હું તો રોમાન્સ કરું છું, કુશ્તી સલમાન અને આમિર કરી લેશે...
શાહરુખ ખાન ઈદના સમયે કોઈને પણ નારાઝ નથી કરતા. આ વર્ષે પણ ઈદના સમયે મીડિયા શાહરુખ ખાન ના ઘરે પહોંચ્યા અને શાહરુખ ખાને દરેકના સવાલોના દિલ ખોલીને જવાબ આપ્યા. આ વાતમાં કોઈ જ શંકા નથી કે શાહરુખ ખાન જ્યારે સારા મૂડમાં હોઈ ત્યારે તેમના જેવા શાનદાર વ્યક્તિ ભાગ્યે જ કોઈ હશે.
ઈદના દિવસે મીડિયા સાથે વાતચીત દરમિયાન શાહરુખ ખાનને કોઈએ સવાલ પૂછ્યો કે સલમાન ખાને સુલતાન કરી, આમિર ખાન દંગલ કરી રહ્યા છે. શુ શાહરુખ ખાને પણ કુશ્તીવાળી ફિલ્મો કરવી જોઈએ?

આ સવાલ પર શાહરુખ ખાને ખૂબ જ મજેદાર જવાબ આપ્યો. કિંગ ખાને મજાકના અંદાઝમાં કહ્યું કે "યાર ક્યાં હું કુશ્તી.. હું રોમાન્સવાળો માણસ છું... કુશ્તી સલમાન અને આમિર કરી લેશે.. મને જોઈને લાગે છે કે હું કુશ્તી કરી શકું છું"
બસ પછી તો જોવાનું જ શુ હતું ત્યાં હાજર બધા જ મીડિયાવાળા હસવા લાગ્યા. શાહરુખ ખાને ઈદના સમયે મીડિયા સાથે બધી જ વાતો શેર કરી. શાહરુખ ખાને કહ્યું કે સલમાનના ઘરે ખૂબ જ ટેસ્ટી જમવાનું બને છે, તો ઈદમાં તે સલમાનના ઘર ચોક્કસ જશે.












Click it and Unblock the Notifications
