For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કૅન્સમાં ગુજરાતણ સહિત સાત અવતારો ધરશે શર્લિન ચોપરા

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 11 મે : બૉલીવુડ અભિનેત્રી શર્લિન ચોપરા 66માં આંતરરાષ્ટ્રીય કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે પૂર્ણત્વે તૈયાર છે અને તેઓ ત્યાં ભારતના સાત અલગ-અલગ પ્રદેશોની પોશાકો પહેરી ભાગ લેશે. તેમાં ગુજરાતણનો અવતાર પણ હશે. કૅન્સમાં તેમની ફિલ્મ કામસૂત્ર 3ડીની બીજી ઝલકો પણ લૉન્ચ કરવામાં આવનાર છે.

sherlyn-chopra

શર્લિન ચોપરા ફિલ્મના દિગ્દર્શક રૂપેશ પૉલ તથા મૅનેજિંગ પ્રોડ્યુસર મીતેશકુમાર પટેલ સાથે કામસૂત્ર 3ડીની નવી ઝલકો લૉન્ચ કરશે. શર્લિને જણાવ્યું - ભારતીય સિનેમાના 100 વર્ષ પૂર્ણ થતાં કૅન્સમાં હું પ્રથમ પગલુ મૂકશી કે જે ખૂબ જ અદ્ભુત અનુભવ હશે. હું આ પ્રતિષ્ઠિત મહોત્સવમાં ફિલ્મના પ્રચાર માટે ભારતના વિવિધ અવતારોમાં દર્શાવવા આતુર છે.

શર્લિન ચોપરા કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સાત દિવસ સુધી રહેશે અને તેઓ પ્રથમ દિવસે કેરળ, બીજા દિવસે રાજસ્થાન, પછી ગુજરાત, તામિળનાડુ, કાશ્મીર, આસામ તેમજ પશ્ચિમ બંગાળ રાજ્યોની પરમ્પરાગત પોશાકોમાં નજરે પડશે.

English summary
Actress Sherlyn Chopra, set to attend the 66th Cannes International Film Festival where the second trailer of her debut film "Kamasutra 3D" will be unveiled, will wear different costumes from seven parts of India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X