• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મુગ્ધાવસ્થામાં જ શાહિદ સાથે ઇશ્ક વિશ્ક કરી બેઠી’તી : આલિયાના 8 શૉકિંગ ખુલાસાઓ

|

મુંબઈ, 22 જુલાઈ : માત્ર 21 વર્ષની વયે સફળતાની સીઢીઓ ચઢનાર આલિયા ભટ્ટ રીયલ લાઇફમાં પણ ખૂબ બિંદાસ્ત છે. તેથી જ તેઓ દરેક વાત ખુલીને કહે છે અને આવા જ અંદાજમાં તેમણે વધુ એક ખુલાસો કર્યો છે.

સ્ટુડન્ટ ઑફ ધ ઈયર સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર અને હાઈવે, 2 સ્ટેટ્સ અને હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા જેવી બૅક ટુ બૅક સફળ ફિલ્મો આપનાર આલિયાએ તાજેતરમાં જ એવો ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે તેઓ માત્ર 11 વર્ષની ઉંમરે જ શાહિદ કપૂરને દિલ દઈ બેઠા હતાં.

અત્યાર સુધી વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા, રણદીપ હુડા અને અર્જુન કપૂર સાથે કામ કરી ચુકેલા આલિયા ભટ્ટ હવે શાહિદ કપૂર સાથે જોડી બનાવવા જઈ રહ્યાં છે. નિર્માતા-દિગ્દર્શક વિકાસ બહલની ફિલ્મ શાનદારમાં આલિયા શાહિદ સાથે ચમકવા જઈ રહ્યાં છે અને તે અંગે ઉત્સાહિત આલિયાએ ખુલાસો કર્યો - હું શાહિદ કપૂરની ખૂબ મોટી ફૅન છું. હું 11 વર્ષની હોઇશ કે જ્યારે હું ગેઇટી-ગૅલેક્સી (મુંબઈ) સિનેમા ઘરે શાહિદની ફિલ્મ ઇશ્ક વિશ્ક જોવા ગઈ હતી. હું ત્યારથી જ તેમની પ્રશંસક છું. તેઓ ઉમ્દા અભિનેતા છે અને મેં સાંભળ્યુ છે કે તેઓ ખૂબ કો-ઑપરેટિવ પણ છે.

અહીં મહત્વની બાબત એ છે કે આલિયાએ અત્યાર સુધી જે પેઢીના અભિનેતાઓ સાથે ફિલ્મો કરી છે, શાહિદ કપૂર તેમની પેઢી કરતા આગળના છે એટલે કે શાહિદ આલિયાના સીનિયર કો-સ્ટાર છે. આલિયાએ આગળ કહ્યું - તમે ભૂલી ગયાં કે મેં રણદીપ હુડા સાથે હાઈવે કરી, પણ હા, તેનાથી હટકે મેં અત્યાર સુધી પોતાની વયના અભિનેતાઓ સાથે જ કામ કર્યું છે, પરંતુ એનો મતલબ એમ નથી કે શાહિદ વરુણ, સિદ્ધાર્થ કે અર્જુન કરતા જુદા છે. શાહિદ એક ખૂબ જ બિંદાસ્ત વ્યક્તિ છે. આલિયાએ સ્વીકાર્યું કે તેમની ઝોળીમાં ઢગલાબંધ ફિલ્મોની ઑફર્સ છે, પણ હાલ તે અંગે વાત નહીં કરે. તેઓ શાનદાર અંગે ઉત્સાહિત છે.

આલિયાએ જણાવ્યું - હું ખૂબ ઉત્સાહિત છું. મને તેમની (વિકાસ બહલ)ની ફિલ્મ ક્વીન સારી લાગી તથા મારે જોવું છે કે તેઓ ફિલ્મમાં મારી સાથે શું કરે છે. આપને જણાવી દઇએ કે શાનદાર ફિલ્મનું શૂટિંગ ઇંગ્લૅન્ડમાં આ વર્ષાંતે કરવામાં આવશે. ક્વીનનું શૂટિંગ પેરિસ ખાતે થયુ હતું કે જે આલિયાના મનગમતા શહેરોમાંનો છે. આલિયા તાજેતરમાં જ રજાઓ ઉજવવા પેરિસ જ ગયા હતાં.

