ભાઈ ઈબ્રાહીમ સાથે પૂલમાં મસ્તી કરતી દેખાઈ સારા અલી ખાન, ફોટો વાયરલ
માત્ર થોડી ફિલ્મો દ્વારા જ લોકોના દિલમાં જગ્યા બનાવી લેનાર સારા અલી ખાન એક વાર ફરીથી સમાચારોમાં છવાયેલી છે કારણ છે નવા વર્ષનુ સેલિબ્રેશન કે જે તેણે પોતાના પરિવાર સાથે કર્યુ છે. તેના સેલિબ્રેશનના ઘણા બધા ફોટા અને વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે પરંતુ એક ફોટાની ચર્ચા બહુ જોરશોરથી થઈ રહી છે જેમાં તે પોતાના પ્યારા ભાઈ સાથે પૂલમાં મસ્તી કરતી દેખાઈ રહી છે. ભાઈ-બહેનનો આ ફોટો હાલમાં સોશિયલ મીડિયામાં આકર્ષણનુ કેન્દ્ર બન્યો છે.
|
ભાઈ ઈબ્રાહીમ સાથે પૂલમાં મસ્તી કરતી દેખાઈ સારા
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ આ ફોટો સારાએ પોતે જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ ફોટો ઉપરાંત સારાનો એક વીડિયો પણ ચર્ચાનુ કેન્દ્ર બન્યો છે જેમાં તે સમુદ્ર કિનારે ઉભી રહીને ત્યાંના નઝારાનો આનંદ લઈ રહી છે. વીડિયોમાં સારા ખૂબ જ સુંદર લાગી રહી છે. તમને જણાવી દઈએ કે સારા અલી ખાન હાલમાં માલદીવમાં રજાઓ માણી રહી છે.
|
ખૂબ મસ્ત અને બિન્દાસ્ત છે સારા અલી ખાન..
ફિલ્મ કેદારનાથથી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર સારા અલી ખાન એક એવી સ્ટાર કિડ છે જે લોકો સામે આવતા પહેલાથી જ ઘણી છવાયેલી રહી છે. આ ઉપરાંત તે પોતાનુ અંગત જીવન પણ ખુલીને શેર છે. ભલે વીર પહારિયા સાથે રિલેશનશિપની વાત હોય કે કાર્તિક આર્યન માટે તેનો ક્રશ, સારા બધુ જણાવવામાં જરા પણ ખચકાતી નથી. અહીં સુધી કે તેણે રણબીર સિંહ સાથે લગ્નની ઈચ્છા પણ ખુલ્લેઆમ વ્યક્ત કરી હતી. પોતાના ઈન્ટરવ્યુમાં ઘણા ચૂલબુલા અંદાજમાં દેખાતી સારાની સેન્સ ઑફ હ્યુમર પણ કમાલની છે.
આ પણ વાંચોઃ 2020માં વરુણ, આલિયા સહિત આ 6 સુપરસ્ટાર કરશે લગ્ન, ડેટ ફાઈનલ!

આ ફિલ્મો માટે છે ચર્ચામાં...
સારા ટૂંક સમયમાં ફિલ્મ ‘આજ કલ'માં જોવા મળશે જેમા તેની ઑપોઝીટ તેના ક્રશ કાર્તિક આર્યન છે. આ ઉપરાંત સારા અલી ખાન ‘કુલી નંબર 1'ની રિમેકમાં પણ મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે જેના માટે તે સતત સમાચારોમાં છવાયેલી છે.