
શાહરૂખ ખાન પોતાની સેજલને મળવા પહોંચશે અમદાવાદ!
શાહરૂખ ખાન અને અનુષ્કા શર્માની આગામી ફિલ્મ 'જબ હેરી મેટ સેજલ'ના પોસ્ટર્સ બાદ હવે બુધવારે અમદાવાદમાં આ ફિલ્મનું પ્રથમ સોંગ 'રાધા' રજૂ થવા જઇ રહ્યું છે. આ સોંગ લોન્ચ કરતાં પહેલાં શાહરૂખ ખાન અને ફિલ્મમેકર્સ દ્વારા એક કોન્ટેસ્ટ હાથ ધરવામાં આવ્યો હતો. કોન્ટેસ્ટ હેઠળ જાહેર કરેલ એક વીડિયોમાં શાહરૂખે કહ્યું હતું કે, ભારતના જે શહેરમાં સૌથી વધુ સેજલ હશે, એ શહેરમાં તે પહોંચશે.

સોશિયલ મીડિયા પર હેરી અને સેજલ
શાહરૂખ ખાનના આ વીડિયો પર રિસ્પોન્સ મળવાના શરૂ થયા કે, તરત જ શાહરૂખે અનુષ્કાને ઉલ્લેખીને ટ્વીટ કર્યું હતું કે, આ તમામ યુવતીઓ મારી રાધા બનવા તૈયાર છે અને તું? જવાબમાં અનુષ્કાએ લખ્યું હતું, વિચારીને જવાબ આપીશ.

અમદાવાદમાં શાહરૂખ
આ કોન્ટેસ્ટમાં અમદાવાદ શહેર વિજેતા સાબિત થયું છે. અમદાવાદની લભગ 7000 સેજલે શાહરૂખને અમદાવાદ આવવા માટે તેડુ મોકલ્યું છે. આ કોન્ટેસ્ટ હેઠળ જ શાહરૂખ ખાન અમદાવદાની તમામ સેજલને મળવા બુધવારે અમદાવાદ પહોંચશે અને પોતાની ફિલ્મનું પ્રથમ સોંગ લોન્ચ કરશે.
|
અનુષ્કાનો રિસ્પોન્સ
શાહરૂખ ખાન અમદાવાદ સેજલને મળવા આવી રહ્યો છે, એ વાતની જાણ થતાં અનુષ્કાએ અન્ય એક ટ્વીટ કરતાં શાહરૂખને કહ્યું, 'સાંભળ્યું છે કે, તું સેજલને મળવા અમદાવાદ જઇ રહ્યો છે..મેં કાફી નહીં થી!'

ધમાકેદાર પ્રમોશન
ઇમ્તિયાઝ અલીની આ ફિલ્મનું હાલ ધમાકેદાર પ્રમોશન ચાલી રહ્યું છે. ફિલ્મ શાહરૂખની પ્રોડક્શન કંપની રેડ ચિલીઝ પ્રોડ્યૂસ કરી રહી છે અને પ્રમોશન સ્ટ્રેટેજીની વાત આવે ત્યાં શાહરૂખને માત આપવી મુશ્કેલ છે. ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયું ત્યાં સુધી આ ફિલ્મના નામ અંગે પણ સસ્પેન્સ જાળવી રાખવામાં આવ્યું હતું. શાહરૂખ અને અનુષ્કા શર્માની આ ફિલ્મ 4 ઓગસ્ટના રોજ રિલીઝ થનાર છે. આ ફિલ્મમાં શાહરૂખ પંજાબી યુવક અને અનુષ્કા શર્મા ગુજરાતી યુવતીના રોલમાં જોવા મળશે.