હોલિવૂડ ફિલ્મની કોપી તો નથી ને SRK-અનુષ્કાની આ ફિલ્મ?

Posted By:
Subscribe to Oneindia News

શાહરૂખ ખાન અને અનુષ્કા શર્માની આગામી ફિલ્મનું નામ ફાઇનલી સામે આવી ચૂક્યું છે. ગુરૂવારે શાહરૂખ ખાન, અનુષ્કા શર્મા અને ઇમ્તિયાઝ અલીએ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ફિલ્મનું ફાઇનલ નામ અને પોસ્ટર રજૂ કર્યા હતા.

વ્હેન હેરી મેટ સેજલ

વ્હેન હેરી મેટ સેજલ

આ ફિલ્મનું નામ છે, વ્હેન હેરી મેટ સેજલ. જે ઘણું ખરું અંગ્રેજી ફિલ્મ When Harry met Sally સાથે મળતું આવે છે. આ સિવાય ઇમ્તિયાઝની જ સુપરહિટ ફિલ્મ 'જબ વી મેટ' સાથે આ પણ આ નામ મળતું આવે છે. આ ફિલ્મનું નામ પહેલા ધ રિંગ કે રેહનુમા રાખવાનો વિચાર કરવામાં આવ્યો હતો.

ઇમ્તિયાઝ સાથે શાહરૂખની પ્રથમ ફિલ્મ

ઇમ્તિયાઝ સાથે શાહરૂખની પ્રથમ ફિલ્મ

ફિલ્મના શૂટિંગ અને સેટની અનેક તસવીરો પહેલા વાયરલ થઇ ચૂકી છે. આ ફિલ્મમાં પહેલી વાર શાહરૂખ અને ઇમ્તિયાઝ સાથે કામ કરી રહ્યાં છે. 'રબ ને બના દી જોડી' અને 'જબ તક હે જાન' બાદ શાહરૂખ અને અનુષ્કાની આ ત્રીજી ફિલ્મ છે. આ ફિલ્મ 4 ઓગસ્ટના રોજ રિલીઝ થશે.

અક્ષય સાથેનો ક્લેશ ટાળ્યો શાહરૂખે

અક્ષય સાથેનો ક્લેશ ટાળ્યો શાહરૂખે

આ ફિલ્મ પહેલાં અક્ષય કુમારની ફિલ્મ 'ટોયલેટઃએક પ્રેમ કથા' સાથે 11 ઓગસ્ટે રિલીઝ થનાર હતી. જો કે, શાહરૂખે ખૂબ સમજદારી પૂર્વક આ ક્લેશ ટાળી દીધો છે. આ પહેલાં આવેલ શાહરૂખની ફિલ્મ 'રઇસ' અને હૃતિકની ફિલ્મ 'કાબિલ' બોક્સઓફિસ પર ટકરાયા હતા. આ અંગે ઘણો વિવાદ પણ થયો હતો અને શાહરૂખને રાકેશ રોશનન નારાજગી પણ વહોરવી પડી હતી.

સ્માર્ટ શાહરૂખ

સ્માર્ટ શાહરૂખ

જો કે, 'રઇસ' અને 'કાબિલ'ની રેસમાં 'રઇસ' ફિલ્મ આગળ નીકળી ગઇ હતી. આ ફિલ્મ પણ 4 ઓગસ્ટના રોજ રિલીઝ કરવાનો નિર્ણય કરી શાહરૂખે પોતાની સ્માર્ટનેસનો પરચો આપ્યો છે. આને કારણે શાહરૂખને લોંગ વિકએન્ડનો ફાયદો મળશે. 7 ઓગસ્ટ, સોમવારે રક્ષાબંધન હોવાથી ફિલ્મને આ રજાનો ફાયદો મળી શકે છે.

નો ક્લેશ, ભરપૂર કમાણી

નો ક્લેશ, ભરપૂર કમાણી

સામે અક્ષય કુમારની ફિલ્મોને હંમેશા બોક્સઓફિસ પર ભરપૂર કમાણી થાય છે. ક્લેશ ટળી જવાથી બંન્ને ફિલ્મોનો એવરેજ રેવેન્યુ જળવાઇ રહેશે અને પ્રોડ્યૂસર્સને નુકસાન ભોગવવું નહીં પડે. પ્રમોશન અને રેવેન્યૂની વાતમાં શાહરૂખ અને અક્ષય અત્યંત પ્રોફેશનલ છે.

કાબિલ સાથે ક્લેશ અંગે શાહરૂખે સાધી હતી ચુપ્પી

કાબિલ સાથે ક્લેશ અંગે શાહરૂખે સાધી હતી ચુપ્પી

'કાબિલ' સાથે શાહરૂખની ફિલ્મ ક્લેશ થઇ ત્યારે પણ શાહરૂખ લોંગ વિકએન્ડનો ફાયદો લેવા માંગતા હતા. રાકેશ રોશને ક્લેશ ટાળવા માટે ફિલ્મ ગુરૂવારે સાંજે રિલીઝ કરવાની ઘોષણા કરી તેના થોડા જ કલાકોમાં શાહરૂખે ટ્રેલર રિલીઝ કરતાં પોતાની ફિલ્મની રિલીઝ ડેટ પણ એક દિવસ આગળ વધારી દીધી હતી. શાહરૂખની ફિલ્મ 'રઇસ' ગુરૂવારે સવારના શોથી થિયેટરમાં રિલીઝ થઇ હતી. આ આખા પ્રકરણ અંગે રાકેશ રોશને ખુલીને નારાજગી વ્યક્ત કરી હતી, જ્યારે શાહરૂખે ચૂપ રહી પોતાનું કામ ચાલુ રાખ્યું હતું.

English summary
Shahrukh Khan averts the box office clash with Akshay Kumar and shifts the release date of ‘Jab Harry Met Sajal’ on August 4?
Please Wait while comments are loading...