For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : નાના પડદાનો સૈનિક બન્યો મોટા પડદાનો સરતાજ!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 2 નવેમ્બર : આજે બૉલીવુડના બાદશાહ ખાનનો 48મો જન્મ દિવસ છે. ટેલીવિઝનની દુનિયાથી પોતાનું કૅરિયર શરૂ કરનાર કિંગ ખાનની પ્રથમ ફિલ્મ 1992માં દીવાના આવી હતી. તેમાં ઋષિ કપૂર તેમજ દિવ્યા ભારતી પણ હતાં. ફિલ્મ જબર્દશ્ત હિટ થઈ હતી.

શાહરુખ ખાને પોતાનું એક્ટિંગ કૅરિયર નાના પડદાથી શરૂ કર્યુ હતું. તેમણે એક્ટિંગની શરુઆત 1988માં બૅરી જ્હૉનની ટેલીવિઝન સીરિયલ દિલ દરિયાથી કરી હતી, પરંતુ પ્રોડક્શનમાં વિલમ્બના પગલે આ સીરિયલ બની ન શકી. તે જ દરમિયાન શાહરુખ ખાનને વધુ એક સીરિયલ મળી ફૌજી અને 1988માં તેમણે નાના પડદે ફૌજી સીરિયલ દ્વારા કમાન્ડો અભિમન્યુ તરીકે એન્ટ્રી કરી. ફૌજી પછી તેમણે સર્કસ સીરિયલ કરી અને આ સાથે જ શાહરુખ ખાન નાના પડદા ઉપર છવાઈ જતા દેખાયાં. સર્કસમાં તેમની એક્ટિંગ દિલીપ કુમાર જેવી દેખાતી હતી.

દરમિયાન શાહરુખ ખાન 1991માં મુંબઈ આવી વસ્યાં અને હેમા માલિનીએ પોતાની ફિલ્મ દિલ આસના હૈમાં શાહરુખને બ્રેક આપ્યો. બૉલીવુડમાં પણ શાહરુખ સાથે તે જ બન્યું કે જે ટેલીવુડમાં બન્યુ હતું. તેમણે ફિલ્મી એક્ટિંગની શરુઆત તો દિલ આસના હૈ સાથે કરી, પરંતુ તેની રિલીઝમાં વિલમ્બ થયું અને શાહરુખની પ્રથમ રિલીઝ ફિલ્મ બની ગઈ દીવાના કે જે સુપરહિટ રહી. દીવાના પછી શાહરુખે પાછુ વળીને જોયું નહીં અને નાના પડદાનો આ સૈનિક આજે મોટા પડદાનો સરતાજ બની ચુક્યો છે. તેમની છેલ્લી ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસ રેકૉર્ડ બ્રેકર સાબિત થઈ છે.

શાહરુખ ખાન શું છે? એક રોમેન્ટિક હીરો કે એક એંટરટનેર કે પછી બહેતરીન હોસ્ટ. આવો તસવીરો વડે જાણીએ શાહરુખાનના વ્યક્તિત્વને.

ટીવી કલાકાર શાહરુખ

ટીવી કલાકાર શાહરુખ

સુપર સ્ટાર શાહરુખ ખાને પોતાના એક્ટિંગ કૅરિયરની શરુઆત ટેલીવિઝનથી કરી હતી. ફૌજી અને સર્કસ તથા દૂસરા કેવલ જેવી સીરિયલોથી જ લોકોએ કહેવું શરૂ કર્યુ હતું કે કિંગ ખાન લાંબી રેસના ઘોડા છે.

વિલન શાહરુખ ખાન

વિલન શાહરુખ ખાન

કિંગ ખાને મોટા પડદે એન્ટ્રી હીરોની છબી સાથે કરી અને ખલનાયક વડે લોગોના દિલોના નાયક બની ગયાં. બાઝીગર, ડર અને અંજામ તેમની યાદગાર ફિલ્મો છે.

કિંગ ઑફ રોમાંસ

કિંગ ઑફ રોમાંસ

મોટા પડદે શાહરુખે પ્રેમને એવી રીતે રજુ કર્યો કે લોકોને તેમના રોમેન્ટિક રોલ સાથે જ પ્રેમ થઈ ગયો. પરદેશ, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, મોહબ્બતેં, દિલ તો પાગલ હૈ જેવી ચુનંદા ફિલ્મો સાથે લોકોને પ્રેમ થઈ ગયો હતો, તો છેલ્લે જબ તક હૈ જાનમાં પણ તેઓ કિંગ ઑફ રોમાંસ તરીકે રજૂ થયા હતાં.

કૉમેડિયન શાહરુખ

કૉમેડિયન શાહરુખ

બહેતરીન કલાકાર શાહરુખે મોટા પડદે લોકોને હસાવ્યા પણ ખૂબ. રાજૂ બન ગયા જેંટલમૅન, ડુપ્લિકેટ, યસ બૉસ તેમની કૉમેડી ફિલ્મો છે અને તેમાં તેમની છેલ્લી ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસને પણ ઉમેરી શકાય છે.

પડકારરૂપ રોલ

પડકારરૂપ રોલ

એવું નથી કે શાહરુખે માત્ર લાઇટ પાત્રો જ ભજવ્યાં છે. દેવદાસ અને માય નેમ ઇઝ ખાન ફિલ્મો તેમની પડકારરૂપ પાત્રો ધરાવતી ફિલ્મો છે.

દેશભક્ત શાહરુખ

દેશભક્ત શાહરુખ

અશોકા, ચક દે ઇન્ડિયા, વીર ઝારા, સ્વદેશ તથા આવનાર ફિલ્મ જબ તક હૈ જાન તેમના દેશદાઝને પ્રકટ કરે છે.

સુપર હીરો

સુપર હીરો

રા.વન બનાવી શાહરુખે સુપર હીરો બનવનાના પ્રયત્નો કર્યાં કે જેની ઓવરસીઝમાં પણ પ્રશંસા કરાઈ.

ટીવી હોસ્ટ

ટીવી હોસ્ટ

કૌન બનેગા કરોડપતિ, ઝોર કા ઝટકા જેવા શો શાહરુખે હોસ્ટ પણ કર્યાં કે જે લોકોને ખૂબ ગમ્યાં.

જાહેરાતોના બાદશાહ

જાહેરાતોના બાદશાહ

આજે લગભગ 50થી વધુ જાહેરાતોમાં કિંગ ખાન દેખાય છે. જાહેરાત જગતમાં પણ તેમનો દબદબો જળવાયેલો છે.

English summary
We wish Shahrukh Khan a Happy Birthday. Let us see the King Khan's acting career in pictures. He started his acting career with Fauji Tv serial and his last film was Chennai Express, which was a record breaker movie.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X