સુચન લાગું થતા ઊભા થનારા સવાલોનો પણ કોઈ તોટો નથી.

સંજયને માફી અંગે સામાન્ય પ્રજામાં પણ અલગ-અલગ અભિપ્રાયો છે. તે કે જેઓ સંજયને માફી આપવના પક્ષે છે, તેમની દલીલ એવી છે કે સંજય દત્તે વીસ વરસમાં ઘણું બધું સહન કર્યું છે અને હવે તેમને મુક્ત કરી દેવા જોઇએ, તો બીજી બાજુ વિરોધીઓનો મત છે કે જો સંજયને માફી આપી દેવાય, તો પછી સલમાન ખાન, શાઇની આહુજા, મોનિકા બેદી, શાહરુખ ખાન, ગોવિંદા જેવા અનેક કલાકારો છે કે જેમની વિરુદ્ધ પોલીસ કેસ ચાલે છે, તેઓ પણ પોતાના માટે આવી માફીની અપેક્ષા સેવી શકે છે.

આવો આપણે તસવીરોમાં જોઇએ પોલીસ-કોર્ટના શિકંજે આવેલાં બૉલીવુડ સિતારાઓ.

સંજય દત્ત

સંજય દત્ત

સંજય દત્તનો જન્મ સુનીલ દત્ત અને નરગિસના ઘરે 29મી જુલાઈ, 1959ના રોજ થયો હતો. તેમનું જીવન નબીરા જેવી રહી. કિશોરાવસ્થામાં જ તેમનું બગડવું શરૂ થઈ ગયુ હતું. જોકે ત્યારની શરારતો ચાલી ગઈ હતી. 1993માં તેમની સામે મુંબઈ બૉમ્બ ધડાકા કેસમાં ગેરકાયદે રીતે હથિયાર રાખવાનો આરોપ લગાવાયો અને ધરપકડ કરાઈ. તે દરમિયાન તેમણે 16 માસ સુધી જેલની સહેલ કરી. 2006માં તેમની પુનઃ ધરપકડ કરાઈ. 2007માં તેમને જામીન મળ્યાં. હવે પુનઃ એક વાર તેઓ સામે જેલની સહેલ કરવાની નોબત આવી છે.

સલમાન ખાન

સલમાન ખાન

બૉલીવુડના દબંગ અને સૌથી સફળ અભિનેતા સલમાન ખાને પણ જેલની હવા ખાવી પડી છે. સલમાને પહેલી વાર 2006માં જેલની સહેલ કરવી પડી કે જ્યારે તેમની સામે હમ સાથ સાથ હૈ ફિલ્મના શૂટિંગ દરમિયાન રાજસ્થાનના જોધપુર ખાતે કાળિયારના શિકારનો આરોપ લગાવાયો. સલમાન હાલ જામીન ઉપર છે. પછી મુંબઈમાં હિટ એન્ડ રન કેસમાં તેમને બીજી વાર જેલ જવુ પડ્યું. ઉપરાંત કૅટરીના કૈફને તમાચો મારવા અને શાહરુખ ખાન સાથે ઝગડા અંગે પણ તેઓ ચર્ચામાં રહ્યાં છે.

સૈફ અલી ખાન

સૈફ અલી ખાન

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના છોટે નવાબ સૈફ અલી ખાન પણ જેલની સહેલ કરી ચુક્યાં છે. મુંબઈની તાજ હોટેલમાં સૈફ અને તેમના મિત્રોને હોટેલમાં એક એનઆરઆઈએ શાંત રહેવા માટે ટોક્યો. ગુસ્સામાં સૈફે તેમની ધોલાઈ કરી નાંખી. વાત પોલીસ કેસ સુધી પહોંચી અને પ્રાણઘાતક હુમલાના આરોપમાં સૈફની ધરપકડ કરવામાં આવી.

