
હંમેશા વિવાદોમાં રહ્યો છે શક્તિ કપૂરનો પરિવાર, સ્ટિંગ ઑપરેશનમાં ખુદ ફસાયા, દીકરી શ્રદ્ધા થઈ ચૂકી છે બેન
બેંગલુરુઃ એક વાર ફરીથી બૉલિવુડમાં ડ્ર્ગ્સ કેસથી તોફાન આવ્યુ છે. આ વખતે નિશાના પર આવ્યા છે જાણીતા અભિનેતા શક્તિ કપૂરના દીકરા સિદ્ધાંત કપૂર જેને બેંગલુરુ પોલિસે કસ્ટડીમાં લીધા છે. તેના પર ડ્ર્ગ્સ લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે સિદ્ધાંત અમુક લોકો સાથે બેંગલુરુના એમજી રોડ સ્થિત હોટલમાં પાર્ટી કરી રહ્યો હતો. પોલિસને સમાચાર મળ્યા હતા કે આ પાર્ટીમાં ડ્ર્ગ્સનુ સેવન કરવામાં આવી રહ્યુ છે અને આના આધારે તેમણે ત્યાં રેડ પાડી અને 6 લોકોને કસ્ટડીમાં લીધા. મીડિયા રિપોર્ટ મુજબ આ બધા 6 લોકો ડ્ર્ગ્સ ટેસ્ટમાં પૉઝિટિવ આવ્યા છે.

ટ્રોલ થયો કપૂર પરિવાર
આ સમાચાર સામે આવતાની સાથે જ બૉલિવૂડમાં ખળભળાટ મચી ગયો છે અને સોશિયલ મીડિયા પર લોકો સિદ્ધાંત કપૂર તેમજ તેની બહેન અને અભિનેત્રી શ્રદ્ધા કપૂર અને તેના પિતા શક્તિ કપૂરને ટ્રોલ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી કે જ્યારે સિદ્ધાંત ડ્રગ્સ કેસમાં પોલીસ કસ્ટડીમાં ગયો હોય.

2008માં પણ સિદ્ધાંત કપૂરની થઈ હતી ધરપકડ
અગાઉ વર્ષ 2008માં મુંબઈના જુહુમાં એક પાર્ટી દરમિયાન સિદ્ધાંતની પોલીસે ધરપકડ કરી હતી. તે પાર્ટીમાં MDMA અને કોકનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. સિદ્ધાંતનો ડ્ર્ગ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. જો કે, થોડા સમય બાદ તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.

ડ્રગ્સ ખરીદ-વેચાણમાં આવ્યુ હતુ શ્રદ્ધા કપૂરનુ નામ, મીડિયાએ લગાવ્યો હતો બેન
આ પહેલીવાર નથી જ્યારે શક્તિ કપૂરના પરિવારનું નામ વિવાદમાં આવ્યુ હોય. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ બૉલિવૂડમાં ડ્રગ્સને લઈને સતત ખુલાસા થઈ રહ્યા છે. તેની કોસ્ટાર શ્રધ્ધા કપૂરનુ નામ પણ ડ્રગ્સ કેસમાં આવ્યુ હતુ અને તેના પર ડ્રગ ડીલર સાથે વાત કરવાનો આરોપ પણ લાગ્યો છે. વળી, પડદા પર ખૂબ જ શાંત, નમ્ર અને સરળ દેખાતી શ્રદ્ધા કપૂર એક સમયે જાહેર સ્થળોએ એકદમ તુંડમિજાજી જોવા મળેલી. એક કે બે વાર તેણે તેની તસવીરો લેનારા પાપારાઝીઓને ઉલટા જવાબ પણ આપ્યા હતા. તેના વલણને જોતા મીડિયાએ તેના પર થોડા સમય માટે પ્રતિબંધ લગાવી દીધો હતો.

સ્ટિંગ ઑપરેશનમાંં ખુદ ફસાયા હતા શક્તિ કપૂર
શ્રદ્ધા અને સિદ્ધાંતના પિતા શક્તિ કપૂર, જેઓ પહેલા વિલન તરીકે અને પછી કોમેડિયન તરીકે પડદા પર ખ્યાતિ પામ્યા હતા, તેઓ પણ વિવાદોથી ઘેરાયેલા છે. વર્ષ 2005માં એક ટીવી ચેનલના માધ્યમથી તેમનુ સ્ટિંગ ઓપરેશન સામે આવ્યુ હતુ. જેમાં તે ખુલ્લેઆમ કામ માંગવા આવેલી યુવતીઓ પાસેથી સેક્સની માંગણી કરતો હતો અને કહેતો હતો કે બૉલિવૂડમાં સ્થાન બનાવવા માટે આવી વસ્તુઓ કરવી પડશે. તેણે આ સમગ્ર પ્રકરણમાં પ્રખ્યાત નિર્દેશક સુભાષ ઘાઈનુ નામ પણ ખેંચ્યુ હતુ.

વિદા સમદજઈ સાથે અશ્લીલ હરકત
આ સ્ટિંગ ઑપરેશન સામે આવ્યા બાદ શક્તિ કપૂરની ઘણી ટીકા થઈ હતી. સ્ટિંગ ઑપરેશનમાં ઘાઈનુ નામ લેવાના કારણે ઘાઈ સહિત ઘણા નિર્દેશકોએ તેમને કામ આપવાનું બંધ કરી દીધુ હતુ. જેના કારણે શક્તિ કપૂર લાંબા સમય સુધી બેરોજગાર હતા. આ પછી બિગ બૉસ સિઝન 5માં પણ તેના પર મિસ અફઘાનિસ્તાન વિદા સમદજઈ સાથે અશ્લીલ હરકતો કરવાનો આરોપ પણ લાગ્યો હતો. જેના લીધે ઘણો હોબાળો થયો હતો. જે પછી શક્તિ કપૂરને શોમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

'મારો દીકરો આવુ કંઈ ના કરી શકે'
ગયા વર્ષે જ્યારે શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસમાં ફસાયો હતો ત્યારે શક્તિ કપૂરે આર્યનનુ સમર્થન કર્યુ હતુ અને કહ્યુ હતુ કે, 'બોલિવૂડમાં હંમેશા ખરાબ બાબતોની વાતો કેમ થાય છે? આર્યનને જાણી જોઈને નિશાન બનાવવામાં આવી રહ્યો છે કારણ કે આર્યન એક મોટા સ્ટારનો પુત્ર છે.' આ વખતે શક્તિ કપૂરનો પુત્ર પોતે પકડમાં છે. જેના પર પ્રતિક્રિયા આપતા તેણે ETને કહ્યુ હતુ કે, 'હું અત્યારે એટલુ જ કહી શકુ છુ કે અત્યારે તે શક્ય નથી, મારો પુત્ર આવુ કંઈ કરી શકે નહિ.'