ચાલો હાલ તો આપને બતાવીએ આલિયા ભટ્ટના 8 ચોંકાવનારા ખુલાસાઓ :

હું આંતરમુખી છું

હું આંતરમુખી છું

જોકે આલિયા ભટ્ટ લોકો વચ્ચે રહે છે, પણ પોતાની મર્યાદામાં. આલિયાને થોડોક સમય પોતાની સાથે પસાર કરવાનું ગમે છે.

રડવું સારૂ છે

રડવું સારૂ છે

આલિયા કહે છે કે ક્યારેક-ક્યારેક રડવુ સારી બાબત ગણાય. આલિયા સ્ટુડન્ટ ઑફ ધ ઈયરની રિલીઝ પહેલા ખૂબ નર્વસ હતાં. તેઓ પપ્પા પાસે ગયાં અને રડીને હળવા થઈ ગયાં.

હસાવનાર સાથીની જરૂર

હસાવનાર સાથીની જરૂર

અનુપમ ખેરના ચૅટ શો દરમિયાન આલિયાએ ખુલાસો કર્યો હતે કે તેઓ એવા સાથી સાથે ડેટિંગ કરવા માંગે છે કે જે તેમને હસાવે. જ્યારે આલિયાને પૂછવામાં આવ્યું કે શું તેઓ તેમના પપ્પા જેવી વ્યક્તિ સાથે લગ્ન કરશે? તો આલિયાએ કહ્યુ હતું - હું મારા પપ્પા જેવો પતિ નથી ઇચ્છતી.

બ્રેક-અપ સાથે ડીલ

બ્રેક-અપ સાથે ડીલ

આલિયાએ એક ઇંટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેઓનું તાજેતરમાં જ એક બ્રેક-અપ થયું છે અને તેઓ તેની સાથે ડીલિંગ કરી રહ્યાં છે.

આઈ લવ સ્લીપિંગ

આઈ લવ સ્લીપિંગ

આલિયાની જેમ ઘણા લોકોને ઉંઘવુ ગમે છે. આલિયાના જણાવ્યા મુજબ સારી ઉંઘ તેમને ખુશ બનાવે છે.

મમ્મીની દીકરી

મમ્મીની દીકરી

શું તમે જાણો છો કે આલિયા મમ્માની દીકરી છે. બૉલીવુડમાં ઓછા સમયમાં મોટી સફળતા મળ્યા છતાં આલિયા કોઈ પણ પગલુ ભરતા પહેલા મમ્મી સોની રાઝદાનની મંજૂરી લે છે. આલિયાએ એમ પણ જણાવ્યુ હતું કે તેમની અને મમ્મી વચ્ચે એક ટિપિકલ માતા-પુત્રી જેવી દલીલો ક્યારેય નથી થતી.

હું એક્ટર બનવા માંગતી હતી

હું એક્ટર બનવા માંગતી હતી

સિંગિંગ-એક્ટિંગ આલિયાના લોહીમાં છે. આલિયાએ રહસ્યોદ્ઘાટન કર્યુ હતું કે તેઓ પહેલાથી જ એક્ટર બનવા માંગતા હતાં. અનુપમ ખેરના ચૅટ શોમાં આલિયાએ કહ્યુ હતું - મેં ઐશ્વર્યા રાય, કરીના કપૂર અને શાહરુખ ખાનનું અનુકરણ કર્યું. હું શાહરુખ ખાનની જેમ બનવા માંગતી હતી.

મુગ્ધાવસ્થાથી શાહિદની ફૅન

મુગ્ધાવસ્થાથી શાહિદની ફૅન

આલિયાએ લેટેસ્ટ ખુલાસો કર્યો - હું શાહિદ કપૂરની ખૂબ મોટી ફૅન છું. હું 11 વર્ષની હોઇશ કે જ્યારે હું ગેઇટી-ગૅલેક્સી (મુંબઈ) સિનેમા ઘરે શાહિદની ફિલ્મ ઇશ્ક વિશ્ક જોવા ગઈ હતી. હું ત્યારથી જ તેમની પ્રશંસક છું. તેઓ ઉમ્દા અભિનેતા છે અને મેં સાંભળ્યુ છે કે તેઓ ખૂબ કો-ઑપરેટિવ પણ છે.

English summary
Alia Bhatt has expressed her excitement about working with her favourite actor Shahid Kapoor. She is The Biggest Fan Of Shahid Kapoor. Here are some interesting revelations done by Alia Bhatt.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more