જ્હૉન અબ્રાહમ

જ્હૉન અબ્રાહમ

બૉલીવુડના સેક્સી મૅન જ્હૉન અબ્રાહમ વિદેશી બાઇક્સના શોખીન છે. તેમણે બે વ્યક્તિઓને બાઇકની ટક્કરથી ઈજા પહોંચી. તેમણે ગુનો કબૂલી લીધો હતો કે જેથી તેમને 15 દિવસ જેલની સહેલ કરવી પડી હતી.

શાઇની આહુજા

શાઇની આહુજા

ભૂલભુલૈયા, ગૅંગસ્ટર જેવી ફિલ્મોમાં શાનદાર અભિનય કરનાર શાઇની આહુજાનો સમય અચાનક બદલાઈ ગયો. તેમના ઘરે કામ કરતી મેડે તેમની સામે બળાત્કારનો આરોપ મૂક્યો. આ કેસમાં શાઇનીએ ત્રણ માસ જેલમાં ગાળવા પડ્યાં. જોકે મેડે હવે કેસ પાછો ખેંચી લીધો છે.

ફરદીન ખાન

ફરદીન ખાન

એક જમાનાના જાણીતા-માનીતા અભિનેતા ફિરોઝ ખાનના પુત્ર અને અભિનેતા ફરદીન ખાનનું ફિલ્મી કૅરિયર ભલે ઊંચાઇએ ન પહોંચી શક્યું, પરંતુ 2001માં તેઓ મીડિયામાં ચર્ચિત હતાં કે જ્યારે તેમની 9 ગ્રામ કોકીન સાથે ધરપકડ કરવામાં આવી હતી.

મધુર ભંડારકર

મધુર ભંડારકર

ત્રણ વખત નેશનલ ઍવૉર્ડ જીતનાર દિગ્દર્શક મધુર ભંડાકર ત્યારે ચર્ચામાં આવ્યાં કે જ્યારે એક શૉર્ટ ટાઇમ અભિનેત્રી પ્રીતિ જૈને તેમની સામે ફિલ્મમાં રોલ અપાવવાના બહાને બળાત્કારનો આરોપ મૂક્યો. જોકે કોર્ટે મધુરને રાહત આપતાં આ આરોપમાંથી મુક્ત કરી નાંખ્યો. કોર્ટે કહ્યું કે મધુર વિરુદ્ધ કોઈ સબૂત નથી.

મોનિકા બેદી

મોનિકા બેદી

ડૉન અબુ સાલેમના ગર્લ ફ્રેન્ડ રહી ચુકેલ બૉલીવુડ અભિનેત્રી મોનિકા બેદીએ પણ ઘણો સમય જેલના સળિયા પાછળ રહેવું પડ્યું. અબુ સાથે પોર્ટુગીઝમાં રહેનાર મોનિકાને અબુના પ્રત્યાર્પણ વખતે જ ભારત લવાયા હતાં. નકલી પાસપોર્ટ કેસમાં આ પંજાબી બાળાને પાંચ વરસની સજા થઈ હતી, પરંતુ બાદમાં જામીન ઉપર છુટ્યાં બાદ તેમણે જાણીતા રિયલિટી શો બિગ બૉસમાં ભાગ લીધો.

મધુબાલા

મધુબાલા

બૉલીવુડના ખૂબસૂરત અભિનેત્રીઓમાંના એક મધુબાલાએ પણ જાણ્યે-અજાણ્યે જેલની સહેલ કરવી પડી હતી. બી. આર. ચોપરા દિગ્દર્શિત નયા દૌર ફિલ્મમાં મધુબાલાની અભિનેત્રી તરીકે પસંદગી કરવામાં આવી અને તેમને એડવાંસ રકમની ચુકવણી કરી દેવામાં આવી, પરંતુ આમ છતાં તેમણે ફિલ્મમાં કામ કરવાનો ઇનકાર કર્યો. તેની સામે ચોપરાએ કોર્ટ કેસ કર્યો હતો.

English summary
Sanjay Dutt who was sentenced for 5 years of imprisonment can get some relief if he appeals to Governor. Law Minister says that Sanjay Dut might get relief from his punishment if Governor want.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X