શાહરુખ ખાને પોતાની પુત્રીને 18માં જન્મદિન પર લખ્યો ખાસ સંદેશ

શાહરુખ અને ગૌરી ખાનની લાડકી પુત્રી સુહાના 18 વર્ષની થઈ ગઈ છે. સુહાના ખાનનો મંગળવારે 18મો જન્મદિવસ હતો. આ પ્રસંગે શાહરુખે પોતાની લાડકી દીકરીને ખૂબ જ પ્રેમભર્યો સંદેશ મોકલ્યો.

શાહરુખ અને ગૌરી ખાનની લાડકી પુત્રી સુહાના 18 વર્ષની થઈ ગઈ છે. સુહાના ખાનનો મંગળવારે 18મો જન્મદિવસ હતો. આ પ્રસંગે શાહરુખે પોતાની લાડકી દીકરીને ખૂબ જ પ્રેમભર્યો સંદેશ મોકલ્યો. તેમણે સુહાનાની ખૂબ જ સુંદર તસવીર શેર કરતા લખ્યુ કે, "મને ખબર છે કે તુ ઉડવા માટે બની છે." તેમનો આ સંદેશ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.

suhana

બધી દીકરીઓની જેમ મને ખબર હતી કે તુ ઉડવા માટે બની છે...

શાહરુખે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યુ કે, "બધી દીકરીઓની જેમ મને ખબર હતી કે તુ ઉડવા માટે બની છે... અને હવે તુ કાનૂની રીતે તે કરી શકે છે જે તુ 16 વર્ષની ઉંમરથી કરી રહી છે. તને પ્રેમ." આ સાથે જ તેમણે સુહાનાની એક ખૂબ જ સુંદર તસવીર શેર કરી. તેમણે સુહાનાનો બેલે ડાંસ કરતો ફોટો પોસ્ટ કર્યો. તમને જણાવી દઈએ કે સુહાના ખૂબ જ સુંદર બેલે ડાન્સર છે અને ઘણા સમયથી શીખી પણ રહી છે.
સુહાનાના જન્મદિવસ પહેલા તેમની માતા ગૌરી ખાને પણ તેમનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો. ગૌરી ખાને સુહાનાની પોટ્રેટ ફોટો શેર કરતા લખ્યુ, 'જન્મદિનની પાર્ટી માટે તૈયાર થઈ રહ્યા છે. થેંક્યુ કરણ જોહર.'

શાહરુખ અને ગૌરીની એકમાત્ર દીકરી સુહાના

હાલમાં પોતાના ભાઈ આર્યનની જેમ વિદેશમાં રહીને પોતાનો અભ્યાસ કરી રહી છે. શાહરુખ ઘણી વાર બતાવી ચૂક્યા છે કે સુહાનાને ફિલ્મોમાં આવવામાં રસ છે પરંતુ તે પહેલા તેણે પોતાનો અભ્યાસ પૂરો કરવાનો રહેશે. શાહરુખે ઘણા પ્રસંગોએ સ્પષ્ટ કર્યુ છે કે તેમના માટે અભ્યાસ પહેલી પ્રાથમિકતા છે અને તે બાળકોને અભ્યાસ પૂરો કર્યા પહેલા ફિલ્મોમાં નહિ આવવા દે. સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન અને ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડેએ 18-20 વર્ષની ઉંમરમાં જ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધુ છે. સુહાના વિદેશમાં રહીને પોતાનો અભ્યાસ પૂરો કરી રહી છે.

Gearing up for a birthday bash... Thanks @karanjohar Pic credits: @avigowariker

A post shared by Gauri Khan (@gaurikhan) on

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X