શું Ex-Big Bossની પ્રતિસ્પર્ધી સોફિયા હયાત નન બની ગઇ?

તમને બીગ બોસની પ્રતિસ્પર્ધી સોફિયા હયાત યાદ છે? તે પોતાની સુપર મોડેલ પણ ગણે છે અને તેના હોટ બિકની ફોટોશૂટ પણ જે તે સમયે ખૂબ જ પોપ્યુલર થયા હતા. તે બીગ બોસ 7ની વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી હતી. અને તેને અરમાન કોહલી વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. તેના આરોપ હતો કે અરમાને તેની સાથે શો દરમિયાન મારપીટ કરી હતી.

હવે સોફિયા હયાતના ઇંસ્ટ્રાગ્રામ એકાઉન્ટનું માનીએ તો સોફિયા નન બની ગઇ છે. તેણે પોતાને "મધર સોફિયા" તરીકે ઓળખાવી છે. અને તેણે જ સ્વીકાર્યું છે કે તે હવે બદલાઇ ગઇ છે. ત્યારે સોફિયાએ પોતાના ઇંસ્ટ્રાગ્રામ પર કંઇક તેવી તેવી વાતો લખી જે તમને ચોંકાવી મૂકશે. જે તેની જૂની ઇમેજ કરતા બિલકુલ ભિન્ન છે. તો સોફિયા હયાતને નહીં પણ મધર સોફિયા વિષે વધુ જાણો અને તસવીરો જુઓ અહીં...

જીયા સોફિયા મધર

જીયા સોફિયા મધર

ઇંસ્ટ્રાગ્રામ પર સોફિયા પોતાના મેકઅપ વગરના અને નન હોવાના ફોટા મૂક્યા છે અને કહ્યું છે કે મેકઅપ, હેર કલર અને ફેશન વગર પણ પરફેક્ટ લાગે છે. અને તે બદલાઇ ગઇ છે અને હવે તે મધર સોફિયા બની ગઇ છે.

સોફિયા હયાત

સોફિયા હયાત

વધુમાં પોતાના એકાઉન્ટમાં તેણે લખ્યું છે કે તે જ્યારે 16 વર્ષની હતી ત્યારે તેને લક્ઝરી વાળા લોકો પસંદ હતા પણ હવે તે તેવા લોકોને પસંદ કરે છે જે અંદરથી શાંત છે.

ઓમ મારી ત્રીજી આંખ

ઓમ મારી ત્રીજી આંખ

વધુમાં તેણે માથામાં ઓમની બિંદી જેવું ટેટૂ પણ બનાવ્યું છે અને ઇંસ્ટ્રાગ્રામ પર ફોટો મૂકી લખ્યું છે કે "ઓમ મારી ત્રીજી આંખ છે"

'Goddess Isis'

'Goddess Isis'

પોતાને દેવી કહીને સોફિયાએ કહ્યું છે કે "દેવી માતા અહીં છે"

સોફિયા દેવી

સોફિયા દેવી

વધુમાં સોફિયા લખ્યું છે કે "દુનિયાને સુપરહિરોની જરૂર છે. તેવો સુપર હિરો માસ્ક નથી પહેરતો. તે માતા છે, સર્જન કરનારી છે"

હું છું બધાની માતા- સોફિયા

હું છું બધાની માતા- સોફિયા

સોફિયાએ કહ્યું કે "સોફિયા હયાત જીયા મધર સોફિયા, હું બધાની માતા છું.

મેં કર્યું દુનિયાનું સર્જન- સોફિયા

મેં કર્યું દુનિયાનું સર્જન- સોફિયા

સોફિયા કહ્યું કે "જ્યારે મેં ઓમ શબ્દનો ઉચ્ચાર કર્યો હતો ત્યારે દુનિયાનું સર્જન થયું હતું. મને જગાડવામાં આવી છે જેથી હું સચ્ચાઇ દુનિયામાં ફેલાવી શકું. હું જીવત સત્ય છું."

Shock!

Shock!

જો કે જે પણ લોકો સોફિયાને કમનીય અને હોટ મોડેલ તરીકે પહેલા જોઇ છે તે લોકો માટે સોફિયાનું નન બનવું એક જોરદાર ઝટકા સમાન છે!

સેક્સી મહિલા

સેક્સી મહિલા

2013માં FHM મેગેઝિને તેની દુનિયાની સૌથી સેક્સી મહિલામાં 81માં ક્રમ આપ્યો હતો.

કર્વી આઇકોન

કર્વી આઇકોન

વળી વોગ ઇટાલિયાના જુલાઇ 2012ના અંકમાં પણ તેને કર્વી આઇકોનના નામ સાથે કવરગર્લ તરીકે રજૂ કરવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X