For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિલાઓ થકી જ દેશની પ્રગતિ છે : શાહરુખ ખાન

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 8 ફેબ્રુઆરી : કહે છે ને કે જેને બોલવાની ટેવ છે, તો તે પોતાની ટેવથી વાજ નથી આવતો. કંઈક એવો જ હાલ છે અભિનેતા શાહરુખ ખાનનો કે જેમણે જાહેરાત કરી હતી કે તેઓ હવે પોતાની ફિલ્મો સિવાય કોઈ પણ રાજકીય અને વિવાદાસ્પદ મુદ્દે પોતાનો અભિપ્રાય નહીં આપે, પરંતુ તેમણે ફરી મહિલાઓ અંગે પોતાના વિચારો પ્રકટ કર્યાં છે.

shahrukh

અરે ગભરાવવાની વાત નથી. તેમણે ખૂબ સારી વાત કહી છે કે જે સાંભળી આપ ફરી એક વાર શાહરુખ ઉપર વારી જશો. કિંગ ખાને જણાવ્યું છે કે મહિલાઓ જ દેશનું ભાવિ છે. કોઈ પણ મહિલાની મદદથી જ સૃષ્ટિનું નિર્માણ થાય છે. મહિલાઓની મદદથી જ ઘર અને સમાજ પ્રગતિ કરી શકે છે. તેથી આપણે મહિલાઓનો આદર કરવો જોઇએ અને તેમનું સન્માન કરવું જોઇએ.

શાહરુખ ખાને જણાવ્યું કે એક મહિલા માતા હોય છે કે જેના ચરણે ઝન્નત હોય છે. તે પત્ની હોય છે, બહેન હોય છે અને મિત્ર હોય છે. તે પોતે ભૂખ્યા રહી પ્રથમ પોતાના બાળકનું પેટ ભર છે. આપણે ગૌરવ હોવો જોઇએ કે આપણા દેશની મહિલાઓ આજે દરેક ક્ષેત્રે પુરુષની સમકક્ષ છે. આપણે મહિલાઓને પ્રોત્સાહિત કરવી જોઇએ.

નોંધનીય છે કે શાહરુખ ખાને આ વાત ઘડિયાળના બ્રાંડ ટૅગ હ્યુઅરની લિંક લૅડી સિરીઝના લૉન્ચિંગ પ્રસંગે જણાવી. આ પ્રસંગે દેશની ચાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું કે જેમણે જુદા-જુદા ક્ષેત્રે દેશનું નામ રોશન કર્યું છે. તેમાં સારા પાયલૉટ, પિયા સિંહ, ફૅશન ડિઝાઇનર રિતુ બેરી તેમજ ઓલિમ્પિકમાં કાંસ્ય પદક જીતનાર બૅડમિંટન ખેાડી સાયના નહેવાલનો સમાવેશ થાય છે.

English summary
Super Star Shahrukh Khan calls women 'leaders of future'. so they must be respected.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X