• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

એકલવાયાં શાહરુખના જીવંત પાત્રો : જુઓ તસવીરો

|

મુંબઈ, 6 નવેમ્બર : બૉલીવુડના કિંગ ખાન શાહરુખ ખાન આજે જે ઉંચાઇએ છે, ત્યાં પહોંચવાનું સ્વપ્ન દરેક એક્ટરનું હોય છે, પરંતુ ત્યાં સુધી પહોંચવા માટે જે લગન અને મહેનતની જરૂર હોય છે, તેમ કરી શકવું દરેકના વશની વાત હોતી નથી. શાહરુખ ખાને પોતાના જીવનમાં અનેક વાર એવી કેટલીક સમજુતીઓ કરી કે જેના વિશે કદાચ જ કોઈને ખબર હશે, પરંતુ આમ છતાં તેમને જોઈ દરેક વ્યક્તિ એમ જ વિચારે છે કે કિંગ ખાનનું જીવન કેટલું સુંદર અને કેટલું શ્રેષ્ઠ છે.

કહે છે કે સામાન્ય રીતે જે દેખાય છે, તેવું હોતું નથી અને જે હોય છે, તેવું દેખાતું નથી. કિંગ ખાનનું જીવન પણ કઈંક એવું જ છે. પોતાના જીવન સાથે જોડાયેલી કેટલીક એવી વાતો કે જે આજ સુધી તેમણે કોઈની સાથે શૅર નથી કરી, તે ગઈકાલે તેમણે ગોવાના થિંકફેસ્ટ દરમિયાન લોકો સાથે શૅર કરી. તેમણે જણાવ્યું કે આજે તેઓ ટૉપ ઉપર છે, પરંતુ ત્યાં ખૂબ એકલાપણું અને તન્હાઈ છે. શાહરુખે એમ પણ જણાવ્યું કે તેમની ફિલ્મોના મોટાભાગના પાત્રો તેમના રીયલ લાઇફથી પ્રેરિત હોય છે. તેઓ જેવું ફીલ કરે છે, તેવું જ તેઓ એક્ટ કરે છે.

શાહરુખ ખાને પોતાની અનેક ફિલ્મોમાં એવાં પાત્રો ભજવ્યાં છે કે જે જોઈ લોકો ખૂબ પ્રેરિત થાય છે અને તેમના પાત્ર તેમના ફૅન્સને ઘણું બધું શીખવાડી જાય છે. કિંગ ખાને જણાવ્યું કે તેઓ પોતાનું ખાલીપણું પોતાની એક્ટિંગ વડે વહેંચે છે. સૌથી વધુ તેઓ પોતાના પિતાને મિસ કરે છે. સાથે જ કિંગ ખાને એમ પણ જણાવ્યું કે આજે તેઓ આટલી સારી ફૅમિલી અને આટલા સારા મિત્રો હોવા છતાં પણ ખાલીપણાં સામે ઝઝુમી રહ્યાં છે.

આવો યાદ કરીએ કિંગ ખાન દ્વારા સિલ્વર સ્ક્રીને જીવંત કરાયેલ પાત્રો કે જે જોઈ તેમના ફૅન્સની આંખોમાં છલકાઈ પડ્યા હતાં.

કભી હાઁ કભી ના

કભી હાઁ કભી ના

સુચિત્રા કૃષ્ણમૂર્તિ સાથેની કભી હાઁ કભી ના ફિલ્મમાં શાહરુખે સુનીલ નામના યુવાનનું પાત્ર ભજવ્યુ હતું કે જે પોતાની બાળપણની મિત્ર આના સાથે પ્રેમ કરે છે. તે અનેક અસત્યો ઉચ્ચારે છે, પરંતુ બાદમાં તે કાયમ સત્યનો જ સાથ આપે છે અને અંતે પોતાના મિત્રને પોતાનો પ્રેમ આપી પોતે તન્હા રહેવું સ્વીકારે છે.

યસ બૉસ

યસ બૉસ

જુહી ચાવલા સાથે શાહરુખની આ હિટ ફિલ્મ હતી. યસ બૉસમાં શાહરુખે એક એવા યુવાનનું પાત્ર ભજવ્યુ હતું કે જે પોતાની માતાને દુનિયાની તમામ ખુશીઓ આપવા માંગે છે. તે પોતાના બૉસના કહેવાથી જુહીને પણ પટાવે છે અને બૉસ પાસે લઈ આવે છે, પરંતુ બાદમાં તે પૈસા સામે સંબંધોને મહત્વ આપે છે અને પોતાના બૉસની સચ્ચાઈ જુહીને બતાવી તેને બચાવી લે છે.

દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે

દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે

શાહરુખ ખાન અને કાજોલની આ ફિલ્મ આ જોડીની આ સુપર હિટ ફિલ્મ હતી. દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેમાં શાહરુખે રાજનું પાત્ર ભજવ્યુ હતું કે જે વિદેશમાં રહેવાં છતાં પોતાના દેશની માટી સાથે જોડાયેલો રહે છે અને જે પોતાના પ્રેમને ભગાડી ને નહિં, પણ સૌનું દિલ જીતી અપનાવવા માંગે છે.

કલ હો ના હો

કલ હો ના હો

પ્રીતિ ઝિંટા અને સૈફ અલી ખાન સાથે કલ હો ના હો ફિલ્મમાં શાહરુખે મુખ્ય પાત્ર ભજવ્યુ હતું. આ ફિલ્મમાં શાહરુખે દર્શાવ્યુ કે કઈ રીતે જીવન મોટું હોવું જોઇએ, લાંબુ નહીં. આ ફિલ્મમાં શાહરુખને કૅંસર થાય છે અને આમ છતાં તે પોતાનું જીવન એવી રીતે જીવે છે કે જાણે તેને કોઈ ગમ કે દર્દ છે જ નહિં. હસો, જીવો અને મુસ્કુરાવો. શી ખબર કલ હો ના હો.

મોહબ્બતેં

મોહબ્બતેં

મોહબ્બતેં ફિલ્મમાં શાહરુખે રાજનો રોલ કર્યો. રાજ જેને પ્રેમ કરતો હતો, તે છોકરી મરી જાય છે અને તેના પિતા કે જે પોતાના સિદ્ધાંતો આગળ સંબંધોને મહત્વ નથી આપતાં, તે એકલાં રહી જાય છે. શાહરુખ તેના પિતા પાસે આવે છે. તેમને જીવનમાં પ્રેમનો મહત્વ બતાવે છે અને બીજાને પણ શીખવાડે છે કે કઈ રીતે પોતાનો પ્રેમ સાથે ના હોવા છતાં પણ તે તેને દરેક પળે પોતાની નજીક અનુભવે છે.

કભી ખુશી કભી ગમ

કભી ખુશી કભી ગમ

પરિવાર અને સંબંધોને પરસ્પર જાળવી રાખવાની વાર્તા હતી કભી ખુશી કભી ગમ. કઈ રીતે તમામ ગેરસમજો વચ્ચે એક-બીજાથી માઇલો દૂર રહેવાં છતાં પરિવારના સભ્યો પોતાના હૃદયમાં પોતાનાથી મોટેરાઓ માટે સન્માન અને પ્રેમ ધરાવે છે. આ જ વાત આ ફિલ્મે શીખવાડી.

કભી અલવિદા ના કહના

કભી અલવિદા ના કહના

ક્યારેક-ક્યારેક સંબંધો માણસ માટે બોઝ બની જાય છે, પરંતુ ક્યાંક તે તૂટવાથી કોઈને તકલીફ ના થાય, એમ વિચારી આપણે તે સંબંધોને જીવન ભર ઢસડ્યા કરીએ છીએ, પરંતુ આ ફિલ્મથી શાહરુખે જણાવ્યું કે સંબંધોને બોઝ સમજી તેમની સાથે ઢસડાવું ના જોઇએ. સંબંધોને જીવવું જોઇએ. જે સંબંધમાં અહેસાસ મરી જાય, તે સંબંધ નિભાવવામાં કોઈ ફાયદો નથી.

ચક દે ઇન્ડિયા

ચક દે ઇન્ડિયા

ચક દે ઇન્ડિયા ફિલ્મમાં શાહરુખ ખાને એક અલગ જ પ્રકારનો રોલ કર્યો છે. આ ફિલ્મમાં શાહરુખ ગર્લ્સ હૉકી ટીમના કોચ બને છે અને શાહરુખે શીખવાડ્યું છે કે કઈ રીતે મળીને કામ કરવાથી જ જીત હાસલ થાય છે.

મૈં હૂઁ ના

મૈં હૂઁ ના

મૈં હૂઁ ના ફિલ્મમાં શાહરુખે પોતાના દેશ અને પોતાના સંબંધો સાથે જોડાયેલ કેટલાંક અહેસાસો જીવ્યાં છે. ફિલ્મમાં શાહરુખ પોતાના પિતાની બીજી પત્ની અને તેમના પુત્રને પોતાના પ્રેમ સાથે પોતાના બનાવે છે.

માય નેમ ઇઝ ખાન

માય નેમ ઇઝ ખાન

ક્યારેક-ક્યારેક માણસ નૉર્મલ ના હોવા છતાં પણ નૉર્મલ માણસ કરતાં વધુ સમજદાર હોય છે. માય નેમ ઇઝ ખાનમાં શાહરુખે કઈંક આવું જ પાત્ર ભજવ્યું છે. આ રોલ જોઈ દરેકની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા હતાં.

English summary
Shahrukh Khan says that even he is on top still he feels lonely,during thinkfest in Goa. He said that his movie characters are the reflection of his real life feelings. Whatever he feels he dipicts through his acting.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more