• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શાહરુખે યશ ચોપરાને ગુડબાય કિસ કરી કહ્યું અલવિદા

|

મુંબઈ, 29 સપ્ટેમ્બર : ગત 27મી સપ્ટેમ્બરે રોમાંસનાં કિંગ યશ ચોપરાએ પોતાનો 80મો જન્મ દિવસ ઉજવ્યો અને આ દિવસને સ્પેશિયલ તરીકે સેલિબ્રેટ કરવા બૉલીવુડના કિંગ ખાન તેમજ યશ ચોપરાના લકી ચાર્મ શાહરુખ ખાને યશ ચોપરાનું ઇન્ટરવ્યૂ લીધું. પોતાના ઇન્ટરવ્યૂ દરમિયાન યશ ચોપરાએ પોતાની ફિલ્મી સફર સાથે સંકળાયેલી ખાટી-મીઠી યાદો શૅર કરી. સાથે જ એવી જાહેરાત પણકરી કે જબ તક હૈ જાન તેમની આખરી ફિલ્મ હશે. હવે પછી તેઓ ફિલ્મોનું દિગ્દર્શન નહિં કરે.

યશ ચોપરાએ પોતાના ઇન્ટરવ્યૂ દરમિયાન શાહરુખ ખાન સાથે પોતાના અનુભવો વાગોળ્યા અને જણાવ્યું હતું, ‘શાહરુખ એકમાત્ર એવા હીરો છે કે જેમણે ક્યારેય મને ફિલ્મની વાર્તા અવા તેઓ કેટલી ફી લેશે, તે અંગે સવાલ નથી કર્યાં. હું ચેક દ્વારા જેટલાં પૈસા શાહરુખને મોકલતો, તેઓ તે લઈ લેતાં અને પછી એમ પણ કહેતાં કે આટલા પૈસા કેમ મોકલાવ્યાં.' યશ ચોપરાએ જણાવ્યું કે શાહરુખને તેમની વાર્તા ઉપર સમ્પૂર્ણ ભરોસો રહેતો. તેઓ ક્યારેય ફિલ્મના શુટિંગ પહેલા યશ ચોપરાને નહોતા મળતાં, કારણ કે તેમને ન તો વાર્તા સાંભળવાની હોય કે ના પૈસા વિશે વાત કરવાની હોય.

પોતાના ઇન્ટરવ્યૂમાં જ્યારે યશ ચોપરાએ એમ જણાવ્યું કે તેઓ 13મી નવેમ્બરે રિલીઝ થવા જઈ રહેલી ફિલ્મ જબ તક હૈ જાન બાદ કોઈ ફિલ્મનું દિગ્દર્શન નહિં કરે, તો શાહરુખ લાગણીશીલ થઈ ગયાં અને તેમણે યશ ચોપરાને ગુડબાય કિસ કરી અલવિદા કહ્યું. શાહરુખ અને યશ ચોપરાની જોડીએ બૉક્સ ઑફિસે ઘણી ધમાલ મચાવી છે. ડરથી લઈને જબ તક હૈ જાન સુધી જેટલી પણ ફિલ્મો બંનેએ સાથે મળી કરી, તેમાંની લગભગ તમામ હિટ થઈ છે.

હવે યશ ચોપરાએ દિગ્દર્શન છોડ્યાં બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રી તેમની જોડીને જરૂર મિસ કરશે. પરંતુ અત્યારે તો સૌને ઇન્તેજાર છે નવેમ્બરમાં રિલીઝ થવા જઈ રહેલી રોમેન્ટિક કિંગ અને રોમેન્ટિક હીરોની ફિલ્મ જબ તક હૈ જાનનો કે જેમાં પહેલી વાર કેટરીના કૈફ સાથે શાહરુખ રોમાંસ કરતાં નજરે પડશે.

English summary
Shahrukh Khan on the occasion of Yash Chopra's 80th birthday gave him a surprise by taking his exclusive interview. He also got emotional when Yash Chopra announced his retirement plan after Jab Tak Hai Jaan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more