For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કરીના કપૂરે સારા અલી ખાન વિશે કર્યો ચોંકાવનારો ખુલાસોઃ ‘એણે મારા ઘરે...'

બૉલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાને સારા અલી ખાન વિશે ખુલાસો કર્યો છે...

|
Google Oneindia Gujarati News

બૉલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાને સારા અલી ખાન વિશે ખુલાસો કર્યો છે કે તે બાળપણમાં ખૂબ જ તોફાની હતી. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન સારાને કરીનાનો આ વીડિયો મેસેજ બતાવવામાં આવ્યો. ત્યારબાદ સારાએ ખુદને કરીનાની ફેન ગણાવીને કહ્યુ કે મે પણ કરીનાને આ રીતે જોઈ છે. વીડિયો મેસેજમાં કરીના કહે છે, 'મે તને એક તોફાની બાળક, નટખટ છોકરીથી ટ્રાન્સફોર્મ થતા જોઈ છે, જેણે મારા ઘરે ઘણી નટખટ વસ્તુઓ કરી છે.'

સારાએ ખુદને ગણાવી કરીનાની ફેન

સારાએ ખુદને ગણાવી કરીનાની ફેન

જો કે સારા એ વાત ઘણીવાર કહે છે કે તે હંમેશાથી કરીનાની ફેન રહી છે. અહીં સુધી કે પોતાના પિતા સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા પહેલા પણ. આ ઈન્ટરવ્યુમાં સારાએ કહ્યુ, ‘હું કરીના કપૂર અને તેમના કામની પ્રશંસા કરુ છુ. તે ઘણા પ્રોફેશનલ છે, જે હંમેશા કામને પ્રાથમિકતા આપે છે. તેમની કામ કરવાની સ્ટાઈલ કંઈક એવી છે જેને હું અપનાવવા ઈચ્છીશ. સારાએ કહ્યુ કે તે ભલે સ્ટાર્સના પરિવારમાં ઉછર્યા હોય પરંતુ તેણે ક્યારેય એવુ ફીલ નથી કર્યુ.'

સારાએ બાળપણના દિવસો યાદ કર્યા

સારાએ બાળપણના દિવસો યાદ કર્યા

સારાએ પોતાના બાળપણના દિવસોને યાદ કરતા જણાવ્યુ કે તેણે પોતાના સ્કૂલના દિવસોમાં બહુ તોફાન કર્યા હતા અને પ્રેન્ક કરવાનુ તેને બહુ ગમતુ હતુ. તે કહે છે કે એક વાર સ્કૂલના પંખ્ની બ્લેડ પર તેણે ગુંદર રાખી દીધો હતો, જે સ્વિચ ઑન કરતા આખા ક્લાસમાં ફેલાઈ ગયો. જ્યારે આ વાત પ્રિન્સિપાલ પાસે ગઈ અને પૂછ્યુ કે મે આવુ કેમ કર્યુ ત્યારે મારી પાસે આનો કોઈ જવાબ નહોતો. એ વખતે હું સસ્પેન્ડ થવાની હતી.

કરીનાએ સારાને કહી બોરિંગ

કરીનાએ સારાને કહી બોરિંગ

કરીનાએ સારા વિશે એક ટૉક શોમાં તેને બોરિંગ ગણાવતા કહ્યુ, ‘હવે તે પિઝા નથી ખાઈ રહી માટે હવે તે માત્ર બોરિંગ થઈ ગઈ છે.' આના પર જવાબ આપતા સારાએ કહ્યુ, ‘હા, પરંતુ હવે હું પિઝા ખરીદવા માટેપૈસા કમાઈ શકુ છુ. તો આ કેવુ છે?' તમને જણાવી દઈએ કે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર ડેબ્યુ કર્યુ છે, તેણે આ દરમિયાન પોતાની મા, સૈફ અને દીકરા તૈમૂરનો ફોટો શેર કર્યો છે.

હવે આ ફિલ્મોમાં દેખાશે સારા

હવે આ ફિલ્મોમાં દેખાશે સારા

વર્કફ્રન્ટની વાત કરીએ તો સારા હાલમાં જ કાર્તિક આર્યન સાથે ફિલ્મ ‘લવ આજ કલ'માં જોવા મળી હતી. બંનેની જોડીને દર્શકો તરફથી ઘણી આશા હતી. જો કે ફિલ્મ બૉક્સ ઑફિસ પર કંઈ ખાસ કમાલ ન કરી શકી. તે ટૂંક સમયમાં વરુણ ધવન સાથે ફિલ્મ ‘કૂલી નંબર 1'ની રિમેકમાં અને અક્ષય કુમાર સાથે ‘અતરંગી રે'માં દેખાશે.

આ પણ વાંચોઃ લિઝા હેડનના સેક્સી અને બોલ્ડ ફોટાએ ફેન્સને કર્યા મદહોશ, બધી હદ કરી પાર

English summary
sara ali khan done really naughty things in my house reveals kareena kapoor.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X