ટેડ ટૉકમાં અબરામ-આર્યનની અફવા અંગે SRKનો સણસણતો જવાબ

Posted By:
Subscribe to Oneindia News

શાહરૂખ ખાન ભલે એક એન્ટરટેઇનર છે, પરંતુ તે મન ખોલીને વાતો કરે છે અને તેમના વ્યંગ અને હાસ્યાસ્પદ ટિપ્પણી પાછળ પણ એક અર્થ છુપાયેલો હોય છે. શાહરૂખ ખાન પોતાના અંગેની દરેક અફવા ધ્યાનથી વાંચે છે અને ઘણીવાર મીડિયા સામે કે ઇન્ટરવ્યૂમાં તેની પર વ્યંગ પણ કરે છે. તેમણે ટેડ ટૉકમાં પોતાના પરિવાર સાથે જોડાયેલી આવી જ એક અફવાનો સણસણતો જવાબ આપ્યો છે.

"અબરામ આર્યનનું 'લવ-ચાઇલ્ડ' નથી"

ટેડ ટોકમાં શાહરૂખે જણાવ્યું કે, "ચાર વર્ષ પહેલાં મેં અને મારી પત્ની ગૌરીએ ત્રીજું બાળક લાવવાનો નિર્ણય લીધો હતો. ઇન્ટરનેટની એક વેબસાઇટ પર દાવો કરવામાં આવ્યો હતો કે તે મારા પહેલા પુત્ર આર્યન, જે ત્યારે માત્ર 15નો હતો, તેનું લવ-ચાઇલ્ડ છે. વેબસાઇટ અનુસાર રોમાનિયામાં આર્યનની એક ગર્લફ્રેન્ડ છે અને અબરામ એ બંન્નેનું બાળક છે. આ ન્યૂઝ સાથે એક ફેક વીડિયો પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો."

"આર્યન પર આ અફવાની ખૂબ અસર થઇ હતી"

"આ અફવા આવી ત્યારે આર્યન માત્ર 15 વર્ષનો હતો અને તેની પર આ વાતની ખૂબ અસર થઇ હતી. હું એને વારે-વારે સમજાવતો, પરંતુ ત્યારે તે આ વાતે ખૂબ દુઃખી થયો હતો. આજે ઇન્ટરનેટના જમાનામાં રિયાલિટી વર્ચ્યૂઅલ બની ગઇ છે અને વર્ચ્યૂઅલ રિયાલિટી." આ શાહરૂખનો સિરિયસ મોડ આન્સર હતો, પરંતુ ઘણીવાર શાહરૂખ મજાક-મજાકમાં પણ આવી અફવાઓના ખૂબ સરસ જવાબ આપે છે. શાહરૂખની હાજરજવાબીના મજેદાર કિસ્સાઓ વાંચો અહીં..

બાળકોની રોમેન્ટિક લાઇફ અંગે મને નથી ખબર

બાળકોની રોમેન્ટિક લાઇફ અંગે મને નથી ખબર

સવાલ - આર્યન કોને ડેટ કરી રહ્યાં છે?
શાહરૂખ ખાન - મારા બાળકો મારા મિત્રો છે, તેઓ મારી સાથે બેસે છે, મજાક-મસ્તી કરે છે પરંતુ આ રોમાન્સની વાતો તેઓ મારી સાથે શેર નથી કરતાં. ગૌરીને કદાચ ખબર હોય કે કોણ કોને ડેટ કરી રહ્યું છે, પરંતુ મને તેઓ આ અંગે કંઇ નથી કહેતાં અને ના તો હું તેમને પૂછું છું કે તેમની રોમેન્ટિક લાઇફમાં શું ચાલી રહ્યું છે!

રણબીર-દીપિકા

રણબીર-દીપિકા

એક સમારંભમાં રણબીર અને દીપિકાએ કહ્યું હતું કે, શાહરૂખ અને કાજોલની જોડી પલંગ તોડ છે. શાહરૂખે તરત જવાબ આપ્યો હતો કે, રણબીર અને દીપિકાની જોડી પણ શાનદાર છે, પરંતુ તેમનાથી પલંગ તૂટશે કે નહીં એ મને નથી ખબર!

"હા, મારી હિરોઇન્સ મને પપ્પા કહે છે"

સવાલ - શું તમારી ઉંમર અને બાળકોને કારણે કરિયર પર અસર થાય છે?
શાહરૂખ ખાન - હા, મારી બધી જ હિરોઇન મને પપ્પા કહીને બોલાવે છે અને હું પણ 'મારી બેબી' કહી તેમની સાથે રમું છું.

શાહરૂખની હાજરજવાબી

શાહરૂખની હાજરજવાબી

સવાલ - શું તમે Bisexual છો?
શાહરૂખ ખાન - ના, હું Tri Sexual છું, હું બધું જ ટ્રાય કરું છું.

"મેં બધાનું કરિયર શરૂ કર્યું છે"

મંદિરા બેદી - (એક આઇપીએલ મેચ દરમિયાન) તમારી હિરોઇન્સ પ્રીતિ અને શિલ્પા તમને ટક્કર આપશે. શું આનાથી તમારા વ્યક્તિગત સંબંધો પર કોઇ અસર થશે?
શાહરૂખ ખાન - મને નથી લાગતું. મેં તેમનું કરિયર શરૂ કર્યું છે અને જ્યાં સુધી મને યાદ છે, મેં તારું પણ કરિયર શરૂ કર્યું છે, મંદિરા!

"જો હું આમિર ખાન બનું તો.."

કરણ જોહર - એક સવારે તમે ઉઠો અને જુઓ કે તમે આમિર ખાન બની ગયા છો તો તમે શું કરશો?
શાહરૂખ ખાન - હું મીડિયા બોલાવીશ અને કહીશ કે શાહરૂખ ખાન સૌથી શ્રેષ્ઠ એક્ટર છે.

"તમારી ઉંમર પૂછું?"

સવાલ - શું તમને કેબીસી 3 માટે મસમોટી રકમ મળી રહી છે?
શાહરૂખ ખાન - જો તમે વધુ એકવાર આ સવાલ પૂછ્યો તો મેડમ હું બધા વચ્ચે તમને તમારી ઉંમર પૂછી લઇશ.

"સારી ફિલ્મો ક્યારે કરશો?"

સવાલ - તમે ફિલ્મો કરવાનું ક્યારે શરૂ કરશો...સારી ફિલ્મો?
શાહરૂખ ખાન - તમે સવાલ પૂછવાનું ક્યારે શરૂ કરશો...સારા સવાલો?

સલમાન ખાન સાથેના સંબંધો અંગે

સલમાન ખાન સાથેના સંબંધો અંગે

સવાલ - તમારા અને સલમાન વચ્ચેના સંબંધો હવે કેવા છે?
શાહરૂખ ખાન - મારી અન સલમાન વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું છે, અમે અમારું બાળક પણ પ્લાન કરી રહ્યાં છીએ!!!

English summary
Shahrukh Khan opened up on ridiculous rumors of Aryan Being Abrams Dad.
Please Wait while comments are loading...