
સિદ્ધાર્થ શુક્લાના નિધન બાદ શું ખરેખર હંમેશા માટે મુંબઈ છોડી રહી છે શહેનાઝ, સામે આવ્યુ સત્ય
મુંબઈઃ સિદ્ધાર્થ શુક્લાના નિધન બાદથી તેની દોસ્ત શહેનાઝ કૌર ગિલ લાઈમલાઈટથી દૂર છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે શહેનાઝ ગિલ સિદ્ધાર્થ શુક્લાના નિધન બાદ મુંબઈ હંમેશા-હંમેશા માટે છોડવાની છે. વીડિયોમાં એ પણ કહેવામાં આવી રહ્યુ છે કે સિદ્ધાર્થ શુક્લાના નિધન બાદ શહેનાઝ ગિલ શોકમાં છે માટે તેણે મુંબઈ છોડવાનો નિર્ણય કરી લીધો છે. વીડિયો જોઈને સિડનાઝના ફેન્સે સોશિયલ મીડિયા પર આ અંગે દુઃખ વ્યક્ત કર્યુ છે પરંતુ હવે આ બાબતે સત્ય સામે આવ્યુ છે.

શું ખરેખર મુંબઈ છોડીને જઈ રહી છે શહેનાઝ ગિલ
'સ્પૉટબૉય' એ સૂત્રોના હવાલાથી લખ્યુ છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ વીડિયો, જેમાં એ દાવો કરવામાં આવ્યો કે શહેનાઝ મુંબઈ છોડીને જઈ રહી છે, વાસ્તવમાં એ વીડિયો નકલી છે. જે યુટ્યુબ ચેનલે આ વીડિયો ક્રિએટ કર્યો હતો, તે હંમેશા આ પ્રકારના વીડિયો અને અધકચરા સમાચારોને ખોટી રીતે ચલાવે છે. 'સ્પૉટબૉય'એ કહ્યુ છે કે હાલમાં એવા કોઈ સમાચાર નથી કે શહેનાઝ મુંબઈ છોડીને નથી જઈ રહી.

સિદ્ધાર્થ શુક્લાના નિધન બાદ શહેનાઝે જાળવ્યુ અંતર
સિદ્ધાર્થ શુક્લાનુ નિધન 2 સપ્ટેમ્બરે હાર્ટ એટેકના કારણે થયુ ત્યારથી શહેનાઝ ગિલ શોકમાં છે. સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કાર બાદ શહેનાઝ ગિલે સોશિયલ મીડિયા અને લાઈમલાઈટથી અંતર જાળવી લીધુ છે. જો કે શહેનાઝે પોતાની આવનારી ફિલ્મ 'હોંસલા રખ'ને લઈને કરેલા પોતાના વર્ક કમિટમેન્ટને લઈને કામ પર વાપસી કરી છે. હાલમાં જ શહેનાઝ પોતાની આવનારી ફિલ્મ 'હોંસલા રખ'ને પ્રમોટ કરતી જોવા મળી છે.

15 ઓક્ટોબરે રિલીઝ થવા જઈ રહી છે શહેનાઝની ફિલ્મ
શહેનાઝ ગિલે હાલમાં જ પોતાના કો-સ્ટાર દિલજીત દોસાંજ અને સોનમ બાજવા સાથે ફિલ્મ પ્રમોટ કરતી જોવા મળી. શહેનાઝ ગિલની ફિલ્મ 'હોંસલા રખ' 15 ઓક્ટોબરે રિલીઝ થવાની છે. શહેનાઝની આ ફિલ્મને લઈને ફેન્સ એક્સાઈટેડ છે. છેલ્લા અમુક દિવસોમાં શહેનાઝ ગિલના ઘણા વીડિયો વાયરલ થયા છે જેમાં તે દુઃખી અને પીડામાં દેખાઈ રહી છે.