યૌન ઉત્પીડન મામલે અભિનેતા જિતેન્દ્રને હાઇકોર્ટમાંથી રાહત મળી

Posted By:
Subscribe to Oneindia News

બૉલીવુડના 'જમ્પિંગ જેક' અભિનેતા જિતેન્દ્ર માટે રાહતની વાત છે, યૌન ઉત્પીડન કિસ્સામાં તેમને હિમાચલ હાઈ કોર્ટમાં રાહત મળી છે. યૌન ઉત્પીડન કિસ્સામાં કોર્ટે વધુ કાર્યવાહી અને તપાસ પર પ્રતિબંધ મૂક્યો છે. આપણે જણાવી દઈએ કે અભિનેતા જિતેન્દ્ર ની કઝીન ઘ્વારા તેમના પર યૌન ઉત્પીડન કરવાનો આરોપ લગાવ્યો છે. આ બનાવ 47 વર્ષ પહેલા થયો હતો. મહિલાએ હિમાચલ પ્રદેશના ન્યૂ શિમલા પોલીસ સ્ટેશનમાં અભિનેતા સામે કેસ દાખલ કર્યો હતો.આ બનાવ 47 વર્ષ પહેલા થયો હતો.

અભિનેતા જિતેન્દ્ર

અભિનેતા જિતેન્દ્ર

મહિલાએ તેની ફરિયાદ હિમાચલ પ્રદેશમાં લખાવી હતી મહિલાએ કહ્યું હતું કે, 1971 દરમિયાન, અભિનેતા જિતેન્દ્ર તેને ફિલ્મ બતાવવા માટે સિમલા લઈને આવ્યા અને એક હોટલ રૂમમાં તેનું યૌન શોષણ કર્યું.

મહિલાની ફરિયાદ

મહિલાની ફરિયાદ

ફરિયાદ પત્રમાં એવું કહેવામાં આવ્યું હતું કે તેમણે આ બાબતે અત્યાર સુધી કોઈ ફરિયાદ નહોતી કરી કારણકે જો તેના માતાપિતા આ વિશે જાણતા હોય, તો તે ખૂબ જ દુઃખી થઇ જાય. તેના માતાપિતાના મૃત્યુ પછી મહિલાએ હિમાચલ પોલીસને ફરિયાદ કરી છે. મહિલાએ ઓનલાઇન ફરિયાદ નોંધાવી હતી

આગળની તારીખ 23 મે

આગળની તારીખ 23 મે

મહિલાએ તેની ફરિયાદમાં કહ્યું હતું કે તે સમયે બનાવ બન્યો ત્યારે તે 18 વર્ષની હતી અને જિતેન્દ્ર 28 વર્ષના હતા. હાઈકોર્ટે મે મહિના ની 23 તારીખ સુનાવણી માટે નક્કી કરી છે, જિતેન્દ્રએ તેમની વિરુદ્ધ નોંધવામાં આવેલી એફઆઈઆરને પડકારી છે અને તેને રદ કરવાની માગણી કરી છે.

English summary
Sexual assault case veteran actor Jeetendra get relief from shimla High Court. Read more on it here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.