OMG : બાપ તેવો બેટો : આર્યન પણ નિકળ્યો લૅડીઝ મૅન!
મુંબઈ, 24 માર્ચ : હૅડલાઇન વાંચીને ચોંકી ગયા ને? પરંતુ શું કરીએ? વાત જ એવી છે. બૉલીવુડના કિંગ ઑફ રોમાંસ શાહરુખ ખાન આજે પણ યુવા દિલોની ધડકન છે. અહીં સુધી કે ટીનેજ છોકરીઓના દિલોમાં પણ શાહરુખ ખાન જ ધડકે છે, પરંતુ કદાચ હવે એવું નહીં બને અને શાહરુખને પણ પોતાની વધતી વય અનુભવવા લાગે, કારણ કે હવે તેમને ટક્કર આપવા તેમનો પુત્ર જ આગળ આવી ગયો છે.
હા જી, શાહરુખ ખાનના લંડનમાં અભ્યાસ કરતાં 16 વર્ષીય પુત્ર આર્યનની એક ચોંકાવનારી તસવીર પોસ્ટ થઈ છે. આ તસવીરમાં શાહરુખના સાહેબઝાદા આર્યન બે છોકરીઓ વચ્ચે ઘેરાયેલા છે અને બંને તેમના ગાલે કિસ કરી રહી છે. આ તસવીર ઝૈનબ અબ્દુલ્લાની પોતાના ટ્વિટર ઍકાઉંટ @Zainaba53998184 પર પોસ્ટ કરી છે અને તસવીર નીચે કૅપ્શન લખ્યું છે લૅડીઝ મૅન.
ચાલો જાણીએ તસવીરો સાથે વધુ વિગતો :

તસવીર થઈ વાયરલ
બે યુવતીઓ વચ્ચે ઘેરાયેલા આર્યનની આ તસવીર પોસ્ટ થતા જ વાયરલ થઈ ગઈ છે. લોકો તેને મન મૂકીને શૅર કરી રહ્યાં છે.

બાપ-દીકરા મૌન
આ તસવીર અંગે શાહરુખ ખાન અને તેમના પુત્ર આર્યન તરફથી કોઈ પ્રત્યાઘાત હજી સુધી સાંપડ્યાં નથી.

બાપ તેવો બેટો
આ તસવીર જોઈને કદાચ શાહરુખના મોઢેથી એક જ શબ્દ નિકળ્યો હશે કે બેટો બિલ્કુલ બાપ ઉપર ગયો છે. આ તસવીર જોઈ એમ પણ કહી શકાય - બાપ નંબરી તો બેટા દસ નંબરી.

નવ્યા સાથે દોસ્તી
શાહરુખના પુત્ર આર્યનની અમિતાભના દોહિત્રી નવ્યા નવેલી નંદા સાથેની મૈત્રી પણ થોડાક સમય અગાઉ ચર્ચામાં હતી.

સાથે ભણે છે
આર્યન અને નવ્યા લંડનમાં સાથે ભણે છે.












Click it and Unblock the Notifications
