For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'દીકરા આર્યનને જામીન મળ્યા બાદ ખુશીમાં રડી પડ્યા હતા શાહરુખ ખાન, ચિંતામાં પી રહ્યા હતા કૉફી પર કૉફી'

આર્યનની જામીન બાદ મુકુલ રોહતગીએ ખુલાસો કર્યો કે શાહરુખ ખાન દીકરાના જેલમાંથી બહાર આવવાના સમાચાર સાંભળીને ખુશીમાં રડી પડ્યા હતા.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બૉલિવુડ અભિનેતા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને મુંબઈ ડ્ર્ગ્સ કેસમાં બૉમ્બે હાઈકોર્ટે ગુરુવારે (28 ઓક્ટોબરે) જામીન આપી દીધા છે. ભારતના પૂર્વ એટૉર્ની જનરલ મુકુલ રોહતગીએ આર્યન ખાનનુ હાઈકોર્ટમાં પ્રતિનિધિત્વ કર્યુ હતુ. આર્યન ખાન લગભગ એક મહિનાથી જેલમાં બંધ છે. આર્યનની જામીન બાદ મુકુલ રોહતગીએ ખુલાસો કર્યો કે શાહરુખ ખાન દીકરાના જેલમાંથી બહાર આવવાના સમાચાર સાંભળીને ખુશીમાં રડી પડ્યા હતા. તેમણે કહ્યુ કે શાહરુખ ખાનના તે રાહતના આંસુ હતુ. મુકુલ રોહતગીએ કહ્યુ કે આટલા દિવસોથી પરેશાન શાહરુખ ખાન ચિંતામાં માત્ર કૉફી પર કૉફી પી રહ્યા હતા.

'પિતા શાહરુખની આંખોમાં ખુશીના આંસુ હતા'

'પિતા શાહરુખની આંખોમાં ખુશીના આંસુ હતા'

ભારતના પૂર્વ અટૉર્ની જનરલ અને આર્યન ખાનના વકીલ મુકુલ રોહતગીએ ખુલાસો કર્યો, 'પિતાની આંખોમાં ખુશીના આંસુ હતુ.' આર્યન ખાનની જામીન બાદ તરત જ શાહરુખ ખાનની પોતાના વકીલોની ટીમ સાથે હસતો એક ફોટો પણ ઈન્ટરનેટ પર વાયરલ થયો છે. 23 વર્ષીય આર્યન ખાનના શુક્રવાર કે શનિવારે આર્થર રોડ જેલમાંથી બહાર નીકળવાની આશા છે. જો કે બૉમ્બે હાઈકોર્ટ આર્યન ખાનના જામીના નિર્ણય પર ટિપ્પણી શુક્રવારે કરશે.

'ચિંતામાં માત્ર કૉફી પર કૉફી પી રહ્યા હતા શાહરુખ'

'ચિંતામાં માત્ર કૉફી પર કૉફી પી રહ્યા હતા શાહરુખ'

મુકુલ રોહતગીએ એનડીટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યુ, 'તે(શાહરુખ ખાન) છેલ્લા ત્રણ-ચાર દિવસથી ખૂબ ચિંતિત હતા. મે તેમને જોયા હતા. જ્યારથી તે પોતાના દીકરા આર્યનને મળીને આવ્યા હતા, તે ખૂબ જ વધુ પરેશાન હતા. મને એ પણ વિશ્વાસ નથી તે સરખુ જમી રહ્યા હતા કે નહિ. તે માત્ર કૉફી પર કૉફી પી રહ્યા હતા અને તે ખૂબ જ ચિંતામાં હતા. આર્યનની જામીન બાદ મે તેમના ચહેરા પર રાહતની ભાવના જોઈ. પિતાના ચહેરા પર ગઈ વખતે જે ઉદાસી જોઈ હતી, તે હવે નહોતી.'

મુકુલ રોહતગીએ શાહરુખ ખાનની પ્રશંસા કરી

મુકુલ રોહતગીએ શાહરુખ ખાનની પ્રશંસા કરી

મુકુલ રોહતગીએ શાહરુખ ખાનની પ્રશંસા કરીને કહ્યુ, 'તે(શાહરુખ ખાન) એક વકીલ તો નથી પરંતુ તેમછતાં તે એક સ્ટ્રોંગ કૉમન સેન્સવાળા વ્યક્તિ છે. શાહરુખે મને પોતાના દીકરા આર્યન વિશે' જણાવવાની ઈમાનદારીથી કોશિશ કરી. શાહરુખે કંઈ નથી છૂપાવ્યુ, ભલે ગમે તે હોય, તેમનો દીકરો ક્યાં ભણે છે, તે કોના વિશે જાણે છે, શેના વિશે વાત કરતો હતો, બધુ મને શાહરુખ ખાને જણાવ્યુ.'

દિવાળી ઘરે મનાવી શકશે આર્યન ખાન

દિવાળી ઘરે મનાવી શકશે આર્યન ખાન

આર્યન ખાનને મુંબઈના તટ પર એક ક્રૂઝ જહાજ પર એક ડ્રગ રેડ દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી. 3 ઓક્ટોબરે આર્યન ખાનની એનસીબીએ ધરપકડ કરી હતી. આર્યન ખાનની ધરપકડ બાદથી જ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો અને તેના અધિકારી સમીર વાનખેડે સમાચારોમાં છે. બૉમ્બે હાઈકોર્ટના ન્યાયમૂર્તિ એન ડબ્લ્યુ સામ્બ્રેની એકલ પીઠે આર્યનના સહ આરોપી અને તેના દોસ્ત અરબાઝ મર્ચન્ટ અને ફેશન મૉડલ મુનમુન ધમેચાને પણ જામીન આપી દીધા છે. આર્યન ખાન સહિત ત્રણે હવે આ દિવાળી પરિવાર સાથે મનાવશે.

English summary
Shah Rukh Khan reaction son bail Lawyer says Worried actor was just having coffee after coffee
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X