રોયલ & રોમેન્ટિક! રિયલ લાઇફ કપલનું પહેલું ઓફિશિયલ ફોટોશૂટ!

Written By:
Subscribe to Oneindia News

શાહિદ કપૂર અને મીરા રાજપૂત ખૂબ થોડા સમયમાં બોલિવૂડના હોટ કપલ્સમાંના એક બની ગયા છે. મીરા રાજપૂત ભલે બોલિવૂડ સ્ટાર ના હોય, પરંતુ તેને કોઇ સેલિબ્રિટી જેટલી જ લાઇમલાઇટ મળે છે. શાહિદ અને મીરાની આફ્ટર-મેરેજ લવ સ્ટોરી ફેન્સને પણ ખૂબ એટ્રેક્ટ કરે છે. થોડા સમય પહેલાં શાહિદ કપૂરે સોશિયલ મીડિયા પર પોતાના અને મીરાના કેટલાક ફોટોઝ પોસ્ટ કર્યા હતા, જે ખૂબ વાયરલ થઇ રહ્યાં છે.

શાહિદ અને મીરાનું પહેલું કવર શૂટ

શાહિદ અને મીરાનું પહેલું કવર શૂટ

શાહિદ અને મીરાએ હેલો મેગેઝિનના કવર પેજ માટે સુંદર ફોટોશૂટ કરાવ્યું હતું. આ શાહિદ અને મીરાનું પહેલું ઓફિશિયલ મેગેઝિન કવર ફોટોશૂટ હતું. આ તસવીરો શાહિદના ટ્વીટર ફેન ગ્રૂપ દ્વારા પણ પોસ્ટ કરવામાં આવ્યા છે.

જ્યારે મીરા માટે માંગુ આવ્યું...

જ્યારે મીરા માટે માંગુ આવ્યું...

શાહિદ અને મીરા વચ્ચે લગભગ 10 વર્ષનું અંતર છે અને છતાં આ બંને માને છે કે, તેમનું રિલેશન પરફેક્ટ છે. કોફી વિથ કરણમાં મીરા રાજપૂત આવી ત્યારે તેણે જણાવ્યું હતું કે, જ્યારે શાહિદ કપૂરના ઘરેથી તેના માટે માંગુ આવ્યું ત્યારે મીરાના ઘરવાળાને લાગ્યું હતું કે, શાહિદના નાના ભાઇ ઇશાનનું માંગુ આવ્યું છે.

મીરાએ શાહિદને રિજેક્ટ કર્યો હતો?

મીરાએ શાહિદને રિજેક્ટ કર્યો હતો?

ઘણાં ઓછાને ખબર હશે કે, મીરાએ પ્રથમ તો શાહિદ સાથે લગ્ન કરવાની ના પાડી હતી અને એની પાછળનું કારણ હતું બંને વચ્ચેનો એજ-ગેપ. જો કે, ત્યાર બાદ બંનેના પરિવારોએ મળીને મીરાને મનાવી લીધી હતી. શાહિદ કપૂરનું પોતાનું માનવું છે કે, લવ મેરેજ કરતાં આ રીતનું અરેન્જ્ડ મેચ મેકિંગ વધુ સારું છે.

શાહિદ-મીરાની લવ સ્ટોરી

શાહિદ-મીરાની લવ સ્ટોરી

તો બાજી બાજુ મીરાનું કહેવું છે કે, હું આ રિલેશનશિપમાં ઓડિયન્સ છું, શાહિદ સ્ટાર છે. પરંતુ તે મારું ખૂબ ધ્યાન રાખે છે. જ્યારે પણ અમે ભેગા થઇએ, વાતો કરીએ ત્યારે મને ખૂબ મજા આવે છે. શાહિદે તેની અને મીરાની રિલેશનશિપ માટે એક સુંદર વાક્ય ટાંક્યુ હતું, We were falling in love as we were getting married.

English summary
Shahid Kapoor and Meera had their first official photo shoot and the pictures will make you fall in love with their love story!

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.