LOVEBIRD: રણવીર-દિપીકાની આવી તસવીરો તમે નહીં જોઇ હોય!

દિપીકા પાદુકોણ હાલ હોલીવૂડમાં છે અને તેની આવનારી ફિલ્મ XXX ના શૂટિંગમાં વ્યસ્ત છે પણ મારી જેમ દિપીકાના અનેક ફેન્સ આ ડિમ્પલ બ્યૂટીને મિસ કરી રહ્યા છે. કારણ કે આમ તો એવોર્ડ ફકંશન અને ફિલ્મોમાં અવારનવાર દેખાતી દિપીકા હવે ઇન્ડિયામાં ક્યારે દેખાશે તે પણ એક સવાલ છે. કારણ કે દિપીકાએ XXX પછી હજી સુધી કોઇ હિન્દી ફિલ્મ સાઇન નથી કરી. તો બીજી ક્યાંક સુધી પોતાની લવ લાઇફને મીડીયાથી બચાવ્યા બાદ હોલીવૂડ જતાં જતાં જ દિપીકાએ તે પણ સ્પષ્ટ કરી દીધુ છે કે તે અને રણવીર સિંહ પ્રેમમાં છે.

એટલું જ નહીં વેલેન્ટાઇન ડે પર રણવીરે દિપીકાને સરપ્રાઇઝ પણ આપી હતી. અને બન્ને ડિનર ડેટ પર પણ ગયા હતા. કહેવાય છે કે રણવીર અને દિપીકાના પ્રેમ માટે ક્યૂપીડ બનવાનો શ્રેય સંજય લીલા ભણસાળીને જાણ છે રામલીલા અને છેલ્લે બાજીરાવ મસ્તાની દ્વારા તેમણે આ બન્નેને નજીક લાવી જ દીધા. તો આ લવબર્ડની કેટલીક અજાણી તસવીરો જુઓ જેમાં રણવીરનો રંગીલો અંદાજ છે અને દિપીકાની અવર્ણીય સુંદરતા છે. તો જુઓ આ આર્ટીકલ....

હૈ...!!

હૈ...!!

ક્યારેક મને ડાઉટ લાગે છે કે રણવીર સિંહે ક્યારેય પણ કેમેરા સામે સ્ટ્રેટ લૂક આપ્યો પણ છે કે નહીં! તેની આવી જ ક્યૂટ મસ્તીઓ દિપીકાના ચહેરા પર લાવી દે સ્માઇલ!

તતડ તતડ...!

તતડ તતડ...!

ફિલ્મ બાજીરાવ મસ્તાની પછી દિપીકા પાદુકોણે સ્વીકાર્યું કે આ તેને પણ રણવીર સિંહ ગમે છે. આ પહેલા તો તે પોતાના સંબંધોને લઇને પોતે જ કન્ફ્યુઝ લાગતી હતી.

હમ મેં હૈ દમ

હમ મેં હૈ દમ

બાજીરાવ મસ્તાની ફિલ્મ બાદ ઓન સ્ક્રીન અને ઓફ સ્ક્રીન પણ આ લોકોનો રોમાન્સ જોવાનો લોકોને પણ ગમવા લાગ્યો.

ગળે પડતો રણવીર

ગળે પડતો રણવીર

જો કે આ પહેલા તો તેવું લાગતું હતી કે રણવીર જાણી જોઇને દિપીકાના ગળે પડી રહ્યો છે અને દિપીકાને તેમાં કોઇ રસ નથી.

રણવીર સિંહ

રણવીર સિંહ

જો કે દિપીકાને લઇને તેની ભાવનાઓ માટે રણવીર સિંહ પહેલેથી ક્લીયર હતો. રામલીલા ફિલ્મમાં પહેલી વાર દિપીકા સાથે કામ કરતી વખતે જ તે તેની પર મોહી ગયો હતો.

રણવીર સિંહ

રણવીર સિંહ

રણવીરે તો રામલીલા વખતે આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું પણ હતું કે સીન પત્યા પછી જ્યારે જ્યારે હું કેમેરામાં મેં કેવો સીન આપ્યો તે જોવા જતો ત્યારે હું મારું કામ જોવાના બદલે દિપીકાની સુંદરતામાં ખોવાઇ જતો!

ભારે પાપડ વણ્યા!

ભારે પાપડ વણ્યા!

પણ એક વાત તો છે કે રણવીરની જગ્યાએ જો કોઇ બીજો એક્ટર હોય તે તો અત્યાર સુધીમાં દિપીકાના બદલે કોઇ બીજી હિરોઇનને પકડી લીધી હોય કારણ કે દિપીકાએ તો કદી પણ રણવીરને ભાવ નથી આપ્યો.

દિપીકા પાદુકોણ

દિપીકા પાદુકોણ

જો કે દિપીકા હાલમાં રણવીર વિષે ખુલીને વાત કરતા કહ્યું કે "રણવીર સાથે હું જેવી ખરેખરમાં છું તેવી બની જઉં છું. મારે કોઇ ડોળ કરવાની જરૂર નથી" વાહ વાહ દિપીકા આથી વધુ પ્રેમમાં શું જોઇએ!

દિપીકા-રણવીર

દિપીકા-રણવીર

જો કે હંમેશા ડિપ્લોમેટિક જવાબ આપવા માટે જાણીતી દિપીકા ફિલ્મી અંદાજમાં કહ્યું કે તે રણવીર સાથે પોતાના સંબંધોને કોઇ નામ આપવા નથી ઇચ્છતી.

દિપીકા-રણવીર

દિપીકા-રણવીર

પણ વાત જ્યારે તેમની કેમેસ્ટ્રીની આવે છે ત્યારે રૂપેરી પડદે અને રિયલ લાઇફમાં આ લવબર્ડની આંખોમાં જે પ્રેમનો ચમકારો દેખાઇ આવે છે તે તેમની બધી પોલ ખોલી દે છે.

મેડલી ઇન લવ

મેડલી ઇન લવ

અને એટલે જ તો વેલેન્ટાઇન ડે પર દિપીકાએ તેના બીજી સિડ્યૂલમાંથી સમય નીકાળીને રણવીર સાથે કરી હતી ડિનર ડેટ અને હાલ પણ બન્નેની વ્યસ્તતા વચ્ચે પણ આ પ્રેમપંખીડાઓ છે એક!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X