Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સલમાન સાથે કામ કરવા માંગે છે શાહરુખની પુત્રી !

મુંબઈ, 16 નવેમ્બર : ચોંકી ગયાને... પરંતુ આ વાત એકદમ સાચી છે કે શાહરુખની પુત્રી સલમાન ખાન સાથે કામ કરવા માંગે છે. હવે આપ વિચારતાં હશો કે શાહરુખ આ બધુ સહન કઈ રીતે કરી શકે? તો ચાલો અમે આપની પરેશાની દૂર કરી દઇએ. હકીકતમાં અમે વાત કરીએ છીએ શાહરુખની રીલ લાઇફ પુત્રી અંજલિ ખન્ના વિશે.

Sana Saeed

યાદ આવ્યું આપ લોકોને... સને 1998માં એક ખૂબ જ સુંદર ફિલ્મ આવી હતી. તેનું નામ હતું કુછ કુછ હોતા હૈ. આ ફિલ્મ શાહરુખના ખાસમખાસ મિત્ર કરણ જૌહરે દિગ્દર્શિત કરી હતી. ફિલ્મમાં આઠ વરસની બાળકી હતી. તેનું નામ હતું અંજલિ ખન્ના. હા જી. તે જ અંજલિ ખન્ના કે જેનું સાચુ નામ સાના સઈદ છે અને જે હવે 24 વરસની સુંદર અભિનેત્રી બની ચુકી છે. અંજલિએ કરણ જૌહરની જ હિટ ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ ઈયર સાથે કમબૅક કર્યું છે. ફિલ્મમાં અંજલિએ સહનાયિકાનો રોલ કર્યો છે. સાનાએ જણાવ્યું કે તેઓ ફરી એક વાર સલમાન અને શાહરુખ સાથે કામ કરવા માંગે છે.

તેમણે ફિલ્મ કુછ કુછ હોતા હૈમાં બંને કલાકારો સાથે કામ કર્યુ હતું. સાનાએ જણાવ્યું કે બંને જ બહેતરીન કલાકારો છે કે જેમની જેટલી પ્રશંસા કરીએ, એટલી ઓછી છે. તેઓ હવે આ ઉંમરે શાહરુખ અને સલમાન બંને સાથે ફરી એક વાર સ્ક્રીન શૅર કરવા માંગે છે. સાનાને આશા છે કે તેમની આ ઇચ્છા એક દિવસ જરૂર પૂર્ણ થશે.

ખેર હાલમાં તો શાહરુખ-સલમાન એક-બીજાની સામું પણ જોવા નથી માંગતાં, પરંતુ વર્ષ 1998માં એવી વાત નહોતી. ત્યારેય કોઇએ વિચાર્યુ નહોતું કે એક દિવસ એવો આવશે કે બંને એક-બીજાના શત્રુ બની જશે. તેથી આ આશા છોડી દેવી કે બંને ફરી સાથે નહીં જ કામ કરે, તેવું માની લેવું ખોટું કહેવાશે. ઉપરવાળા પાસે દુઆ કરીએ કે સાનાની આ ઇચ્છા જલ્દીથી જલ્દી પૂરી થાય કે જેથી બંનેને ચાહનારાઓને ફરી એક વાર સારી ફિલ્મ જોવા મળે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X