For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શાહરુખ-અક્ષયથી ગભરાયું પાક, ‘ચેન્નઈ’ અને ‘મુંબઈ’ બૅન્ડ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 24 એપ્રિલ : આપ વિચારતાં હશો કે આ શું મુદ્દો છંછેડ્યો છે પાકિસ્તાને. હકીકતમાં વાત જાણે એમ છે કે પાકિસ્તાનમાં હિન્દી ફિલ્મોનો ખાસો ક્રેઝ રહે છે કે જેનાથી પાકિસ્તાની સિનેમાનો બિઝનેસ ચોપટ થઈ જાય છે. તેથી જ પાકિસ્તાનમાં શાહરુખ ખાન અને અક્ષય કુમારની આવનાર ફિલ્મો ચેન્નઈ એક્સપ્રેસ તથા વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ અગેન ઉપર બૅન મૂકવામાં આવ્યું છે. આ બંને ફિલ્મો ઈદે રિલીઝ થવાની છે.

akshay-kumar-shahrukh-khan

મળતી માહિતી મુજબ પાકિસ્તાનમાં આ વખતે ઈદે ચાર મોટા પ્રોજેક્ટ ધરાવતી ફિલ્મો રિલીઝ થવાની છે. આ ફિલ્મો ઉપર કરોડો રુપિયા રોકાયેલાં છે. તેવામાં જો શાહરુખ અને અક્ષયની ફિલ્મો રિલીઝ થાય, તો પાકિસ્તાનની આ ચારે ફિલ્મોના નિર્માતાઓ મુશ્કેલીમાં મૂકાઈ શકે છે. તેથી ચેન્નઈ એક્સપ્રેસ તથા વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ અગેઇન ફિલ્મોને બૅન કરી દેવાઈ છે.

જોકે બૉલીવુડ પંડિતોએ પાકિસ્તાનના આ પગલાને શુભ સંકેત તરીકે લીધું છે. તેમનું કહેવું છે કે જે ફિલ્મો પાકિસ્તાનમાં પ્રતિબંધિત કરાય છે, તે જોરદાર હિટ થાય છે. તેથી હવે માની લેવું જોઇએ કે ચેન્નઈ એક્સપ્રેસ તથા વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ અગેઇન જોરદાર હિટ થશે.

આ અગાઉ પણ શાહરુખ ખાનની જબ તક હૈ જાન અને અક્ષય કુમારની ખિલાડી 786 ફિલ્મો પાકિસ્તાનમાં બૅન કરાઈ હતી. બંને ફિલ્મોએ સો કરોડનો બિઝનેસ કર્યો.

English summary
Pakistan has decided to blackout the films of Shahrukh Khan and Akshay Kumar on Eid in August.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X