શાહરુખ-ફરહાન બનશે રઈસ, લોકોને ઇંતેજાર!
મુંબઈ, 16 ડિસેમ્બર : લાંબા સમયથી બે નાયાબ કલાકારોને રૂપેરી પડદે સાથે જોવાની ઇચ્છા હવે પૂર્ણ થવાની છે, કારણ કે બૉલીવુડના કિંગ ખાન એટલે કે શાહરુખ ખાન અને બેમિસાલ કલાકાર ફરહાન અખ્તર એક સાથે રૂપેરી પડદે દેખાનાર છે. તે પણ રાહુલ ધોળકિયાની ફિલ્મ રઈસમાં.

દરમિયાન રાહુલ ધોળકિયાની ફિલ્મ રઈસમાં શાહરુખ ખાન અને ફરહાન અખ્તર સાથે આવવના સમાચારથી બંનેના ફૅન્સ ખુશ થઈ ગયાં છે અને લોકોને તેમની ફિલ્મનો ઇંતેજાર છે. ફરહાનની ભાગ મિલ્ખા ભાગ ફિલ્મ ખૂબ જ સફળ રહી છે, તો શાહરુખની ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મે ધૂમ મચાવી છે.












Click it and Unblock the Notifications
