For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લતા મંગેશકરના અંતિમ સંસ્કાર પર પણ લોકો નફરત ફેલાવવાનુ ન ચૂક્યા, શાહરુખની દુઆને ગણાવ્યો થૂકતો ફોટો

લતા મંગેશકરના અંતિમ સંસ્કાર પર શાહરુખની દુઆને ગણાવ્યો થૂકતો ફોટો.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ દેશમાં નફરત કરવા માટે કોઈ સાચો અને ખોટો સમય નથી. જે લોકોને નફરત ફેલાવવી છે તે સમય અને માહોલ નથી જોતા. આવુ જ કંઈક લતા મંગેશકરના અંતિમ સંસ્કાર પર થયુ. લતા મંગેશકરના અંતિમ દર્શન માટે શાહરુખ ખાન પણ શિવાજી પાર્ક પહોંચ્યા. અહીં તેમણે લતાજી પર ફૂલ ચડાવ્યા અને દુઆ પઢી. પરંતુ શાહરુખના દુઆ પઢતા ફોટા પર એક ટ્વિટર યુઝરે પૂછ્યુ - શું આણે થૂક્યુ? બસ, પછી શું? અલગાવવાદીઓએ એક વાર ફરીથી બે ધર્મોના ભાગલા પાડવાનુ શરુ કરી દીધુ. થોડી જ વારમાં શાહરુખ ખાન ટ્રેન્ડ થવા લાગ્યા.

શાહરુખ ખાનને કરવામાં આવ્યા ટાર્ગેટ

શાહરુખ ખાનને કરવામાં આવ્યા ટાર્ગેટ

જૂઠ અને નફરત બંનેની ઉંમર નાની જ હોય છે. શાહરુખ ખાન માટે આ વખતે આખો દેશ એક થઈને ઉભો રહ્યો અને આ ટ્વિટ યુઝરને દુઆ અને થૂક વચ્ચેનો તફાવત જણાવ્યો. જો કે, આ પહેલી વાર નથી જ્યારે શાહરુખ ખાનને કારણ વિના ટાર્ગેટ કરવામાં આવ્યા હોય. દિલીપ કુમારના નિધન પર પણ શાહરુખ ખાન જ્યારે શાયરાબાનૂને સંભાળતા દેખાયા તે તેમને કાળા ચશ્મા પહેરવા માટે ટાર્ગેટ કરવામાં આવ્યા અને પૂછવામાં આવ્યુ કે તે આટલી સ્ટાઈલમાં શું ડૉન 3ના સેટ પર આવ્યા છે કે પછી કોઈના નિધન પર શોક વ્યક્ત કરવા. પરંતુ આ વખતે દેશે શાહરુખ ખાનનો સાથે આપીને તેમના ફેને એક એવો ફોટો વાયરલ કર્યો જેને જોતા જ સહુ કોઈ ભાવુક થઈ ગયા અને પછી બધાના ચહેરા પર મુસ્કાન હતી.

નફરતવાળુ હિંદુસ્તાન

નફરતવાળુ હિંદુસ્તાન

એક ટ્વિટર યુઝરે લખ્યુ - આ મારુ પ્યારુ હિંદુસ્તાન છે પરંતુ આરએસએશે આને નફરતવાળુ હિંદુસ્તાન બનાવી દીધુ. જેમને દુઆની ફૂંક અને થૂકમાં ફરક નથી તે આજે સત્તા સંભાળી રહ્યા છે. વાહ રે ગજબ થઈ ગયો.

આને દુઆ કહેવાય

આને દુઆ કહેવાય

શોભના યાદવ નામની એક ટ્વિટર યુઝરે લખ્યુ - આને થૂંકવુ નહિ પરંતુ દુઆ પઢીને ફૂંકવાનુ કહેવાય, દુઆ છે આ.

ખૂબ જ સુંદર ફોટો

ખૂબ જ સુંદર ફોટો

બીજા એક યુઝરે શાહરુખ ખાન અને તેમની મેનેજર પૂજા ડડલાનીના ફોટા પર કમેન્ટ કરી - આ એટલો સુંદર ફોટો છે. તેના જવાબમાં બીજા એક યુઝર લખ્યુ - આ ફોટાને આઈડિયા પણ આ દેશના અલગાવવાદીઓને ગમતો નથી. ખૂબ ખરાબ, આવો દેશ બનાવવા માટે જ આપણે લડતા રહેવાનુ છે.

શરમ કરો

શરમ કરો

અન્ય એક યુઝરે લખ્યુ - શાહરુખ ખાન જેવુ કોઈ નથી અને ક્યારેય થશે પણ નહિ. તમારી નફરત અમને તેમને વધુ પ્રેમ કરવા, તેમને વધુ સમ્માન આપવા મજબૂર કરે છે. તમને લોકોને શરમ આવવી જોઈએ.

એટલા માટે એ શાહરુખ ખાન છે

એટલા માટે એ શાહરુખ ખાન છે

એક અન્ય ટ્વિટર યુઝરે લખ્યુ - આ વ્યક્તિને દેશ આટલો પ્રેમ કરે છે, તેનુ કારણ તમારી સામે છે.

શબ્દો ઓછી પડી જાય

શબ્દો ઓછી પડી જાય

અન્ય એક ટ્વિટર યુઝરે લખ્યુ - ઘણી વાર આ દેશની સુંદરતા બતાવવા માટે શબ્દો ઓછા પડી જાય છે અને આ ફોટો આવી જ એક પળ છે.

દિલ જીતવા માટે પ્રેમ જોઈએ

દિલ જીતવા માટે પ્રેમ જોઈએ

એક ટ્વિટ યુઝરે લખ્યુ - દિલ ટેંક, તોપ, ગોળાબારુદ, રાફેલ એફ-16, એટમ બૉમ્બથી નથી જીતી શકાતા, દિલ જીતવા માટે એક દિવસ પ્રેમ જ કરવો પડશે. નફરતની ઉંમર બહુ નાની હોય છે. તમે ઈચ્છો તો પણ કોઈને 24 કલાક નફરત નથી કરી શકતા પરંતુ મોહબ્બત તમે 24 કલાક શું આખી જિંદગી કરી શકો છો.

ખરેખર શરમ કરો

ખરેખર શરમ કરો

એક યુઝરે લખ્યુ - આ ગંદા વિચારોથી માત્ર તમે દેશમાં હિંદુ મુસલમાનની માનસિકતા ફેલાવીને ચૂંટણી જીત શકો છે. અમારી એકતાને તોડી નથી શકતા. હિંદુસ્તાન એક છે અને એક રહેશે. શરમ કરો.

English summary
Shahrukh Khan's photo of reading Dua at Lata Mangeshkar's funeral mis- spread, people call him spitting on the late singer's dead body.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X