For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જિમની બહાર ઉભેલા ફોટોગ્રાફર્સ વિશે બોલી સારા અલી ખાન, આવી રીતે હું હેરાન થઈ જઈશ

સારા અલી ખાને એક ઈન્ટરવ્યુમાં પોતાના અને મીડિયા સાથેના મૈત્રીપૂર્ણ સંબંધો વિશે જણાવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

બોલિવુડના અભિનેતા અને અભિનેત્રીઓ જ્યાં પણ જાય છે તેમની પાછળ પાછળ મીડિયા અને કેમેરામેનનો ટોળુ લાગી જાય છે. ઘણા સ્ટાર્સને ગમતુ નથી તે તે 24 કલાક કેમેરાથી ઘેરાયેલા રહે એટલા માટે તે તેમના પર ગુસ્સે પણ થઈ જાય છે પરંતુ બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાન જ્યારે પણ પાપારાઝીને જુએ છે તો તે ખુશી ખુશી તેમને ફોટો પાડવા દે છે અને નમસ્તે કરીને તેમનુ અભિવાદન પણ કરે છે. સારા અલી ખાને એક ઈન્ટરવ્યુમાં પોતાના અને મીડિયા સાથેના મૈત્રીપૂર્ણ સંબંધો વિશે જણાવ્યુ છે.

ફોટોગ્રાફર્સને ઈગ્નોર કરવાની સમસ્યા

ફોટોગ્રાફર્સને ઈગ્નોર કરવાની સમસ્યા

સારા અલી ખાને કહ્યુ કે વિચારો કેવુ લાગે જ્યારે તમે જિમમાંથી નીકળી રહ્યા છો અને બહાર સાત કેમેરામેન ઉભા છે પરંતુ તે તમારી ફોટો નથી લઈ રહ્યા, ઈગ્નોર કરી રહ્યા છે. વળી, 20 લોકો પણ ઉભા છે અને તે તમને સેલ્ફી લેવા માટે નથી પૂછી રહ્યા તો કેવુ લાગશે. તેણે આગળ કહ્યુ કે જિમની બહાર ઉભેલા ફોટોગ્રાફર્સનુ તમારો ફોટો ના લેવો ચિંતાનો વિષય છે અને તેનાથી તમને સમસ્યા થઈ શકે છે.

હેરાન થઈ ગઈ તો...

હેરાન થઈ ગઈ તો...

મીડિયા સાથે પોતાનો અનુભવ શેર કરીને સારાએ આગળ કહ્યુ કે હું છેલ્લા અમુક વર્ષોથી અભિનેત્રી છુ. મારા માટે આનાથી કંઈ ન હોઈ શકે. હું આ દુનિયામાંથી આવુ છુ અને આ દુનિયામાં મે કામની શરૂઆત કરી છે, મારી પાસે આ સિવાય કંઈ નથી જેની હું બીજા સાથે તુલના કરુ. ઘણીવાર આ મુશ્કેલ હોય છે પરંતુ જો આપણે કરવાનુ રોકી દઈએ તો આની અસર આપણા પર જ પડવાની છે. સોશિયલ મીડિયા અને મીડિયાનુ અટેન્શન ન મળવુ મોટી સમસ્યા સાબિત થઈ શકે છે.

આ પણ વાંચોઃ Video: ભોજપુરી અભિનેત્રી મોનાલિસાનો બાથરૂમ વીડિયો જોઈ તમે પણ થઈ જશો મદહોશઆ પણ વાંચોઃ Video: ભોજપુરી અભિનેત્રી મોનાલિસાનો બાથરૂમ વીડિયો જોઈ તમે પણ થઈ જશો મદહોશ

આ અપકમિંગ ફિલ્મમાં વ્યસ્ત છે સારા

આ અપકમિંગ ફિલ્મમાં વ્યસ્ત છે સારા

સારા અલી ખાનના કામની વાત કરી તો તે પોતાની આવનારી ફિલ્મ કુલી નંબર-1માં વ્યસ્ત છે. આ ફિલ્મ ગોવિંદા અને કરિશ્મા કપૂરની રિમેક ફિલ્મ છે. આમાં સારા સાથે વરુણ ધવન લીડ રોલમાં છે. હાલમાં જ આ સારાએ સોશિયલ મીડિયા પર પોતાના બાળપણનો એક ફોટો શેર કર્યો જેમાં તેણે ફિલ્મ સ્ટારની જેમ કપડા પહેર્યા છે. ફોટોના કેપ્શનમાં સારાએ લખ્યુ, વર્ષ 2000થી પોતાના શૉટની રાહ જોતા. તમને જણાવી દઈએ કે સારા અલી ખાનની પહેલી ફિલ્મ કેદારનાથ હતી જેણે બોક્સ ઓફિસ પર 300 કરોડનુ કલેક્શન કર્યુ હતુ.

English summary
Sara Ali Khan's reaction about photographers standing outside the gym
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X