અનેક ફેરફાર સાથે 25 જાન્યુઆરી રિલીઝ થશે "પદ્માવત"

Written By:
Subscribe to Oneindia News

આખરે ભણસાળી પરથી સંકટના વાદળ હટી ગયા હોય તેમ લાગી રહ્યું છે. સંજય લીલા ભણસાળીની મોસ્ટ અવેટેડ ફિલ્મ પદ્માવતી હવે કેટલાક ફેરફાર હવે 25 જાન્યુઆરીએ રિલિઝ થશે. આ પહેલા આ ફિલ્મ 1 ડિસેમ્બરે રિલિઝ થવાની હતી. આ ફિલ્મને લઇને હજી પણ કરણી સેનાનો વિવાદ શાંત થયો નથી. અને આજ કારણ છે કે આ ફિલ્મની રિલિઝ પર રોક લગાવવામાં આવી છે. મુંબઇ મિરરની ખબર મુજબ ફિલ્મમાં 5 મોટો સંશોધન કર્યા પછી આ ફિલ્મને U/A સર્ટિફિકેટ મળ્યું છે. આ ફિલ્મના સંશોધનમાં સેન્સર બોર્ડ ઓફ પેનલના કહેવા પર કરવામાં આવ્યું છે જેમાં ઇતિહાસકાર પણ સામેલ છે. ફિલ્મની શરૂઆતમાં જ એક ડિસ્ક્લેમર આનશે જેમાં કહેવામાં આવશે કે આ ફિલ્મ ઐતિહાસિક તથ્યોની સત્યતાનો કોઇ દાવો નથી કરતી. સાથે જ ફિલ્મનું નામ પણ બદલીને પદ્માવતીથી પદ્માવત રાખવામાં આવશે. ત્રીજો ચેન્જ આ ફિલ્મના ફેમસ ગીત ઘૂમરમાં કરવામાં આવ્યો છે. અને ચોથો ચેન્જ તેના ઐતિહાસિક સ્થળોના બદલાવમાં આવ્યો છે. સાથે જ ફિલ્મમાં તે સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે આ ફિલ્મ સતી પ્રથાનું સમર્થન નથી કરતી.

Padmavati

ઉલ્લેખનીય છે કે સંજય લીલા ભણસાળીને 700 વર્ષ જૂની એક વાર્તાને આધાર બનાવી ફિલ્મ બનાવી છે. ફિલ્મના લીડ રોલમાં દિપીકા પાદુકોણ, શાહિદ કપૂર અને રણવીર સિંહ છે. આ ફિલ્મમાં શાહિદ મહારાવલ રતન સિંહનો રોલ ભજવી રહ્યા છે. અને રણવીર સિંહ સુલ્તાન અલ્લાઉદ્દીન ખિલજીની ભૂમિકામાં છે. કરણી સેનાનું કહેવું છે કે આ ફિલ્મમાં ઇતિહાસ સાથે ચેડા કરવામાં આવ્યા છે. અને તેને અયોગ્ય રીતે રજૂ કરવામાં આવી છે. સાથે જ ફિલ્મમાં ખિલજી અને પદ્માવતી વચ્ચે પ્રેમ પ્રસંગ પણ બતાવ્યો છે તેવો આરોપ કરણી સેનાનો છે. જો કે સંજય લીલા ભણસાળીનો દાવો છે કે આ ફિલ્મમાં આવો કોઇ સીન છે જ નહીં. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પહેલા જ વિજય રૂપાણીએ ગુજરાતમાં આ ફિલ્મ રજૂ કરવા મામલે પ્રતિબંધ લગાવી ચૂક્યા છે. અને ગુજરાત સમતે સમગ્ર દેશમાં આ ફિલ્મનો રાજપૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

English summary
sanjay leela bhansali s padmavat release on january 25.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.