શાહરૂખ-કાજોલ બોલીવુડની સૌથી રોમેન્ટિક જોડી

બ્રિટેનના સૌથી મોટા ઓનલાઇન ઇડિયન મૂવી પોર્ટલ 'સોનોના' દ્રારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં અલગ-અલગ દાયકાના જોડીઓ વચ્ચે મુકાબલો થયો અને શાહરૂખ ખાન અને કાજોલની જોડીએ ધમેન્દ્ર-હેમા માલિની, રાજકપૂર-નરગિસ તથા અમિતાભ-રેખાની જોડીને પછાડી આગળ નિકળી ગઇ હતી.
આ રોમેન્ટિક જોડીની પસંદગી ફેસબુક, ટ્વિટર, ઇમેલ તથા મૂવી પોર્ટલ દ્રારા કરવામાં આવી હતી. આ સંયોગમાં કહેવામાં આવશે કે આ સર્વેક્ષણનું પરિણામ આજે વેલેન્ટાઇન ડેના દિવસે કરવામાં આવ્યું. બોલિવુડના દિવાનાઓને 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'માં શાહરૂખ ખાન અને કાજોલની રોમેન્ટિક જોડીને લોકોએ સૌથી વધુ પસંદ કરી છે.
આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને કાજોલને લંડનામાં રહેતા બે અપ્રવાસી ભારતીયોના રૂપમાં બતાવવામાં આવ્યાં છે. એક યૂરોપ ટૂર દરમિયાન બંને વચ્ચે પ્રેમ થઇ જાય છે. સૌથી રોમેન્ટિક જોડીમાં પ્રથમ દસ ક્રમમાં સામેલ કરવામાં આવેલ અન્ય જોડીઓમાં રિષી કપૂર અને નીતૂ સિંહ તથા અનિલ કપૂર અને માધુરી દિક્ષિતનો સમાવેશ થાય છે. સનોનાના મુખ્ય કાર્યકારી અધિકારી એડમ ડેવિસે કહ્યું હતું કે 'શક્ય છે કે આ જોડી એવી છે જેના નામ માત્રથી દર્શકો ખુશીના મારે બૂમો પાડવા લાગે છે.












Click it and Unblock the Notifications
