For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : ફરી જીવંત થઈ ઉઠશે ગબ્બર, ઠાકુર, બસંતી...

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 20 નવેમ્બર : સને 1975માં આવેલી સુપરહિટ ફિલ્મ શોલે તેના કૅરેક્ટર્સ, તેમના નામો અને તેમના સંવાદો માટે પણ ખૂબ જ લોકપ્રિય થઈ હતી. ફિલ્મના તમામ કૅરેક્ટર્સને લોકો તેમના મૂળ નામે નહીં, પણ ફિલ્મમાંના તેમના નામે જ બોલાવવા લાગ્યા હતાં.

ગબ્બર, ઠાકુર, બસંતી, વીરૂ, જય જેવા કૅરેક્ટર્સ હિન્દી સિનેમાના જીવંત પાત્રો બની ચુક્યાં છે અને આ પાત્રો પૂરા 38 વર્ષ બાદ પુનઃ રૂપેરી પડદે જીવંત થઈ ઉઠવાના છે, કારણ કે શોલેની 3ડી આવૃત્તિ બની ચુકી છે. પેન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના પ્રમુખ જયંતીલાલ ગડાની આ ફિલ્મ આગામી 3જી જાન્યુઆરીના રોજ રિલીઝ થનાર છે.

શોલે 3ડી ફિલ્મના ફર્સ્ટ લુક, પોસ્ટર્સ અને ફિલ્મની તસવીરોએ ફરી એક વાર લોકોના મનમાં વર્ષો જૂના એ પાત્રોને જીવંત કરી મૂક્યાં છે અને ફિલ્મ રિલીઝ થયા બાદ ચોક્કસ લોકોને તેનો 3ડી અવતાર ગમશે. શોલે ફિલ્મના દરેક ડાયલૉગ લોકોની જીભે ચડી ચુક્યા હતાં. અમઝદ ખાન, સંજીવ કુમાર, હેમા માલિની, અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, ધર્મેન્દ્ર ઉપરાંત સાંભા અને કાલિયા જેવા પાત્રો પણ અમર થઈ ગયા હતાં.

ચાલો જોઇએ શોલે 3ડીનો ફર્સ્ટ લુક અને અન્ય તસવીરો :

ફર્સ્ટ લુક

ફર્સ્ટ લુક

શોલે 3ડી ફિલ્મનો ફર્સ્ટ લુક લૉન્ચ થઈ ગયો છે. ફિલ્મનો ફર્સ્ટ લુક જોતા જ 38 વર્ષ જૂની યાદો તાજા થઈ આવે છે.

ગબ્બર

ગબ્બર

1975માં આવેલી રમેશ સિપ્પીની શોલે ફિલ્મનુ સૌથી દમદાર પાત્ર હતું ગબ્બર. ગબ્બર તરીકે અમઝદ ખાને અભૂતપૂર્વ રોલ કર્યો હતો. તેમના દ્વારા બોલાયેલા ડાયલૉગ આજેય લોકો દોહરાવે છે.

ઠાકુર

ઠાકુર

શોલેનું બીજુ દમદાર પાત્ર હતું ઠાકુર. આ રોલ સંજીવ કુમારે કર્યો હતો અને આ પાત્રને તેઓએ અમર બનાવી દીધુ હતું.

વીરૂ

વીરૂ

શોલેમાં ધર્મેન્દ્રે પણ વીરૂ તરીકે શાનદાર અભિનય કર્યો હતો. તેમની કૉમેડી ઉપરાંત તેમના ગુસ્સામાં બોલાયેલા ડાયલૉગ આજે પણ લોકો યાદ કરે છે.

જય

જય

જય-વીરૂની મિત્રતા શોલે ફિલ્મની ખાસ વાત હતી. જય તરીકે અમિતાભ બચ્ચને એક ગંભીર રોલ કર્યો હતો. ફિલ્મના અંતે તેમનું મોત થતા જય તરીકેનું પાત્ર વધુ ગંભીર બની ગયુ હતું.

બસંતી

બસંતી

બોલકણા બસંતી આજે પણ લોકોને યાદ છે. હેમા માલિનીએ બસંતી તરીકેનો રોલ કરી બસંતીને કાયમને માટે અમર કરી નાંખી. બસંતીની બક-બક પણ શોલે ફિલ્મની મોસ્ટ યૂએસપી સાબિત થઈ હતી.

જય-વીરૂ

જય-વીરૂ

શોલે ફિલ્મમાં જય-વીરૂની મૈત્રી પણ ખાસ બાબત હતી. બંને વચ્ચે સિક્કો ઉછાળવાથી લઈ છેક જયના મોત સુધી જે દોસ્તી હતી તેનું દૃષ્ટાંત આજે પણ આપવામાં આવે છે.

ધર્મેન્દ્રની મસ્તી

ધર્મેન્દ્રની મસ્તી

શોલે ફિલ્મ એમ તો એક્શન ફિલ્મ હતી, પરંતુ ધર્મેન્દ્રે ફિલ્મમાં ભરપૂર કૉમેડી પીરસી હતી. ફિલ્મમાં તેમના દ્વારા બોલાયેલ ડાયલૉગ બસંતી ઇન કુત્તોં કે સામને મત નાચના... આજે પણ પ્રખ્યાત છે, તો બસંતી માટે ટાંકીએ ચડી જવાનું દૃશ્યા આજેય લોકોમાં હાસ્ય ઉપજાવે છે.

સાયલંટ જયા

સાયલંટ જયા

શોલે ફિલ્મમાં જયા બચ્ચન પણ છે કે જેઓ મોટાભાગે સાયલંટ રહે છે. રાધા તરીકે તેમણે અમિતાભ સાથે મૂક પ્રેમ કર્યો. ફિલ્મના અંતે અમિતાભનું મોત થતા રાધાના પાત્રના ભાગે આખી ફિલ્મ માત્ર કરુણાજનક જ રહે છે.

અંગ્રેજોં કે જમાને કે જેલર

અંગ્રેજોં કે જમાને કે જેલર

શોલે ફિલ્મમાં અસરાનીએ કરેલો અંગ્રેજોં કે જમાને કે જેલરનો રોલ પણ ખૂબ જ પ્રખ્યાત બન્યુ હતું. ઉપરાંત જેલમાં અમિતાભ-ધર્મેન્દ્ર દ્વારા કૅસ્ટો મુખર્જી સાથેની કૉમેડી પણ લોકો ભૂલ્યા નથી.

યે હાથ મુઝે દે દે ઠાકુર

યે હાથ મુઝે દે દે ઠાકુર

યે હાથ મુઝે દે દે ઠાકુર... શોલે ફિલ્મનો આ ડાયલૉગ કદાચ સૌથી મહત્વનો હતો.

English summary
The 3D version of iconic Bollywood film 'Sholay' will refresh 1975's famous characters Gabbar, Thakur, Veeru, Jay, Basanti, Kalia and Sambha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X