For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Interesting : બૉલીવુડ સેલિબ્રિટીઓના Shocking કૅમિયો રોલ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 28 જૂન : બૉલીવુડ ફિલ્મોમાં કૅમિયો રોલ સામાન્ય રીતે જોવા મળતા હોય છે. જૂના જમાનામાં તેને આપણે મહેમાન કલાકાર તરીકેનો રોલ કહેતા હતાં અને કોઈ ફિલ્મ પ્રત્યે લોકોમાં રસ જગાવવા માટે કોઈ મોટા સ્ટારને ફિલ્મમાં મહેમાન કલાકાર તરીકે મૂકવામાં આવતા હતાં.

આજના જમાનામાં મહેમાન કલાકારના એ જ રોલને હવે કૅમિયો કહેવામાં આવે છે. અનેક બૉલીવુડ ફિલ્મોમાં કૅમિયો રોલ હોય છે અને તે કરનાર બૉલીવુડ સેલિબ્રિટીની સારી એવી પ્રતિષ્ઠા હોય છે. એટલે જ તો તેને કૅમિયો રોલ આપવામાં આવે છે, પરંતુ આજે અમે અહીં કેટલાક એવા કૅમિયો રોલ બતાવવા જઈ રહ્યાં છે કે જે જોઈને આપને શૉક લાગશે એટલે કે આશ્ચર્ય થશે.

ચાલો તસવીરો સાથે આપને બતાવીએ બૉલીવુડ સેલિબ્રિટીઓના શૉકિંગ કૅમિયો રોલ :

નવાઝુદ્દીન સિદ્દીકી

નવાઝુદ્દીન સિદ્દીકી

આજે તો નવાઝુદ્દીન સિદ્દીકી હિટ બૉલીવુડ એક્ટર છે કે જેમણે ગૅંગ્સ ઑફ વાસેપુરમાં હૃદયસ્પર્શી અભિનય કર્યો હતો, પરંતુ આ એ જ નવાઝુદ્દીન સિદ્દીકી છે કે જેમણે આમિર ખાનની સરફરોશ અને સંજય દત્તની મુન્નાભાઈ એમબીબીએસમાં નાનકડો કૅમિયો રોલ કર્યો હતો.

અનીતા શ્રૉફ અડજાણિયા

અનીતા શ્રૉફ અડજાણિયા

વૉગ મૅગેઝીનના ફૅશન ડાયરેક્ટર તથા ધૂમ 3 સહિત અનેક બૉલીવુડ ફિલ્મોના કૉસ્ચ્યુમ ડિઝાઇનર અનીતા શ્રૉફ અડજાણિયાએ શાહરુખ ખાનની બ્લૉકબસ્ટર ફિલ્મ દિવવાલે દુલ્હનિયા લે જાયેંગેમાં કાજોલની બહેનપણીનો નાનકડો કૅમિયો રોલ કર્યો હતો.

શાહરુખ ખાન

શાહરુખ ખાન

જિતેન્દ્રની ફિલ્મ દુશ્મન દુનિયા કામાં શાહરુખ ખાને એક ઑટો ડ્રાઇવરનો નાનકડો કૅમિયો રોલ કર્યો હતો કે જે પછીથી થોડીક મિનિટ માટે જિતેન્દ્રના પિતા તરીકેની પણ એક્ટિંગ કરે છે.

સલમાન ખાન

સલમાન ખાન

સલમાન ખાને સાવન ફિલ્મમાં નૉસ્ટ્રાડૅમ્સનો રોલ કર્યો હતો.

ઝોયા અખ્તર

ઝોયા અખ્તર

ઝોયા અખ્તરે પોતાની યુવાન વયમાં મીરા નાયરની બહુચર્ચિત ફિલ્મ કામસૂત્ર ઍ ટેલ ઑફ લવ ફિલ્મમાં કૅમિયો રોલ કર્યો હતો. ઝોયાએ આ ફિલ્મમાં રેખાનો વિદ્યાર્થિની તરીકેનો રોલ કર્યો હતો.

ગીતા કપૂર

ગીતા કપૂર

ગીતા કપૂર હાલમાં જાણીતા કોરિયોગ્રાફર છે. જોકે કુછ કુછ હોતા હૈ ફિલ્મમાં ગીતાએ સૅડ સૉંગ તુઝે યાદ ન મેરી આયી... માં બંજારનનો રોલ કર્યો હતો.

કિરણ રાવ

કિરણ રાવ

કિરણ રાવે દિલ ચાહતા હૈ ફિલ્મમાં નાનકડો કૅમિયો રોલ કર્યો હતો કે જે આજે તો આ ફિલ્મના હીરો આમિર ખાનના પત્ની છે.

English summary
There are some Bollywood celebrities who have done some shocking cameo roles in movies.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X