મુંબઈ, 10 જાન્યુઆરી : પીકે બૉક્સ ઑફિસ પર રોજ નવા રેકૉર્ડ્સ ઊભા કરી રહી છે. આમિર ખાન પોતાના જ બનાવેલા રેકૉર્ડ્સ તોડી રહ્યા છે. લોકો તેના વિશે રોજેરોજ નવી માહિતીઓ મેળવી રહ્યાં છે, પણ એક માણસ એવો પણ છે કે જે એને આવી બાબતો અંગે જરાય માહિતી નથી. પીકે કેટલાક લોકોને સારી લાગી, તો કેટલાકે તેને માથેથી ફગાવી દીધી. લાગે છે કે આ શખ્સ બીજી શ્રેણીમાં આવે છે અને તેનું નામ છે શાહરુખ ખાન.
તાજેતરમાં જ ડબ્બુ રત્નાની કૅલેંડર 2015 માટેના શૂટ બાદ મીડિયા સાથે વાતચીતમાં શાહરુખે પોતાના અંદાજમાં પીકે કલેક્શન પર કટાક્ષ કર્યાં. કોઈમોઈ.કૉમ વેબસાઇટના એક રિપોર્ટરે તેમને પૂછ્યું કે લોકો આજકાલ બહુ સારી બૉક્સ ઑફિસ કમાણી કરી રહ્યાં છે, 300 કરોડ, 600 કરોડ... બસ આટલુ કહેવુ હતું કે શાહરુખે રિપોર્ટરને પોતાના જ અંદાજમાં પૂછ્યું કે કોના 600... 600 કરોડ કોના થઈ ગયાં? શાહરુખે પોતાના શરારતી સ્મિત વડે જણાવી દીધું કે તેમણે જાણીજોઈને આવું કર્યું.
જોકે પછી શાહરુખને બતાવવામાં આવ્યું કે 600 કરોડ વર્લ્ડ કલેક્શન છે, તો શાહરુખે પોતાના અંદાજમાં જવાબ આપ્યો - હું તો બી ગયો કે હવે 600 થવા લાગ્યાં? ખેર, સીરિયસ થતા જ શાહરુખે ફિલ્મના બિઝનેસની વાત સમજાવી અને જણાવ્યું કે કેમ 600 કરોડ કોઈ બહુ મોટી બાબ નથી. તેમણે એમ પણ સમજાવ્યું કે આખરે આ 600 કરોડ કેમ અને કેવી રીતે બની ગયાં? શાહરુખે વધુ એક પંચ આપ્યું કે ત્રણ માસમાં તેના કરતા પણ કંઇક વધુ થશે અને કેમ થશે, તે જાણવા માટે નીચે આપેલ વીડિયો જુઓ :